ભાવનગર : કારમાં આગ લાગતા એક મિત્ર બહાર નીકળી ગયો, પણ બીજો અંદર જ જીવતો ભુંજાયો

Fire In Car : ભાવનગર શહેરના રીંગ રોડ પર કારમાં આગ લાગતાં એક મિત્ર જીવતો ભૂંઝાયો... તો બીજો ગંભીર રીતે ઘાયલ થયો 

ભાવનગર : કારમાં આગ લાગતા એક મિત્ર બહાર નીકળી ગયો, પણ બીજો અંદર જ જીવતો ભુંજાયો

Bhavnagar News નવનીત દલવાડી/ભાવનગર : ભાવનગર શહેરના ટોપ3 રીંગ રોડ પર કારમાં આગ લાગતાં એક વ્યક્તિ જીવતો ભુંજાયો. સદનસીબે કાર ચાલકને સ્થાનિક લોકો અને હોમગાર્ડ્ઝ જવાનોએ કારમાંથી બહાર ખેંચી લેતા આબાદ બચાવ થયો, જોકે આગના કારણે ગંભીર રીતે દાઝી જતા તેને 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટના ની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગ સ્થળ પર પહોંચી ગયા હતા. તેમજ સળગતી કાર પર પાણીનો છંટકાવ કરી ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના ઘોઘા રોડ પર રહેતા વિનોદ મકવાણા અને મુકેશ બારૈયા નામના બે મિત્રો પોતાની મારુતિ ઝેન કાર લઈને મંત્રેસ સર્કલથી ટોપ તરફ જઈ રહ્યા હતા, જેમાં મુકેશ બારૈયા કાર ચલાવતો હતો, જ્યારે વિનોદ મકવાણા તેની બાજુમાં બેઠો હતો. કાર રિંગ રોડ પર પૂરપાટ ઝડપી જઈ રહી હતી. તે દરમ્યાન કાર ચાલક મુકેશ બારૈયા એ કાબુ ગુમાવતા કાર ડિવાઈડર પર ચડી વીજપોલ સાથે ટકરાઈ ગઈ હતી. 

અકસ્માત થતાંની સાથે જ LPG ગેસ કીટ ધરાવતી કારમાં અચાનક વિકરાળ આગ લાગી ગઈ હતી. કારમાં આગ લાગતાં કાર ચાલક મુકેશ બારૈયાને રિંગરોડ પર બેસવા આવતા સ્થાનિક લોકો અને હોમગાર્ડ જવાનોએ ખેંચીને બહાર કાઢી લીધો હતો. જેથી તેનો આબાદ બચાવ થયો હતો. પરંતું જોકે અચાનક લાગેલી આગમાં મુકેશ બહાર નીકળી શક્યો ન હતો. તે દાઝી જતાં તેને ગંભીર હાલતે હોસ્પિટલ ખેસેડવામાં આવ્યો હતો. 

કારમાં બેસેલા તેના મિત્ર વિનોદ મકવાણાને બહાર નીકળવાનો મોકો જ મળ્યો નહ તો. તેથી કારમાં લાગેલી ભીષણ આગમાં તે જીવતો ભુંજાઇ ગયો હતો. જેથી ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગ સ્થળ પર ધસી ગયું હતું. અને પાણીનો છંટકાવ કરી ફાયર વિભાગે આગને કાબૂમાં લીધી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news