Bank Holidays: આગામી 40 દિવસમાં 16 દિવસ બેન્ક રહેશે બંધ, આ મહિને છે 12 રજા

બેન્કોની રજા કાલે એટલે કે બુધવાર, બે ઓક્ટોબરે ગાંધી જયંતિથી શરૂ થઈ રહી છે. ત્યારબાદ આ મહિને દશેરા, દિવાળી, ભાઈબીજ, ગોવર્ધનપૂજા પણ છે. આગામી મહિને ગુરૂનાનક જયંતીને કારણે બેન્કમાં વધુ એક દિવસની રજા રહેશે.

Bank Holidays: આગામી 40 દિવસમાં 16 દિવસ બેન્ક રહેશે બંધ, આ મહિને છે 12 રજા

નવી દિલ્હીઃ ઓક્ટોબર મહિનાની શરૂઆતની સાથે જ દેશના સૌથી મોટા તહેવારની સિઝન શરૂ થઈ ચુકી છે. તહેવારની સિઝનનો મતલબ ખુબ હરવુ-ફરવુ, ખુબ મસ્તી અનો શોપિંગ. જો તમે આવી યોજના બનાવી રહ્યાં છો તો આ જરૂર વાંચો. હકીકતમાં દેશમાં સૌથી મોટી તહેવારની સિઝન શરૂ થવાને કારણે આગામી દોડ મહિનામાં બેન્કોમાં પણ લાંબી રજાઓ રહેશે. આ કારણે આગામી દોઢ મહિનામાં 16 દિવસ સુધી બેન્ક બંધ રહેશે. આ મહિને 12 દિવસ સુધી બેન્કમાં રજા રહેશે. 

બે ઓક્ટોબરથી શરુ થઈ રહી છે રજા
બેન્કોની રજા કાલે એટલે કે બુધવાર, બે ઓક્ટોબરે ગાંધી જયંતિથી શરૂ થઈ રહી છે. ત્યારબાદ આ મહિને દશેરા, દિવાળી, ભાઈબીજ, ગોવર્ધનપૂજા પણ છે. આગામી મહિને ગુરૂનાનક જયંતીને કારણે બેન્કમાં વધુ એક દિવસની રજા રહેશે. વિશેષ કરીને સરકારી બેન્કોમાં લાંબી રજાને કારણે ઘણા કામ પ્રભાવિત થઈ શકે છે. તેવામાં બેન્કો સાથે જોડાયેલુ કામ ઝડપથી પૂરુ કરી લેવું. 

ખાલી થઈ શકે છે ATM 
એટલું જ નહીં રજાઓમાં ફરવાથી લઈને દિવાળીની તૈયારીઓ માટે પહેલાથી જ રોકડની વ્યવસ્થા કરી લો. આમ તો આજકાલ ડિજિટલ ચુકવણી દરેક જગ્યાએ ઉપલબ્ધ છે, છતાં રોકડની જરૂર પડી શકે છે. તહેવારની સિઝનમાં સામાન્ય રીતે એટીએમ ખાલી થઈ જાય છે. તેવામાં મહત્વના સમયે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. 

ઓક્ટોબરમાં બે લાંબી રજાઓ
ઓક્ટોબર મહિનામાં બે વખત બેન્કમાં લાંબી રજા રહેશે. પ્રથમ રજા મહિનાના પહેલા સપ્તાહમાં આવી રહી છે. પ્રથમ સપ્તાહમાં 6 ઓક્ટોબરે રવિવાર, 7 ઓક્ટોબર (સોમવારે)એ મહાનવમી અને 8 ઓક્ટોબર (મંગળવાર) દશેરાની રજા રહેશે. બીજી લાંબી રજા મહિનાના અંતમાં આવશે. મહિનાના અંતમાં 26 ઓક્ટોબરે ચોથો શનિવાર, 27 ઓક્ટોબરે રવિવાર તથા દિવાળી, 28 ઓક્ટોબરે ગોવર્ધન પૂજા, 29 ઓક્ટોબરે ભાઈબીજ અને 31 ઓક્ટોબરે સરદાર પટેલ જયંતીની રજા રહેશે. 

નવેમ્બરમાં પણ આવશે લાંબી રજા
બેન્ક અધિકારીઓ અનુસાર તેમાંથી કેટલિક એવી રજા છે જે રાજ્ય સરકારો દ્વારા નક્કી થાય છે. તેવામાં અલગ-અલગ રાજ્યો પ્રમાણે રજાની તિથિમાં પરિવર્તન થઈ શકે છે. ખાનગી બેન્કો તેમાંથી કેટલિક રજાઓ રાખતી નથી. આ રજાઓને હટાવી દેવામાં આવે તો પણ ઓક્ટોબર મહિનામાં નવ દિવસ તમામ બેન્કો બંધ રહેશે તે નક્કી છે. અહીં જે રજાઓ દર્શાવવામાં આવી છે તે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની નક્કી કરેલી રજાઓ છે. તેમાં સરદાર વલ્લભ ભાઈ પટેલની જયંતીની રજા માત્ર ગુજરાતમાં હોય છે. પરંતુ અન્ય રાજ્યોમાં પણ લાંબી રજા બાદ 30 તથા 31 ઓક્ટોબરે બેન્ક ક્લોઝિંગના કારણે કામ પ્રભાવિત થઈ શકે છે. ત્યારબાદ નવેમ્બરના બીજા સપ્તાહમાં પણ લાંબી રજા આવશે. નવેમ્બર મહિનાના બીજા સપ્તાહમાં 9 નવેમ્બરે બીજો શનિવાર, 10 નવેમ્બરે બીજો રવિવાર અને 11 નવેમ્બરે ગુરૂનાનક જયંતીની રજા રહેશે. 

ઓક્ટોબર માં રજાઓ

દિવસ    તારીખ        રજા

બુધવાર 02 ઓક્ટોબર  ગાંધી જયંતી

રવિવાર 06 ઓક્ટોબર  રવિવાર

સોમવાર 07 ઓક્ટોબર મહાનવમી

મંગળવાર 08 ઓક્ટોબર દશેરા

શનિવાર 12 ઓક્ટોબર બીજો શનિવાર

રવિવાર 13 ઓક્ટોબર રવિવાર

રવિવાર 20 ઓક્ટોબર રવિવાર

શનિવાર 26 ઓક્ટોબર ચોથો શનિવાર

રવિવાર 27 ઓક્ટોબર રવિવાર / દીપાવલી

સોમવાર 28 ઓક્ટોબર ગોવર્ધન પૂજા

મંગળવાર 29 ઓક્ટોબર ભાઈ બીજ

ગુરુવાર 31 ઓક્ટોબર  સરદાર વલ્લભભાઇ પટેલ જયંતી

રવિવાર 03 નવેમ્બર રવિવાર

શનિવાર 09 નવેમ્બર બીજો શનિવાર

રવિવાર 10 નવેમ્બર રવિવાર

સોમવાર 11 નવેમ્બર ગુરુ નાનક જયંતિ

(નોંધઃ આમાંથી કેટલિક રજાઓ અલગ-અલગ રાજ્યો પ્રમાણે નક્કી થાય છે. જેમ કે સરદાર પટેલ જયંતીની રજા માત્ર ગુજરાતમાં હોય છે.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news