રાહતના સમાચાર: સસ્તું થયું પેટ્રોલ-ડીઝલ, ઘરેબેઠા જાણો તમારા શહેરનો ભાવ

Today Petrol Diesel Price: ઓઇલ કંપનીઓ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર બાદ ઘણા રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

રાહતના સમાચાર: સસ્તું થયું પેટ્રોલ-ડીઝલ, ઘરેબેઠા જાણો તમારા શહેરનો ભાવ

Today Petrol Diesel Price: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં વધઘટ વચ્ચે સપ્તાહનો અંતિમ દિવસ લોકો માટે રાહતના સમાચાર લઈને આવ્યો છે. શનિવારે જ્યારે ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કર્યો ત્યારે યુપી, બિહાર, રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો હતો. તમને જણાવી દઈએ કે રાષ્ટ્રીય તેલ કંપનીઓ દરરોજ સવારે 6 વાગ્યે તેલના ભાવમાં ફેરફાર કરે છે.

યુપી-બિહાર, રાજસ્થાન સહિત આ રાજ્યોમાં સસ્તું થયું પેટ્રોલ 
ઓઈલ કંપનીઓ દ્વારા શનિવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કર્યા બાદ યુપીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. તેલના ભાવમાં ફેરફાર બાદ રાજ્યની રાજધાની લખનઉમાં એક લિટર પેટ્રોલની કિંમત 96.47 રૂપિયા અને ડીઝલની કિંમત 89.76 રૂપિયા છે. તો બીજી તરફ બિહારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 6 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આજે પટનામાં પેટ્રોલની કિંમત 107.30 રૂપિયા અને ડીઝલની કિંમત 94.09 રૂપિયા છે. જ્યારેરાજસ્થાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. તમને જણાવી દઈએ કે રાજસ્થાનમાં શુક્રવારે ઈંધણના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.

મહાનગરોનો ભાવ
દિલ્હીઃ પેટ્રોલ રૂ. 96.72 અને ડીઝલ રૂ. 89.62 પ્રતિ લીટર
કોલકાતા: પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર
મુંબઈઃ પેટ્રોલ રૂ. 106.31 અને ડીઝલ રૂ. 94.27 પ્રતિ લીટર
ચેન્નાઈઃ પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર

દરેક રાજ્ય અલગ-અલગ ભાવ કેમ?
દરેક શહેરમાં પેટ્રોલના દર અલગ-અલગ હોવાનું કારણ એ રાજ્યોમાં વસૂલાતો ટેક્સ છે. રાજ્ય સરકારો વિવિધ રાજ્યોમાં અલગ-અલગ દરે ટેક્સ વસૂલ કરે છે. સાથે જ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને નગરપાલિકાઓ પાસે પણ દરેક શહેર પ્રમાણે વેરો હોય છે. આ શહેર પ્રમાણે બદલાય છે, જેને સ્થાનિક બોડી ટેક્સ પણ કહેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે દરેક મ્યુનિસિપલ કોર્પોરેશનના આધારે અલગ-અલગ ટેક્સ પણ લાદવામાં આવે છે.

ઘરે બેઠા જાણો ભાવ 
એસએમએસ મોકલીને તમે ઘરે બેઠા પેટ્રોલ અને ડીઝલના ભાવ જાણી શકો છો. જો તમે ઈન્ડિયન ઓઈલના ગ્રાહક છો, તો RSP અને તમારો સિટી કોડ લખો અને તેને 9224992249 નંબર પર મોકલો, BPCL ગ્રાહકે RSP અને સિટી કોડ લખીને 9223112222 નંબર પર મોકલવાનો રહેશે. આ પછી તમને એસએમએસ દ્વારા તમામ માહિતી આપવામાં આવશે. HPCL ગ્રાહકોએ HP પ્રાઇસ અને સિટી કોડ લખીને 9222201122 પર મોકલવાનો રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news