તમારી એક બેદરકારી પડશે મોંઘી..! શું તમારા પણ આધાર કાર્ડનો થઈ રહ્યો છે દૂરુપયોગ? આ રીતે કરો ચેક
Aadhar Card: આધાર કાર્ડ ભારતીય નાગરિકો માટે એક મહત્વપૂર્ણ ઓળખપત્ર છે. પરંતુ સ્કેમર હવે તેનો ઉપયોગ છેતરપિંડી કરવા માટે કરી રહ્યા છે. આજે અમે તમને એવી અમુક ટિપ્સ આપીશું જેની મદદથી તમે તે ચેક કરી શકો છે કે તમારા આધાર કાર્ડનો ઉપયોગ અન્ય કોઈ નથી કરી રહ્યું.
આધાર કાર્ડ
હાલમાં આધાર કાર્ડ ભારતના લોકો માટે એક મહત્વનું દસ્તાવેજ બની ગયું છે. 12-અંકના યૂનિક આધાર નંબરનો ઉપયોગ સરકારી સેવાઓ, બેંકિંગ સુવિધાઓ અને ટેલિકોમ કનેક્શનનો માટે થાય છે. આ દસ્તાવેજના કારણે અનેક સરકારી કામો સરળ બની ગયા છે. પરંતુ જો તેના ઉપયોગમાં સાવધાની રાખવામાં ન આવે તો તેનો દુરુપયોગ પણ થઈ શકે છે.
આ રીતે કરી શકો છો ટ્રેક
તાજેતરના કેટલાક કિસ્સાઓમાં પ્રકાશમાં આવ્યું છે કે ઠગબાજોએ આધાર કાર્ડનો ઉપયોગ કરીને લોકોને છેતર્યા છે. આધાર કાર્ડના દુરુપયોગને રોકવા માટે, યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે UIDAI વપરાશકર્તાઓને આધારના ઉપયોગને ટ્રેક કરવાની મંજૂરી આપે છે.
આધાર કાર્ડને દુરુપયોગથી બચાવો
આના દ્વારા તમે જાણી શકો છો કે તમારા આધારનો ક્યાં અને કેવી રીતે ઉપયોગ થઈ રહ્યો છે. આની મદદથી તમે તમારા આધાર કાર્ડને દુરુપયોગથી બચાવી શકો છો અને સમયસર પગલાં લઈ શકો છો. કારણ કે જો કોઈ અન્ય વ્યક્તિ તમારા આધાર કાર્ડનો ઉપયોગ કરી રહ્યું છે, તો તમારે ભવિષ્યમાં કાયદાકીય ગૂંચવણોનો સામનો કરવો પડી શકે છે.
આધાર કાર્ડનો ક્યાં ઉપયોગ થઈ રહ્યો છે
હવે સવાલ એ છે કે તમે કેવી રીતે જાણી શકશો કે તમારા આધાર કાર્ડનો દુરુપયોગ થઈ રહ્યો છે. તમે શું દુરુપયોગ થઈ રહ્યો છે તેની સીધી તપાસ કરી શકતા નથી. તમે જોઈ શકો છો કે તમારા આધાર કાર્ડનો ક્યાં ઉપયોગ થઈ રહ્યો છે. જેમ કે મુસાફરી, બેંકિંગ કે અન્ય કોઈ કામ.
આ રીતે કરો ચેક
સૌ પ્રથમ તમારે myAadhaar પોર્ટલ પર જવું પડશે. અહીં તમારે તમારો આધાર નંબર અને કેપ્ચા દાખલ કરવાના રહેશે. ત્યારબાદ આધાર સાથે જોડાયેલા તમારા મોબાઇલ નંબર પર એક OTP આવશે. આ દાખલ કર્યા પછી તમે લોગિન કરશો.
અહીં પર મળશે માહિતી
ત્યારબાદ તમને 'Authentication History'નો વિકલ્પ મળશે. તેના પર ક્લિક કર્યા પછી તમે જોઈ શકો છો કે કોઈ ચોક્કસ સમયગાળામાં આધાર કાર્ડનો ક્યાં ઉપયોગ કરવામાં આવ્યો છે. આ રીતે તમે જાણી શકો છો કે આધાર કાર્ડનો તમારા દ્વારા ક્યાં ઉપયોગ કરવામાં આવ્યો છે અને ક્યાં કોઈ અન્ય દ્વારા કરવામાં આવ્યો છે. જો તમને કંઈપણ શંકાસ્પદ જણાય તો તરત જ UIDAIને ફરિયાદ કરો.
અહીં પર કરી શકો છો ફરિયાદ
ફરિયાદ કરવા માટે તમે UIDAI ટોલ ફ્રી નંબર 1947 પર કોલ કરી શકો છો. આ ઉપરાંત તમે help@uidai.gov.in પર મેઈલ લખીને તમારી ફરિયાદ પણ નોંધાવી શકો છો. આ સિવાય UIDAI આધારનો દુરુપયોગ રોકવા માટે આધાર બાયોમેટ્રિક્સને લોક અને અનલોક કરવાનો વિકલ્પ આપે છે.
Trending Photos