નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) 100 ની નવી નોટ (Rs.100 Currency) લાવવા જઈ રહી છે. ખાસ વાત એ છે કે નવી નોટ ચળકતી હશે અને તે ખૂબ ટકાઉ પણ રહેશે. વાર્નિશવાળી આ નોટ પ્રથમ ટ્રાયલ તરીકે જાહેર કરવામાં આવશે. બાદમાં તેને મોટા પાયે શરૂ કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન તો ફાટશે, ન પાણીમાં ખરાબ થશે
RBI એ તેના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું છે કે વાર્નિશ પેન્ટ થવાને કારણે નવી નોટ ન તો ફાટશે કે ન પાણીમાં ખરાબ થશે. તેથી, આ નોટને વધુ કાળજીપૂર્વક રાખવાની જરૂર રહેશે નહીં. ખરેખર, રિઝર્વ બેંકે દર વર્ષે લાખો-કરોડો રૂપિયાના ગંધા અથવા ફાટેલી નોટો રિપ્લેશ કરવી પડે છે. વિશ્વના ઘણા દેશો આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે પ્લાસ્ટિકની નોટોનો ઉપયોગ કરે છે. હવે ભારતીય રિઝર્વ બેંકે પણ તેનો પ્રયાસ કરવાનો નિર્ણય લીધો છે.


આ પણ વાંચો:- આ સરકારી કંપની આપી રહી છે 2 કરોડ જીતવાની તક, તમારે માત્ર બસ આટલું કરવાનું રહશે


દૃષ્ટિહીન લોકો માટે નોટમાં કરવામાં આવશે ફેરફાર
આ નોટની ડિઝાઈન પણ ખાસ હશે, જેથી દૃષ્ટિહીન લોકો પણ તેને સરળતાથી ઓળખી શકે. આ સિવાય નોટોની ક્વોલિટીમાં સુધારો કરવા માટે આરબીઆઈએ મુંબઇમાં બેંક નોટ ક્વોલિટી એસ્યોરેન્સ લેબોરેટરીની સ્થાપના પણ કરી છે.


આ પણ વાંચો:- 1 જૂનથી બદલાઈ જશે તમારું જીવનઃ Banking, Income Tax થી માંડીને Gmail સહિતના નિયમો બદલાશે


દેશમાં વધી છે નકલી નોટો
વાર્ષિક અહેવાલમાં 100 નવી નોટો ઉપરાંત આરબીઆઈએ ઘણી મહત્વપૂર્ણ માહિતી આપી છે. એવું કહેવામાં આવ્યું છે કે દેશમાં ગત વર્ષની તુલનામાં નકલી નોટોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. 10 ની નકલી નોટો 20.2 ટકા, 20 ની નકલી નોટ 87.2 ટકા અને 50 ની નકલી નોટો 57.3 ટકા પકડાઇ છે. 500 અને 2,000 ની નકલી નોટો પણ ઝડપાઇ છે. પરંતુ નોટબંધી પછી બહાર પાડવામાં આવેલી 500 રૂપિયાની બનાવટી નોટોમાં 121.10 ટકા અને 2000 રૂપિયાની નકલી નોટોમાં 21.9 ટકાનો જથ્થો જોવા મળ્યો છે. તે જ સમયે, 100 ની નકલી નોટોમાં ઘટાડો થયો છે, જે હવે ઘટીને માત્ર 7.5 ટકા થઈ ગયો છે. આ કારણ છે કે તાજેતરમાં જ 100 નવી નોટો જાહેર કરવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube