3 માળનાં મકાનમાં લાગી આગ, તંત્ર પહોંચે તે પહેલા યમરાજ પહોંચ્યા 7 લોકોનાં મોત
Trending Photos
ગ્વાલિયર: ત્રણ માળનાં મકાનમાં 3 ભાઇઓ પોતાનાં પરિવાર સાથે રહેતા હતા. તેમનાં મકાનમાં પેઇન્ટની દુકાન હતી જેમાં આગ લાગી અને જોત જોતામાં ત્રણેય પરિવારોનાં સભ્યો આગમાં સળગી ગયા. ત્યા સુધી મદદ મળી, ત્યા સુધી આ આગમાં 7 લોકો જીવતા સળગી ગયા હતા જેમાં 3 તો નાના બાળકો હતા. આ હૃદય દ્રાવક ઘટના મધ્યપ્રદેશનાં ગ્વાલિયરની છે.
ગ્વાલિયરમાં ત્રણ માળનાં એક મહાનમાં ભીષણ આગ લાગવાનાં કારણે સાત લોકોને જીવતા સળગાવી દર્દનાક મોત થઇ ગયા જ્યારે ત્રણ અન્ય ગંભીર રીતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની સ્થિતી ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ દર્દનાક ઘટના ઇંદરગંજ પોલીસ સ્ટેશનથી માત્ર 50 મીટરના અંતર પર ઘટી. આગ કઇ રીતે લાગી, તેની માહિતી સમાચાર લખાયા ત્યાં સુધી સામે નથી આવ્યા.
મળતી માહિતી અનુસાર ગ્વાલિયરનાં ઇંદરગંજ ચાર રસ્તા નજીક એક ત્રણ માળનાં મકાનમાં આગ લાગી ગઇ જ્યાં ગોયલ પરિવાર રહે છે. હરિમોહન, જગમોહન અને લલ્લા ત્રણેય ભાઇઓનો પરિવાર અહીં જ રહે છે, જેમાં કુલ 16 લોકોનો સમાવેશ થાય છે. 30 વર્ષ જુના આ ત્રણ માળનાં મકાનમાં એક પેંટની દુકાન પણ છે જેમાં સોમવારે સવારે 10 વાગ્યા નજીક ભીષણ આગ લાગી ગઇ. દુકાનનાં ઉપરનાં માળમાં બનેલા મકાનમાં પરિવાર આગની લપટોમાં ફસાયેલા જોઇ શકાતા હતા. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું.
આ મુદ્દે માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડ અમલા ઘટના સ્થળે પહોંચી ગઇ અને આગમાં ફસાયેલા પરિવારને બચાવવાના પ્રયાસો કરવા લાગ્યું પરંતુ ત્યાં સુધીમાં સાત લોકોનાં જીવતા સળગી જવાના કારણે મોત નિપજ્યાં હતા. 16 લોકોનું રેસક્યું કરવામાં આવ્યા. આગના કારણે રૂમમાં ધુંમાડો ન ભરાય, તેના માટે સાઇડથી મકાનને જેસીબીથી તોડવામાં આવ્યું. આ આગમાં જીવતા મૃત્યુ પામનારા લોકોમાં શકુંતલા ગોયલ (60), આર્યન (10), શુભી (13), આરતી (37), પ્રિયંકા (33), આરાધ્યા (4) અને મધુ (55)નાં મોત થયા છે. એડિશનલ એસપીએ સાત લોકોનાં મોતની પૃષ્ટી કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે