UPI યુઝર્સ માટે RBIની મોટી જાહેરાત, પેમેન્ટ કરવા માટે PIN ની જરૂર નહીં પડે!
Reserve Bank of India: જો તમે UPI યુઝર છો તો તમે UPI Lite નો ઉપયોગ કરી શકો છો. UPI દ્વારા દરરોજના ટ્રાંજેક્શનની મર્યાદા એક લાખ રૂપિયા છે. બીજી તરફ, UPI લાઇટ યુઝર્સ મહત્તમ રૂ. 500 પ્રતિ ટ્રાન્ઝેક્શન કરી શકે છે.
UPI Lite Limit: જો તમે UPI યુઝર છો તો આ સમાચાર તમને ખુશ કરી દેશે. રિઝર્વ બેંક દ્વારા UPI લાઇટ યુઝર્સ માટે ટ્રાન્ઝેક્શન લિમિટ 200 રૂપિયાથી વધારીને 500 રૂપિયા કરવામાં આવી છે. UPI લાઇટ સપ્ટેમ્બર 2022 માં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) અને RBI દ્વારા રજૂ કરવામાં આવી હતી. આ UPI પેમેન્ટ સિસ્ટમનું સરળ વર્જન છે.
એજન્ટને એક પણ રૂપિયો આપ્યા વિના કેનેડા જવું છે તો કરો આ પ્રોસેસ,ઝંઝટ વિના પહોંચી જશો
અમેરિકા અને કેનેડા કરતાં આ દેશો છે ગુજરાતીઓ માટે બેસ્ટ : સરળતાથી મળે છે એન્ટ્રી
Jobs 2023: 12 પાસ માટે GSRTC બંમ્પર ભરતી, જાણો A TO Z માહિતી
મર્યાદા રૂપિયા 200 થી વધારીને રૂપિયા 500 કરવામાં આવી
યુપીઆઈ લાઇટ (UPI Lite) આ હેતુ માટે શરૂ કરવામાં આવી હતી જેથી કરીને જો બેંક તરફથી પ્રોસેસિંગ નિષ્ફળ જાય તો વપરાશકર્તાઓને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન પડે. તમને જણાવી દઈએ કે જો તમે UPI યુઝર છો તો તમે UPI Lite નો ઉપયોગ કરી શકો છો. UPI થી દરરોજના વ્યવહારોની મર્યાદા એક લાખ રૂપિયા છે. બીજી તરફ, UPI લાઇટ યુઝર્સ મહત્તમ રૂ. 500 પ્રતિ ટ્રાન્ઝેક્શન કરી શકે છે. પહેલા આ મર્યાદા 200 રૂપિયા હતી.
પોસ્ટ ઓફિસની છે આ શ્રેષ્ઠ ફિક્સ ડિપોઝિટ યોજના, આટલા મહિનામાં જ પૈસા ડબલ
દહીમાં આ વસ્તુ મિક્સ કરીને સ્નાન કરવાની દૂર થશે આર્થિક તંગી, નોટોથી છલકાશે તિજોરી
'Twitter એ એકાઉન્ટમાં 20 લાખ મોકલ્યા, યુઝર્સ ખુશ': તમે પણ કમાઈ શકો છો
આ સિવાય આરબીઆઈ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, યુપીઆઈ લાઇટ દ્વારા નિઅર-ફીલ્ડ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને UPIમાં ઑફલાઇન ચુકવણી શરૂ કરવામાં આવશે. MPCમાં લેવાયેલા નિર્ણય વિશે માહિતી આપતા RBI ગવર્નરે જણાવ્યું હતું કે યુઝર્સ માટે ડિજિટલ પેમેન્ટના અનુભવને વધારવા માટે નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનો પ્રસ્તાવ છે. UPI લાઇટ દ્વારા ઑફલાઇન ચુકવણી કરી શકાય છે. દાસે જણાવ્યું કે આ પહેલ પછી દેશમાં ડિજિટલ પેમેન્ટની પહોંચ વધુ વધારશે.
શું ખરેખરમાં પાણીપુરી ખાવાથી મોંઢાના ચાંદા ઠીક થઇ જાય છે? આ છે સાચો જવાબ
ઓળખો છો કોણ છે આ સાત સમુંદર પાર ગર્લ....સોશિયલ મિડીયા પર મચાવી રહી છે ધૂમ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube