મુંબઇ : કેન્દ્ર સરકારે લોકડાઉનને હવે 31 મે સુધી વધારી દીધું છે. એવામાં હવે ભારતીય રિઝર્વ બેંક (RBI) પણ લોનની ચુકવણી કરવા માટે મોરાટોરિયમને આગામી ત્રણ મહિના માટે વધારી શકે છે. ભારતીય સ્ટેટ બેંક દ્વારા બહાર પાડવામાં આવેલા એક રિસર્ચ રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હવે એકવાર ફરીથી આરબીઆઇ આગામી ત્રણમહિના માટે તેની જાહેરાત કરી શકે છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રવિવારે રાષ્ટ્રીય આપદા પ્રબંધન પ્રાધિકરણ (NDMA) એ કોરોના વાયરસનાં કારણે લોકડાઉન 4.0ને 31 મે સુધી કરી દીધું છે. વડાપ્રધાન સૌથી પહેલા 24 માર્ચે પહેલા લોકડાઉનની જાહેરાત કરી હતી. તે 21 દિવસ માટે હતું. ત્યાર બાદ 3 મે અને ત્યાર બાદ 17 મે સુધી વધારવામાં આવ્યું હતું. માર્ચમાં જ આરબીઆઇએ ત્રણ મહિના માટે લાગુ હતું. હવે જ્યારે લોકડાઉન 31 મે સુધી વધારી દીધું હતું અને તેવામાં આરબીઆઇ પણ ઝડપથી મોરાટોરિયમને વધારવા માટેની જાહેરાત કરી શકે છે.


5 હજાર રૂપિયાનું રોકાણ કરો અને મહિને 50000 રૂપિયાની કરો કમાણી, જાણો કઇ રીતે

ઓગષ્ટ સુધી લોન ન ભરવી પડે
જો આરબીઆઇ આ પ્રકારની જાહેરાત કરે છે તો પછી લોનના હપ્તા ભરવામાં ઓગષ્ટ 2020 સુધીની છુટ મળી જશે. જો કે  આટલા દિવસો સુધી હપ્તા નહી ભરી શકવાનાં કારણે લોકોને વ્યાજ ચુકવવું પડશે. કારણ કે આરબીઆઇ દ્વારા વ્યાજ ચુકવવાની મનાઇ હજી સુધી કોઇ પણ બેંકને કરી નથી.


3 માળનાં મકાનમાં લાગી આગ, તંત્ર પહોંચે તે પહેલા યમરાજ પહોંચ્યા 7 લોકોનાં મોત

હાલ લોનનો હપ્તો અને વ્યાજ જમા કરાવાની મળેલી છુટના કારણે અનેક લોકો જમા નથી કરાવી રહ્યા. જો કે હાલ જે નિયમ છે તેના અનુસાર જો કોઇ વ્યક્તિ કે કંપની સતત 90 દિવસ સુધી લોન ચુકવણી નથી કરતું તો તેનું ખાતુ એનપીએ કરી દેવામાં આવે છે. તેના કારણે ઉપરોક્ત વ્યક્તિ અથવા કંપનીનાં સીબિલ સ્કોર પર ખરાબ અસર પડે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube