RBIએ બેંક લોન મામલે કર્યો મોટો ધડાકો, તમારી બેંક લોન થઈ શકે છે મોંઘી
મોનિટરી પોલિસી કમિટીની આગામી બેઠકમાં લેવાઈ શકે છે મોટો નિર્ણય
નવી દિલ્હી : તમારી બેંક લોન હવે થોડી વધારે મોંઘી થઈ શકે છે. આરબીઆઇની આગામી મોનિટરી પોલિસી કમિટી (MPC)ની બેઠકમાં વ્યાજ દર વધારવાના મામલે નિર્ણય થઈ શકે છે. હાલમાં કેન્દ્ર સરકાર દાવો કરી રહી છે કે કાચા તેલની કિંમતમાં વધારો થવાથી દેશની અર્થ વ્યવસ્થા પર કોઈ નકારાત્મક અસર નહીં પડે. જોકે RBIની તૈયારી તો કંઈક અલગ જ ઇશારો કરે છે. એક્સપર્ટના મત પ્રમાણે 4થી 6 જૂન વચ્ચે થનારી આરબીઆઇની બેઠકમાં ક્રુડ તેલની કિંમતમાં વધારો મુખ્ય મુદ્દો બનશે. આ સાથે જ મોંઘવારી મામલે ચર્ચા થાય એવી સંભાવના છે. આ બેઠકમાં આરબીઆઇના ગવર્નર ઉર્જિત પટેલ વ્યાજ દરમાં વધારાનો નિર્ણય લે એવી પુરેપુરી સંભાવના છે.
કર્ણાટક : સરકાર ચલાવવા માટે બનશે સમન્વય સમિતી, ડેપ્યુટી સીએમના પદ મામલે નિર્ણય આજે
આરબીઆઇના સુત્રોએ આપેલી માહિતી પ્રમાણે એમપીસીની બેઠકમાં ક્રુડ તેલની કિંમત પર ચર્ચા થશે. આ સિવાય આરબીઆઇ ગવર્નર નાણા મંત્રાલય સાથે પણ ચર્ચા કરશે. એમપીસીની એપ્રિલમાં યોજાયેલી બેઠકમાં ઇશારો કરવામાં આવ્યો હતો કે જૂનમાં થનારી બેઠકમાં વ્યાજ દર વધારવામાં આવશે. આ સમયગાળા દરમિયાન કાચા તેલની કિંમતમાં પણ 20 ટકા જેટલો વધારો થયો છે અને એપ્રિલમાં રિટેલ મોંઘવારી પણ વધીને 4.58 ટકા પર પહોંચી ગઈ છે અને એ હજી પણ વધે એવી શક્યતા છે.
આગામી 3 દિવસમાં મોનસૂન પકડશે રફતાર, અહીં થશે ભારે વરસાદ
આરબીઆઇના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યે થોડા સમય પહેલાં જ કહ્યું હતું મોંઘવારી દરને સ્થિર બનાવવા માટે આરબીઆઇએ લોન મોંઘી કરવી જ પડશે. આ સંજોગોમાં વ્યાજ દર ઓછો થાય એવી કોઈ શક્યતા નથી. આ સિવાય સસ્તા પેટ્રોલ અને ડીઝલ માટે જનતા હજી રાહ જોવી પડશે કારણ કે સરકારે હાલમાં તો પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ નહીં ઘટે એવા સંકેત આપ્યા છે.