RBI has Changed Loan Rule: ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ પર્સનલ લોનના નિયમોમાં ફેરફાર કર્યા છે અને તેને પહેલા કરતા વધુ કડક બનાવવામાં આવ્યા છે. આ પછી નવા વર્ષમાં એકસાથે ઘણી પર્સનલ લોન લેવા માંગતા લોકો માટે તે પડકારરૂપ બની શકે છે. ઓગસ્ટમાં જાહેર કરવામાં આવેલી નવી સૂચનાઓને લાગુ કરવા માટે 1 જાન્યુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો હતો અને હવે તે લાગુ થઈ ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

RBIએ કયા ફેરફારો કર્યા?
TOIના રિપોર્ટ અનુસાર અપડેટ કરાયેલા નિયમન હેઠળ હવે ધિરાણકર્તાઓએને લોન લેવાનાઓની ગતિવિધિની રિપોર્ડ ક્રેડિટ બ્યુરોને દર 15 દિવસે આપવી પડશે, જ્યારે અગાઉ તે એક મહિનાનો અંતરાલ હતો. રેકોર્ડ્સ વધુ વખત અપડેટ થવાથી ઋણ લેનારાઓને વધુ તપાસનો સામનો કરવો પડશે, જે એકસાથે ઘણી લોન લેવાની તકો ઘટાડશે. RBIએ જણાવ્યું હતું કે, રિપોર્ટિંગ સાયકલને નાની કરવાથી ધિરાણકર્તાઓના જોખમનું મૂલ્યાંકન કરવાની ક્ષમતામાં સુધારો થશે.


નથી ઈચ્છતો છતા માનવો પડશે સિલેક્ટર્સનો નિર્ણય! શું રોહિતનો ટેસ્ટ ક્રિકેટમાં THE END


વધુ સચોટ અને સમયસર ડેટા મળશે
ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપની CRIF હાઇ માર્કના ચેરમેન સચિન સેઠે જણાવ્યું કે, 'સમાન માસિક હપ્તા (EMIs) આખા મહિના દરમિયાન અલગ-અલગ તારીખે આવે છે. મહિનામાં એકવાર ડેટા રિપોર્ટ કરવાથી ડિફોલ્ટ્સ અથવા રિપેમેન્ટ્સ પર અપડેટ્સમાં 40 દિવસ સુધી વિલંબ થઈ શકે છે, જેના કારણે ક્રેડિટ મુલ્યાંકન માટે જૂની માહિતી થઈ શકે છે. 15-દિવસના રિપોર્ટિંગ સાઈકલ પર સ્વિચ કરવાથી આ વિલંબમાં નોંધપાત્ર ઘટાડો થશે. ધિરાણકર્તાઓને હવે વધુ સચોટ અને સમયસર ડેટાની ઍક્સેસ હશે.


અતિશય ઉધાર લેવા પર અંકુશ લાવવા મળશે મદદ
SBIના ચેરમેન સી.એસ. સેટીએ TOIને આપેલ એક ઈન્ટરવ્યૂમાં નવા ઋણધારકોએ ઘણા ધિરાણકર્તાઓ પાસેથી લોન લેવાના મુદ્દા વિશે વાત કરી હતી, જે ઘણીવાર તેમની પુન:ચુકવણી ક્ષમતાની બહાર હોય છે. તેમણે જણાવ્યું હતું કે SBIએ ઉધાર લેનારાઓની વર્તણૂકનું સ્પષ્ટ ચિત્ર પ્રદાન કરવા માટે વધુ વારંવાર અપડેટ કરવાનું સૂચન કર્યું છે. તેમણે કહ્યું કે, 'આ પગલું વ્યક્તિઓ દ્વારા વધુ પડતી ઉધાર લેવાને રોકવામાં મદદ કરશે.'


શિયાળામાં મોટી ઈલાયચી ખાવાના ગજબના છે ફાયદા, જાણો શું કહે છે એક્સપર્ટ


સચિન સેઠે એમ પણ કહ્યું કે, અલગ-અલગ નિયત તારીખો પર ઘણી લોન લેનારા ઋણ લેનારા હવે બે અઠવાડિયામાં સિસ્ટમમાં તેમની નાણાકીય પ્રવૃત્તિ જોશે. આ 'બ્લાઈન્ડ સ્પોટ્સ' ઘટાડે છે જ્યાં મહત્વપૂર્ણ ક્રેડિટ ડેટા દેખાતો નથી, ધિરાણકર્તાઓને વધુ માહિતગાર નિર્ણયો લેવામાં સક્ષમ બનાવે છે.