S.G.હાઈવે જ નહીં! ગોતામાં મકાનો મોંઘા! નવી જંત્રીના લિસ્ટમાં છે ત્રીજા નંબરે, જાણો તમારા એરિયામાં શું છે ભાવ?

Jantri Price Hike In Gujarat : નવી જંત્રીના ભાવ વધ્યા બાદ અમદાાદના પ્રોપર્ટી માર્કેટમાં જબરદસ્ત તોતિંગ ઉછાળો આવશે. અમદાવાદના અલગ અલગ વિસ્તારના ભાવમાં કેટલો ફરક પડશે તેનું રેટ કાર્ડ નીચે આપવામાં આવ્યું છે.

S.G.હાઈવે જ નહીં! ગોતામાં મકાનો મોંઘા! નવી જંત્રીના લિસ્ટમાં છે ત્રીજા નંબરે, જાણો તમારા એરિયામાં શું છે ભાવ?

Ahmedabad Property Market: છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન રિયલ એસ્ટેટ બિઝનેસમાં બમ્પર તેજી નોંધાઈ છે. જેના કારણે ગુજરાતમાં અમદાવાદ સહીત દેશના અનેક મહાનગરો અને મોટા શહેરોમાં ફ્લેટ-મકાનો અને પ્લોટ મોંઘાદાટ થઈ ગયા છે. આ વર્ષે અમદાવાદમાં મકાનો અને ફ્લેટ ખુબ મોંઘા થયા છે. અમદાવાદમાં તમામ એરિયાની વાત કરીએ તો ખાસ વાત એ છે કે ઘર અને ફ્લેટની કિંમતમાં સૌથી વધુ વધારો એસજી હાઈવે પર થયો છે. એસજી હાઈવે બાદ વસ્ત્રાપુર અને ગોતા વિસ્તારમાં હવે ફ્લેટ- ઘર કે પ્લોટ ખરીદવા માટે લોકોએ પહેલા કરતા ઘણા વધુ પૈસા ખર્ચવા પડશે. હવે અમદાવાદમાં એક ચોરસ મીટર માટે તમારે 37000 થી 45000 રૂપિયા ખર્ચવા પડશે. 

મિલકત પરના દરમાં સીધો 100થી 200 ટકાનો વધારો
ગુજરાતમાં હવે ઘરનું ઘર વસાવવાનું સપનું મોંઘું બની રહ્યું છે. ગુજરાત સરકારે જંત્રીના ભાવમાં તોતિંગ વધારો ઝીંકતા હવે પ્રોપર્ટીના ભાવ આસમાને જશે. મકાનો મોંઘા બનશે. જંત્રીમાં મિલકત પરના દરમાં સીધો 100 થી 200 ટકાનો વધારો થયો છે. હવેથી મકાન ચૂકવવા તમારે વધારે રૂપિયા ચૂકવવા પડશે. 

ત્રીજા નંબરે સૌથી વધુ ભાવ ગોતામાં!
ગુજરાત સરકારે જંત્રીમાં કરેલા નવા વધારા બાદ જો તમે એસજી હાઈવે પર એક પ્લોટ ખરીદવા જશો તો એક ચોરસ મીટર માટે 100000 હજાર ખરીદવા પડશે, એ જ રીતે ફ્લેટમાં 45000 હજાર અને કોમર્શિયલ માટે 1,12,500 ખર્ચવા પડશે. ત્યારબાદ વસ્ત્રાપુર એરિયાની વાત કરીએ તો એક પ્લોટમાં ચોરસ મીટર દીઠ ભાવ 65000 હજાર ખર્ચવા પડશે, જ્યારે ફ્લેટમાં 33,450 અને કોમર્શિયલમાં 83,625 રૂપિયા ખર્ચવા પડશે. આખા શહેરમાં ત્રીજા નંબરે ગોતાનો વિસ્તાર આવી રહ્યો છે. ગોતામાં તમે એક પ્લોટ ખરીદવા જશો તો ચોરસ મીટર દીઠ ભાવ 63000 હજાર રૂપિયા છે, જ્યારે ફ્લેટમાં 32,790 અને કોમર્શિયલમાં 81,975 રૂપિયા ખર્ચવા પડશે. 

આજ રીતે અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં નવી જંત્રી પ્રમાણે કેટલો ખર્ચ કરવો પડશે તેની વિગતવાર માહિતી આપવામાં આવી છે.

property_zee.jpg

1 એપ્રિલ, 2025 થી નવી જંત્રીના ભાવ અમલમાં આવશે. આ કારણે ગુજરાતમાં પ્રોપર્ટીના ભાવ વધી જશે. મકાન બનાવવા કે જમીન ખરીદવી મોંઘી બની જશે. નવી જંત્રી અમલમાં આવતા જ ચૂકવવાના થતા નાણાંમાં 100 થી 200 ટકાનો વધારો થશે. નવી જંત્રી મુજબ, બમણા કે ત્રણ ગણા ભાવ ચૂકવવા પડશે. હવે તેની સીધી અસર એ થશે કે કોમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્રોપર્ટી ખરીદનારાઓને માથે બિલ્ડર્સ અને ડેવપલપર્સ વધારાનો બોજ નાંખશે. જોકે, કેટલાક તજજ્ઞોનું કહેવું છે કે, એક જ એરિયામાં ટીપી એરિયા અને નોન ટીપી એરિયાના ભાવમાં તફાવત જોવા મળ્યો છે. ત્યારે અમદાવાદના વિવિધ વિસ્તારના ભાવમાં જંત્રીમાં આવેલા વધારાથી કેટલો તફાવત જોવા મળશે તે જોઈએ. 

જંત્રીના ભાવમાં કરાયો વધારો
મહેસુલ વિભાગે એપિલ-૨૦૨૩માં જ વર્ષ ર૦૧૧ની જંત્રીના દરો બમણા કર્યા હતા. જે હાલમાં અમલમાં છે. હવે પછી અમલમાં આવનારા સુચિત જંત્રીના ડ્રાફ્ટમાં એપિલ- 2023ના રેટના સાપેક્ષમાં સાત મહાનગરોમાં સરેરાશ દોઢથી ચારગણા રેટ વધારવામાં આવ્યા છે. જ્યારે ગામિણક્ષેત્રમાં આ વધારો બેથી અઢી ગણો હોવાનો પ્રાથમિક અંદાજ છે. વેબસાઈટ પર ઉપલબ્ધ ડ્રાફ્ટના પાથમિક આકલન મુજબ નવા રેટને કારણે ગુજરાતમાં અમદાવાદનો SG હાઈવે સિંધુ ભવન રોડ ઉપર સૌથી વધુ પતિ ચોરસ મીટરે રેટ સૂચવાયા છે. અલબત્ત અત્યં વિકસિત એવા છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના અનેક સર્વે નંબરમાં જંગી રેટમાં કોઈ પણ પ્રકારનો વધારો પણ થયો નથી : પ્રાપ્ત માહિતી અનુસાર ૩૦ દિવસમાં વાપાં સુચનોને આપારે જિલ્લા કમિટીઓના પ્રથ્થકરણ અહેવાલો ભાદ રાજ્ય સરકાર સંભવત ૧લી એપ્રિલ ૨૦૨૫થી નવી જેવી અમલમાં મુકી શકે તેમ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news