નવી દિલ્હીઃ ભારતીય લોકોના નિરાશાવાદી વલણમાં ઘટાડો થયો છે. તેની સાથે જોડાયેલો એક સર્વે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ કરાવ્યો હતો. જેમાં સામે આવ્યું કે, લોકોને હવે તેનો પગાર વધવા, કિંમત ઘટવા અને ભવિષ્યમાં નોકરી મળવાની આશા વધી ગઈ છે. ભારતીયોનું આ આશાવાદી વલણ 2018માં થયેલા કન્ઝ્યુમર કોન્ફિડન્સ સર્વેમાં સામે આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરબીઆઈના સર્વે પ્રમાણે, વર્તમાનની વાત કરીએ તો લોકો હજુ નિરાશાવાદી છે. પરંતુ ભવિષ્યને લઈને તેના વિચારમાં ફેરફાર આવ્યો છે. રોજગાર અને સામાન્ય આર્થિક સ્થિતિને લઈને તેઓ આશાઓથી ભરેલા છે. સામાનની કિંમતોને લઈને પણ લોકોનું વલણ સકારાત્મક છે. સર્વેમાં સામેલ વધુ પડતા લોકોએ સ્વીકાર્યું કે, 2018માં તેની આવકમાં ફેરફાર ન થયો પરંતુ તેને ભવિષ્યમાં વધારો થાય તેવો વિશ્વાસ છે. 


આ સર્વે આશરે 13 મોટા શહેરોમાં કરાવવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદ, બેંગલુરૂ, ભોપાલ, ચેન્નઈ, દિલ્હી, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, કોલકત્તા, લખનઉ, પટના અને થિરૂવનંતપુરમ સામલે છે. સર્વેમાં કુલ 5347 લોકો પાસેથી તેના મનની વાત જાણવામાં આવી હતી. તેમાં તેને સામાન્ય આર્થિક સ્થિતિ, રોજગર અને પોતાની આવક અને ખર્ચને લગતા સવાલ પૂછવામાં આવ્યા હતા. 


વાંચો વ્યાપારના અન્ય સમાચાર