Rs 2000 Withdrawal: જો તમારી પાસે હજુ પણ ચલણમાંથી બહાર થઇ ચૂકેલી 2000 રૂપિયાની નોટ બચી છે, તો આ સમાચાર તમારા માટે છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) તરફથી 2000 રૂપિયાની નોટ પર એક મોટું અપડેટ આવ્યું છે. RBI દ્વારા કહેવામાં આવ્યું છે કે ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવેલી 2000 રૂપિયાની નોટ પોસ્ટ ઓફિસમાંથી પણ બદલી શકાય છે. રિઝર્વ બેંકે તેની વેબસાઈટ પર FAQ ના એક ગ્રુપમાં જણાવ્યું હતું કે લોકો તેમના બેંક ખાતામાં રકમ મેળવવા માટે કોઈપણ પોસ્ટ ઓફિસમાંથી તેની 19 પ્રાદેશિક કચેરીઓમાંથી કોઈપણને 2,000 રૂપિયાની નોટ મોકલી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

12 વર્ષની ઉંમરે રણજીમાં ડેબ્યૂ, કોણ છે Vaibhav Suryavanshi લોકો કહે છે બિહારનો 'સચિન


આરબીઆઈની પ્રાદેશિક કચેરીમાં હજુ પણ લોકોની લાઇનો
આ માટે એક અરજી ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે અને નોંધો કોઈપણ પોસ્ટ ઓફિસ સુવિધામાંથી આરબીઆઈ ઓફિસમાં મોકલવાની રહેશે. આ ફોર્મ આરબીઆઈની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. વાસ્તવમાં, લોકો હજુ પણ 2,000 રૂપિયાની નોટ બદલવા માટે આરબીઆઈની પ્રાદેશિક કચેરીમાં લાઇનોમાં ઉભા છે. આરબીઆઈના FAQ મુજબ, વ્યક્તિ પોસ્ટ ઓફિસની સુવિધા સાથે રિઝર્વ બેંકની 19 ઓફિસમાં એક સમયે 20,000 રૂપિયાની મર્યાદા સુધીની નોટો બદલી શકે છે.


રાહતના સમાચાર: સસ્તું થયું પેટ્રોલ-ડીઝલ, ઘરેબેઠા જાણો તમારા શહેરનો ભાવ
નાણામંત્રી પાસે આ વખતે 'આશા' લગાવીને બેઠા છે ટેક્સપેયર્સ, બસ જોઇએ આ 4 પ્રકારની છૂટ


મે મહિનામાં ચલણમાંથી બહાર કરવાનો લીધો નિર્ણય
RBIએ ગયા વર્ષે મે મહિનામાં 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. નવેમ્બર 2016માં ડિમોનેટાઈઝેશન સમયે આ નોટ પહેલીવાર જારી કરવામાં આવી હતી. આરબીઆઈએ કહ્યું હતું કે રૂ. 2,000ની નોટો પાછી ખેંચવાનો નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો હતો કારણ કે આમાંની મોટાભાગની નોટોએ તેમનું અપેક્ષિત આયુષ્ય પૂર્ણ કરી લીધું છે અને લોકો પણ તેનો વ્યવહારમાં વધુ ઉપયોગ કરી રહ્યા નથી.


સ્ટેજ પરથી ઉતર્યા અને પોલીસકર્મીને ચોડી દીધો તમાચો, BJP ના ધારાસભ્યનો વીડિયો વાયરલ
New Rules: WhatsApp ની ફ્રી સેવા ખતમ! હવે પૈસા ખર્ચીને કરવો પડશે ઉપયોગ


મે 2023 સુધીમાં ચલણમાં રહેલી રૂ. 2,000ની 97.38 ટકાથી વધુ નોટો પાછી ખેંચી લેવામાં આવી છે. જો કે હવે બેંક શાખાઓમાં આ નોટો બદલવા કે જમા કરવાની મંજૂરી નથી, પરંતુ આરબીઆઈએ વૈકલ્પિક માધ્યમો પ્રદાન કર્યા છે.


LPG cylinder બુક કરતાં જ મળશે 50 લાખનો વીમો, આ રીતે કરી શકાય છે ક્લેમ
LPG Gas: ગેસના બાટલાની પણ હોય છે એક્સપાયરી ડેટ, આજે જ આ રીતે ચેક કરો સિલિન્ડર