નવી દિલ્હી: 8 નવેમ્બર 2016ની રાતે નોટબંધીની જાહેરાત કરાઈ હતી. આ નોટબંધીને દોઢ વર્ષ વીતી ચૂક્યું છે. નોટબંધીને લઈને જાત જાતની વાતો સામે આવી છે. કોઈને તેના કારણે પરેશાનીનો સામનો કરવો પડ્યો તો કેટલાકે તેને સારું પગલું ગણાવ્યું. પરંતુ હવે જે આંકડા સામે આવી રહ્યાં છે તે ચોક્સપણે કેન્દ્ર સરકાર માટે સારા સમાચાર છે. આ દોઢ વર્ષ દરમિયાન કેશ ટ્રાન્ઝેક્શનમાં લગભગ 60 ટકાનો વધારો નોંધાયો છે. જેમાં સૌથી વધુ ફાળો ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી ખરીદી કરનારાનો છે. આ આંકડાથી એ તો સ્પષ્ટ છે કે નોટબંધી બાદથી લોકો ડિજિટલ ટ્રાન્ઝેક્શન તરફ વળ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

RBIના રિપોર્ટમાં થયો ખુલાસો
મોદી સરકાર માટે સારા સમાચાર છે કે નવેમ્બર બાદથી સતત ઈલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શન વધ્યા છે. તેનાથી સરકારના કેશલેસ ઈકોનોમી બનાવવાના સપનાને પણ બુસ્ટ મળી રહ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના લેટેસ્ટ રિપોર્ટ મુજબ માર્ચ 2018માં 109 કરોડ 80 લાખ ઈલેક્ટ્રોનિક પેમેન્ટ થયા છે જ્યારે નવેમ્બર 2016માં 67 કરોડ 15 લાખ ટ્રાન્ઝેક્શન થયા હતાં. જો કે જાન્યુઆરી 2018માં રેકોર્ડબ્રેક 112 કરોડ 23 લાખ ટ્રાન્ઝેક્શન નોંધાયા હતાં.


તમારા 'આધાર કાર્ડ' સાથે લિંક છે બીજા કોઇનો મોબાઇલ, જાણો કેવી રીતે ખબર પડશે?


ડેબિટ/ક્રેડિટ કાર્ડનો સૌથી વધુ થયો ઉપયોગ
ડેબિટ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ઘણા સમયથી થતો આવ્યો છે. ખાસ કરીને નોકરીયાતો તેનો ઉપયોગ કરે છે. પરંતુ નોટબંધી બાદથી અચાનક તેના ઉપયોગમાં વધારો નોંધાયો છે. આરબીઆઈના રિપોર્ટ મુજબ કુલ કેશલેસ ટ્રાન્ઝેક્શનમાં કાર્ડ્સની ભાગીદારી 22 ટકા છે. માર્ચ 2018માં 24 કરોડ 71 લાખ ટ્રાન્ઝેક્શન પીઓએસ મશીન પર ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી થયા છે.


કયા માધ્યમથી કેટલા થયા ટ્રાન્ઝેક્શન


ટ્રાન્ઝેક્શન ભાગીદારી 
   
કુલ ટ્રાન્ઝેક્શન 109.80 કરોડ
ડેબિટ અથવા ક્રેડિટ  કાર્ડ 24.71 કરોડ
NACH (નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ 19.91 કરોડ
UPI 17.12 કરોડ
USSD 15.61 કરોડ
મોબાઈલ બેંકિંગ 10.25 કરોડ
IMPS 9.92 કરોડ
CTS 9.18 કરોડ
   

UPI ટ્રાન્ઝેક્શન ઝડપથી વધી રહ્યાં છે
સરકારે નોટબંધી બાદ યૂનાઈટેડ પેમેન્ટ ઈન્ટરફેસ (યુપીઆઈ)ની શરૂઆત કરી હતી. તેને પ્રોત્સાહન આપવા માટે ભીમ એપ પણ લોન્ચ કરી હતી. આ સાથે સાથે તમામ બેંકોની મોબાઈલ/ઈન્ટરનેટ બેંકિંગને તેની સાથે જોડી. UPIના ચલણની અસર હવે પૂરી રીતે જોવા મળી રહી છે. RBIના જણાવ્યાં મુજબ નવેમ્બર 2016માં જ્યાં લગભગ 3 લાખ ટ્રાન્ઝેક્શન યૂપીઆઈથી થયા ત્યાં માર્ચ 2018માં તે વધીને 15 કરોડ 17 લાખ થયા.


એપ અને વોલેટથી પણ ટ્રાન્ઝેક્શન વધ્યા
દેશમાં 8 નવેમ્બર 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીની જાહેરાત કરી હતી. ત્યારબાદથી ડિજિટલ લેવડદેવડ વધી છે. સંસદના નાણાકીય સ્થાયી સમિતિને સોંપવામાં આવેલા રિપોર્ટમાં એ વાતનો ઉલ્લેખ છે કે UPI-BHIM, IMPS, મોબાઈલ વોલેટ અને ડેબિટ કાર્ડ દ્વારા લોકો પહેલા કરતા વધુ ડિજિટલ પેમેન્ટ કરી રહ્યાં છે. રિપોર્ટમાં એ વાત સામે આવી છે કે રોજબરોજના કામમાં ડિજિટલ પેમેન્ટનું ચલણ વધ્યું છે.


કેશલેસ ઈકોનોમીનું સપનું થશે પૂરું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીની જાહેરાત વખતે કહ્યું હતું કે દેશને કેશલેસ ઈકોનોમી તરફ લઈ જવો છે. નાણામંત્રી અરુણ જેટલી પણ વારંવાર તે અંગે જણાવે છે. આ માટે સિસ્ટમમાં કેશનો ઉપયોગ ઓછો કરવામાં આવે. આરબીઆઈના વાર્ષિક રિપોર્ટથી મોદી સરકારના આ સપનાને બળ મળતું જોવા મળી રહ્યું છે. કારણ કે નવા નોટ કે એમ કહીએ કે બજારમાં કેશ આવવા છતાં લોકો સતત કેશલેસ ટ્રાન્ઝેક્શન પર ભાર મૂકી રહ્યાં છે.