Unclaimed Deposits: ભારતીય રિઝર્વે બેંકે બેંકમાં પડેલા દાવા વગરની ડિપોઝીટના વાલીવારસ શોધવા માટે અભિયાન ચલાવવાની જાહેરાત કરી છે આરબીઆઈએ બેંકો માટે ‘100 Days 100 Pays’ અભિયાનની જાહેરાત કરી છે, જેથી દેશના દરેક જિલ્લામાં 100 દિવસોની અંદર બેંકના ટોપ 100 અનક્લેઈમ ખાતાની રકમ વિશે માહિતી મેળવવામાં આવશે અને તેના નિકાલની વ્યવસ્થા કરવામા આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય બેંકે 10 વર્ષથી વધુના સમય સુધી અનક્લેઈમ્ડ વાળા ડિપોઝીટ પરત કરવાની કવાયત હાથ ધરી છે. મેચ્યોરિટીના 10 વર્ષ બાદની રકમના કોઈ વાલીવારસ નથી તો રૂપિયા અનક્લેઈમ્ડ માનીને અલગ ખાતામાં જતા રહેશે. 


35 હજાર કરોડ રૂપિયાના કોઈ વારસ નથી 
તમને જણાવી દઈએ કે, સાર્વજનિક ક્ષેત્રોના બેંકોએ દાવા વગરની અંદાજે 35,000 કરોડ રૂપિયાની રકમ રિઝર્વ બેંકોને ટ્રાન્સફર કરી હતી. આ રકમ એવા ખાતામા જમા થતી હતી, જેમાં 10 વર્ષ કે તેનાથી વધુ સમયથી કોઈ લેવડદેવડ થઈ નથી. દાવા વગરની રકમ 10.24 કરોડ ખાતા સાથે જોડાયેલી હતી. રિઝર્વ બેંકે ગત મહિને કહ્યું હતું કે, 3-4 મહિનામાં તેનાથી સંબંધિત એક સેન્ટ્રલાઈઝ્ડ પોર્ટલ તૈયાર કરવામા આવશે. તેમાં જમાકર્તા અને લાભાર્થી અલગ અલગ બેંકોમાં પડેલી દાવા વગરની જમા રાશિ વિશે માહિતી પ્રાપ્ત કરી શકે. 


ઈટલીમાં એકાએક વધ્યા પાસ્તાના ભાવ, સરકાર પણ ચિંતામાં મૂકાઈ કે આ કેવી રીતે થયું!
 
1 જૂનથી શરૂ થશે ‘100 Days 100 Pays’ 
આ અભિયાન રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ સિસ્ટમમાં જમા રાશિને ઓછી કરવા તથા જમા રાશિઓને તેના યોગ્ય માલિક-દાવેદારોને પરત કરવાના પ્રયાસોના ભાગ રૂપે ચાલી રહ્યો છે. બેંક 1 જુન, 2023 થી આ અભિયાન શરૂ કરશે.


શુ હોય છે અનક્લેઈમ ડિપોઝીટ
આરબીઆઈના નિયમો અનુસાર, સેવિંગ કે કરન્ટ એકાઉન્ટના બેલેન્સ એમાઉન્ટ, જેને 10 વર્ષમાં કોઈએ પણ ઓપરેટ નથી કર્યું, અથવા એવી ટર્મ ડિપોઝીટ જેના મેચ્યોર થવાની તારાખી બાદના 10 વર્ષ સુધી કોઈએ દાવો કર્યો નથી. તેને અનક્લેઈમ્ડ ડિપોઝીટ માનવામાં આવે છે. આ રૂપિયાને આરબીઆઈ દ્વારા બનાવવામા આવેલ ડિપોઝીટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડમાં ટ્રાન્સફર કરવામા આવે છે. 


ભાવનગર : કારમાં આગ લાગતા એક મિત્ર બહાર નીકળી ગયો, પણ બીજો અંદર જ જીવતો ભુંજાયો


કેવી રીતે બને છે અનક્લેઈમ્ડ ડિપોઝીટ
આ ડિપોઝીટનુ મુખ્ય કારણે એવા સેવિંગ કે કરન્ટ એકાઉન્ટ બંધ કરવાનો છે તે કારણ વગર પેદા થાય છે. જેને બેંક એકાઉન્ટ હોલ્ડર હવે ઉપયાગ કરવા નથી માંગતા. અથવા તો એવી ટર્મ ડિપોઝીટ, જેને તેની મેચ્યોરિટી બાદ કોઈ પણ લેવા આવ્યુ નથી. મૃત એકાઉન્ટ હોલ્ડર્સના ખાતામાં પડેલા બેલેન્સ પર ક્લેઈમ ન કરવાના કારણે તેમાં સતત વધારો થતો જાય છે. આ અભિયાનનો હેતુ આવા ડિપોઝીટર તથા મૃત જમાકર્તના લીગલ વારસદારોને જમાની ઓળખ કરવા અને તેના પર દાવો કરવામાં મદદ કરવાનો છે.