આરબીઆઈએ 100 રૂપિયાની નવી નોટ માર્કેટમાં ઉતારવાની શરૂઆત કરી દીધી છે. પર્પલ કલરની 100 રૂપિયાની નોટ હવે કેટલાક એટીએમમાંથી મળી રહી છે. તો ચર્ચા છે કે, આરબીઆઈ 100 રૂપિયાની નવી નોટ પણ લાવવાની છે. તે એક સ્પેશિયલ ફીચરલેસ 100 રૂપિયાની નોટ હશે. હવે જાણવા મળ્યું છે કે, આગામી વર્ષે થનારા લોકસભા ઈલેક્શન પહેલા તમારા ખિસ્સામાં પડેલી બાકીની નોટ પણ બદલાઈ શકે છે. 200, 500 અને 2000 રૂપિયાની નોટ પણ બદલવામાં આવશે. નોટ બદલવાનો મતલબ એ નથી કે, જૂની નોટ બંધ થઈ જશે. પંરતુ બંને પ્રકારની નોટનું ચલણ માર્કેટમાં રહેશે. જોકે, જો નવા ફીચર્સવાળા નોટનું ટ્રાયલ યોગ્ય રહેશે તો હાલના નોટની સિસ્ટમને ધીરે ધીરે ઓછી કરવામાં આવશે. નવી નોટને વાર્નિશ પેઈન્ટની સાથે માર્કેટમાં ઉતારવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનો પ્લાન છે કે, નોટોને વાર્નિશ કરીને માર્કેટમાં લાવવામા આવે. તેનાથી તે લાંબા સમય સુધી ચાલશે. આરબીઆઈની વાર્ષિક રિપોર્ટ 2017-18માં આ પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો કે, બેંક નોટ્સ બદલવાની જરૂર છે. જોકે, આ માત્ર ટ્રાયલ તરીકે હશે. આ પ્રકારનો ટ્રાયલ અન્ય દેશોમાં પણ અપનાવી ચૂકાયો છે. જોકે, આરબીઆઈ તરફથી હાલ તેની કોઈ પુષ્ટિ કરવામા આવી નથી. 


કેમ કરાશે બદલાવ
હકીકતમાં, 100 રૂપિયાની નવી નોટ પર વાર્નિશ પેઈન્ટ ચઢેલો હશે. આરબીઆઈ નોટના આ પ્રસ્તાવને મંજૂરી આપી શકે છે. તો 100ની નોટ બાદ 200, 500 અને 2000ની નોટ પર પણ વાર્નિશ પેઈન્ટ ચઢાવીને તેને ટ્રાયલ તરીકે માર્કેટમાં લાવવામાં આવશે. અમારી સહયોગી વેબસાઈટ Zeebiz.com મુજબ, સરકારની સાથે ચર્ચા બાદ આરબીઆઈ ભારતીય બેંક નોટ્સમાં બદલાવ કરવાની તૈયારી કરી રહ્યું છે. આરબીઆઈના પ્રસ્તાવ મુજબ, અન્ય દેશોમાં કરાયેલો નોટની આવરદા વધારવાનો આ પ્રયાસ સફળ રહ્યો છે. 


હાલની નોટથી કેટલો ડિફરન્સ હશે
વાર્નિશ પેઈન્ટ વાળી નવી નોટ હાલની નોટના મુકાબલે બે ગણી વધુ ટકશે. જોકે, તેની ડિઝાઈન બિલકુ હાલની નોટની જેમ જ હશે. નવી નોટ પણ ગાંધી સીરિઝની રહેશે. બસ, તેની લાઈફ વધારવા ઉપર વાર્નિશ પેઈન્ટ કરવામાં આવશે. 


RBI એજન્ડામાં પહેલેથી સામેલ હતું
વાર્નિશ પેઈન્ટવાળા બેંક નોટ્સ લાવવાનો પ્રસ્તાવ આરબીઆઈના એજન્ડમાં પહેલાથી સામેલ છે. આરબીઆઈની વાર્ષિક રિપોર્ટ 2016-17ની કરન્સી મેનેજમેન્ટ ચેપ્ટરમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. RBIના 2017-18ના એજન્ડમાં પ્રોક્યોરમેન્ટ ઓફ કરન્સી વેરીફિકેશન એન્ડ પ્રોસેસિંગ સિસ્ટમ (CVPS)/Shredding and Briquetting Systems (SBS) ઉપરાંત નવી સીરિઝના બેંક નોટ  જાહેર કરવાનું હતું. સાથે જ વાર્નિશ બેંક નોટ્સ પણ લોન્ચ કરવું તેના એજન્ડામાં સામેલ હતું.



ઈલેક્શન પહેલા નોટ બદલવાની તૈયારી
આરબીઆઈ સાથે જોડાયેલ સૂત્રોના જણાવ્યા અનુસાર, સૌથી પહેલા 100 રૂપિયાના વાર્નિશ નોટ લાવવામાં આવશે. ત્યાર બાદ 200, 500 અને 2000ની નોટ પણ આ ફિચર્સની સાથે લાવવામાં આવશે. આગામી વર્ષે થનારા ઈલેક્શન પહેલા આ નોટોમાં બદલાવ કરી શકાય છે. જોકે, અધિકારીક પુષ્ટિ માટે આરબીઆઈની જાહેરાતની રાહ જોવી પડશે. પરંતુ સૂત્રોનું કહેવું છે કે, આરબીઆઈએ તેની તૈયારી કરી લીધી છે. 


ઈલેક્શન પહેલા જ કેમ
હકીકતમાં, હંમેશા ઈલેક્શન પહેલા કે ઈલેક્શન દરમિયાન રૂપિયાની તંગી જોવા મળે છે. આ દરમિયાન એટીએમ અને બેંકમાં કેશની તંગી જોવા મળે છે. ઈલેક્શન દરમિયાન માર્કેટમાંથી કેશ ગાયબ થઈ જાય છે. હાલમાં જ આવેલ આરબીઆઈના એક રિપોર્ટ મુજબ, ગત ઈલેક્શન દરમિયાન પણ રૂપિયાની તંગી જોવા મળી હતી. તો ઈલેક્શન પહેલા આ નોટને લાવવાથી તેનું ટેસ્ટિંગ પણ થઈ જશે.