તમારી લોનનો EMI નહીં વધે, RBIએ રેપો રેટ અને રિવર્સ રેપો રેટ રાખ્યા યથાવત
રિઝર્વ બેંકે ચાલૂ નાણાકીય વર્ષમાં આર્થિક વૃદ્ધિ દરનો અનુમાન 7.4 ટકા પર યથાવત રાખ્યો છે. નાણાકીય વર્ષ 2019-20ની પ્રથમ છ માસિકમાં જીડીપી ગ્રોથ 7.5 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત છે. રિઝર્વ બેંકે ક્રેડિટ પોલિસીમાં SLR માં કાપ કર્યો છે. SLR 0.25 ટકા ઘટાડવામાં આવ્યો છે.
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ રેપો રેટમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. રેપો રેટને 6.50 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. તો બીજી તરફ રિવર્સ રેપો રેટમાં પણ કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. રિવર્સ રેપો રેટ 6.25 પર યથાવર રાખ્યો છે. તો બીજી તરફ CRR ને પણ આર્થિક પોલિસીમાં 4 ટકા પર સ્થિર રાખવામાં આવ્યો છે. તમને જણવી દઇએ કે MPC ના 6 સભ્યોમાંથી 5 સભ્યોએ વ્યાજદર ન વધારવાના પક્ષમાં વોટ કર્યા.
Debit Card થઇ જશે બેકાર, સ્માર્ટફોનના કેમેરા વડે ATM માંથી નિકાળી શકશો પૈસા
GDP ગ્રોથ અનુમાન સ્થિર રાખ્યો
રિઝર્વ બેંકે ચાલૂ નાણાકીય વર્ષમાં આર્થિક વૃદ્ધિ દરનો અનુમાન 7.4 ટકા પર યથાવત રાખ્યો છે. નાણાકીય વર્ષ 2019-20ની પ્રથમ છ માસિકમાં જીડીપી ગ્રોથ 7.5 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત છે. રિઝર્વ બેંકે ક્રેડિટ પોલિસીમાં SLR માં કાપ કર્યો છે. SLR 0.25 ટકા ઘટાડવામાં આવ્યો છે. હાલ SLR 19.25% થી ઘટાડીને 18 ટકા કરવામાં આવશે, દર ત્રિમાસિકમાં ચતૃથાંશના કાપ સાથે 18% લાવવાનું લક્ષ્ય છે.
નોકરીયાત લોકોને ટૂંક સમયમાં મળશે 'ડબલ' પેંશનની ભેટ, મળી ગઇ મંત્રાલયની મંજૂરી
મોંઘવારીનું લક્ષ્ય ઘટાડ્યું
આરબીઆઇએ આગામી 6 મહિના માટે મોંઘાવારી દરને લક્ષ્ય ઘટાડી દીધો છે. બીજા છ માસિક માટે મોંઘવારીનો લક્ષ્ય ઘટાડી દીધો છે. H2FY19 માટે મોંઘવારી અનુમાનને ઘટાડીને 2.7 ટકા રાખવામાં આવ્યો છે. તો બીજી તરફ આરબીઆઇની આર્થિક નીતિના સભ્યોનું કહેવું છે કે જરૂર પડશે તો આગળ વ્યાજદરોને વધારવામાં આવશે.
ડોલરના મુકાબલો રૂપિયાની બોલબાલી વધી, ઇરાન બાદ હવે આ દેશ પણ રૂપિયામાં કરશે લેણદેણ
પોલિસીમાં શું-શું થયું
H2Fy19 માટે મોંઘવારી અનુમાન ઘટાડીને 2.7 ટકા કર્યો
જરૂર પડશે તો આગળ વધારી શકાય છે આરબીઆઇ
ક્રૂડ ઓઇલના ભાવને લઇને અનિશ્વિતતા યથાવત
રાજ્ય, કેંદ્ર સરકારનો ખર્ચ વધતાં મોંઘવારી પર અસર સંભવ
ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઘટાડાથી ઓટો કંપનીઓના પરિણામ સુધરશે
MSPની મોંઘવારી પર કેટલી અસર થશે કહેવું મુશ્કેલ છે.