નવી દિલ્હી: અર્થવ્યવસ્થાની સુસ્તી દૂર કરવા માટે મોદી સરકાર દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ફેસ્ટિવલ સીઝન પણ શરૂ થઇ ગઇ છે, એવામાં માર્કેટમાં ડિમાન્ડ વધારવા માટે આરબીઆઇ (RBI) તાત્કાલિક કંઇક ને કંઇક પગલાં ભરી શકે છે. જાણકારો ભલામણો અનુસાર પોલિસી કમિટી (MPC) ની બેઠક બાદ 4 ઓક્ટોબર એટલે કે આવતીકાલે RBI દ્વારા કોઇ મોટી જાહેરાત કરી શકાશે. આ વખતે પણ આરબીઆઇ રેપો રેટ (Repo rate)માં 25 બેસિસ પોઇન્ટની જાહેરાત સંભવ છે. તમને જણાવી દઇએ કે RBI ને મોનિટરી પોલિસી કમિટી (MPC) ની બેઠક 4 ઓક્ટોબરના રોજ ખતમ થશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Bank Holidays: આગામી 40 દિવસમાં 16 દિવસ બેન્ક રહેશે બંધ, આ મહિને છે 12 રજા


ગ્રાહકને ફાયદો
રેપો રેટ (Repo Rate)માં ઘટાડાથી બજારમાં ડિમાન્ડ પેદા થશે. લોન સસ્તી થઇ જશે, ખાસકરીને હોમ, કાર અને કંઝ્યૂમર લોન પર અસર જોવા મળશે. લોકો ફરીથી ખરીદી પર ફોકસ કરશે. જાણકારોનું કહેવું છે કે ડિમાન્ડ પેદા કરીને સરકાર ઇકોનોમીને બૂસ્ટ કરી શકે છે.


4 બેઠકોમાં દર વખતે ઘટ્યા ભાવ
હાલ કારોબારી વર્ષમાં RBI ના MPC 4 બેઠકોમાં દર વર્ષે રેટ કટ કરવાની જાહેરાત થઇ છે. આશા છે કે આ વખતે પણ રેપો રેટમાં ઘટાડો થઇ શકે છે. ગત વખતે રેપો રેટમાં 35 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. 

કરોડો ક્રેડિટ કાર્ડ યૂજર્સ માટે ખરાબ સમાચાર, આજથી બદલાઇ જશે આ નિયમ


1.10% ઘટ્યો રેટ
સમાચાર એજન્સી રોયટર્સના અનુસાર આ કારોબારી વર્ષમાં અત્યાર સુધી રેપો રેટ (Repo rate) માં 1.10 ટકા ઘટાડો થયો છે. હાલમાં રેપો રેટ (Repo rate) 5.40 ટકા છે. જો આરબીઆર તેમાં ઘટાડો કરશે તો આ 25 બેસિસ પોઇન્ટ ઘટીને 5.15 ટકા પર આવી જશે. 


5 ટકા સુધી આવવાની આશા
માર્કેટ એક્સપર્ટનું કહેવું છે કે આરબીઆઇ માર્કેટમાં ડિમાન્ડ વધારવા માટે આ કારોબારી વર્ષમાં Repo rate ઘટાડીને 5 ટકા પર લઇ જશે. શક્ય છે કે આરબીઆઇ ડીસેમ્બર મહિનામાં થનારી એમપીસીની બેઠકમાં વધુ એક ઘટાડો કરે. 

તહેવારની સીઝનમાં સમયસર ATM માંથી કાઢી લેજો પૈસા, આ મહિને 11 દિવસ બંધ રહેશે બેન્ક


સરકારે કોર્પોરેટ ટેક્સ ઘટાડ્યો
કેંદ્વ સરકારે ઇકોનોમીને બૂસ્ટ કરવા માટે તાજેતરમાં કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કર્યો છે. સરકારે તેને ઘટાડીને 22.5%  પર લઇ આવી હતી.