નવી દિલ્હી : ભારતીય રિઝર્વ બેંક (RBI)એ રેપોરેટને 6.50 ટકા પર યથાવત્ત રાખ્યો છે. રિવર્સ રેપોરેટમાં કોઇ પણ પરિવર્તન વગર તેને પણ 6.25 %યથાવત્ત રાખ્યો છે. MPCનાં 6 સભ્યો પૈકી 5 સભ્યોએ વ્યાજનાં દરોમાં કોઇ પણ પરિવર્તન નહી કરવાની ભલામણ કરી હતી. રિઝર્વબેંકે ચાલુ નાણાકીય વર્ષમાં આર્થિક વૃદ્ધિદરનું અનુમાન 7.4 ટકા પર યથાવત્ત રાખ્યું હતું. નાણાકીય વર્ષ 2019-20માં વૃદ્ધીદર 7.6 ટકા જેટલો રહી શકે છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અગાઉ સતત 2 મૌદ્રીક નીતિ સમીક્ષા દરમિયાન રેપોરેટમાં 0.25% વધારો કરવામાં આવ્યો હતો. ક્રૂડ ઓઇલનાં ભાવમાં સતત થઇ રહેલા વધારા અને ડોલર સામે નબળા પડી રહેલા રૂપિયાનાં કારણે મોંધવારી વધે તેવી શક્યતાઓને જોતા નિષ્ણાંતો દ્વારા અંદાજ લગાવાઇ રહ્યો હતો કે નીતિગત્ત દરોમાં વધારો થઇ શકે છે. 

વિકાસ મુદ્દે ચિંતા
RBIએ વિકાસ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. રિઝર્વ બેંકે પણ પોતાનાં વલણમાં પરિવર્તન કર્યું છે. આરબીઆઇએ નાણાકીય વર્ષ 2019 માટે જીડીપીનો ગ્રોથ રેટ 7.4 ટકા પર યથાવત્ત રાખ્યું છે. આરબીઆઇનાં અનુસાર જુલાઇ - સપ્ટેમ્બરમાં મોંઘવારીનો દર 4 ટકા અને ઓક્ટોબર-માર્ચમાં 3.9થી 4.5 ટકા પર રહેવાનું અનુમાન છે. એપ્રીલ-જુન 2019માં મોંઘવારીનો દર 4.8 રહેવાનું અનુમાન છે. આર્થિક વર્ષ 2019માં નાણાકીય નુકસન 3.3 ટકા રહેવાનું અનુમાન છે. 

પેટ્રોલ- ડિઝલમાં ઘટાડાનાં કારણે મળશે મદદ
સમિતીનાં પાંચ સભ્યોએ દર યથાવત્ત રાખવાનાં પક્ષમાં મતદાન કર્યું. માત્ર ચેતન ઘટેએ એકલા 0.25 ટકાનો વધારાનો પક્ષ લીધો. રિઝર્વ બેંકનાં ગવર્નર ઉર્જીત પટેલની અધ્યક્ષતામાં રહેલી સમિતીએ કહ્યું કે, સરકાર દ્વારા હાલમાં જ કરાયેલા ભાવ ઘટાડાનાં કારણે મોંઘવારીનાં દરમાં કોઇ વધારો- ઘટાડો નહી થાય માટે હાલ નીતિગત દરોમાં કોઇ પરિવર્તનની જરૂર નથી.