Real Estate Business: ક્યાં છે પૈસાની તંગી?, એનસીઆરના બિલ્ડરે 1 વર્ષમાં વેચી દીધી 13,000 કરોડની પ્રોપર્ટી
Real Estate Business: ગુડગાંવના રિયલ એસ્ટેટ ડેવલપર M3M એ અત્યાર સુધીના સૌથી વધુ વેચાણનો રેકોર્ડ બનાવ્યો છે. નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન કંપનીએ રૂ. 13,000 કરોડની મિલકતો વેચી દીધી છે. જે એક વર્ષ અગાઉ કરતાં 113% નો વધારો દર્શાવે છે.
નવી દિલ્હીઃ કેટલાક અર્થશાસ્ત્રીઓ વારંવાર એમ કહી રહયા છે કે અર્થવ્યવસ્થાની સ્થિતિ સારી નથી. જેના માટે તેઓ દેશની આર્થિક નીતિઓને દોષ આપે છે. તેમનું કહેવું છે કે નોટબંધીથી તો માત્ર બિઝનેસની કમર તૂટી ગઈ. પરંતુ કોરોનાએ તો ઉદ્યોગ અને વેપારને બરબાદ કરી દીધો છે. જોકે અત્યારે અમે તમારી સાથે જે આંકડાઓ શેર કરી રહ્યા છીએ તે તમારી આંખો પહોળી કરી દેશે. દિલ્હી-એનસીઆરમાં એક બિલ્ડરે એક વર્ષમાં જ 13,000 કરોડ રૂપિયાની પ્રોપર્ટી વેચી. બિલ્ડર M3M ઇન્ડિયા છે, જેનું હેડ ક્વાર્ટર ગુડગાંવમાં છે.
અત્યાર સુધીનું શ્રેષ્ઠ વેચાણ:
M3M ઇન્ડિયાએ જે ગતિએ પ્રોપર્ટીના વેચાણની નોંધણી કરી છે તેને કારણે તે દેશમાં સૌથી ઝડપથી વિકસતા રિયલ એસ્ટેટ ડેવલપર્સ પૈકીનું એક બની ગયું છે. કંપની પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ 2022-23 દરમિયાન 13,000 કરોડ રૂપિયાની પ્રોપર્ટીનું વેચાણ કર્યુ છે. જેમાં રહેણાંક અને કમર્શિયલ બંને મિલકતોનો સમાવેશ થાય છે. જે એક વર્ષ પહેલા કંપનીએ રૂ. 6,100 કરોડની પ્રોપર્ટી વેચી હતી. જો એક વર્ષ પહેલાના વેચાણની સરખામણી કરવામાં આવે તો આ વર્ષે કંપનીએ 113% વધુ વેચાણ કર્યું છે.
ગયા વર્ષે 10 મિલિયન ચોરસ ફૂટ જગ્યાનું વેચાણ:
M3M ઇન્ડિયાએ નાણાકીય વર્ષ 2022-23માં લગભગ 10 મિલિયન ચોરસ ફૂટ જગ્યા વેચવા માટે સોદા કર્યા છે. એક વર્ષ અગાઉ કંપનીએ 5.5 મિલિયન ચોરસ ફૂટ જગ્યા વેચી હતી. તેનો અર્થ એ થયો કે ગયા વર્ષે કંપનીએ એક વર્ષ અગાઉની સરખામણીમાં લગભગ 81% વધુ જગ્યા વેચી છે. ગયા વર્ષે કંપનીએ રેસિડેન્શિયલ અને કમર્શિયલ વર્ટિકલ્સ બંનેમાં 6380 યુનિટ્સનું વેચાણ કરીને રેકોર્ડ પણ બનાવ્યો છે. જો વાર્ષિક ધોરણે જોવામાં આવે તો તે 60% થી વધુની વૃદ્ધિ દર્શાવે છે. FY22 માં કંપનીએ બંને સેગમેન્ટમાં 4017 એકમોનું વેચાણ કર્યું હતું.
સોનાના ભાવમાં જબરદસ્ત કડાકો, લગડી-દાગીના લેવાનું વિચારતા હોવ તો જાણો લેટેસ્ટ રેટ
ફોર્મ 16 વગર આઈટી રિટર્ન ભરી શકાય? જો હા...તો શું છે તેની પ્રોસેસ, ખાસ જાણો
શું હવે પ્રોપર્ટી અને સોનું પણ આધાર સાથે લિંક કરવા પડશે? મંત્રાલયો પાસે મંગાયા સૂચનો
રહેણાંક જગ્યા 9,300 કરોડમાં વેચાઈ:
કંપનીએ ગયા વર્ષે રૂ. 9307 કરોડની રહેણાંક મિલકતો વેચી છે. જો ગયા વર્ષના વેચાણ ડેટા સાથે સરખામણી કરવામાં આવે તો તે 131% કરતા વધુની વેચાણ વૃદ્ધિ દર્શાવે છે. કંપનીએ સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન કમર્શિયલ સ્પેસના વેચાણમાં પણ 78%ની વૃદ્ધિ હાંસલ કરી છે. ગયા વર્ષે કંપનીએ રૂ. 3,693 કરોડની કમર્શિયલ સ્પેસ વેચી હતી. નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન કંપનીએ રેસિડેન્શિયલ સેગમેન્ટમાં રૂ. 4,022 કરોડ અને કમર્શિયલ સેગમેન્ટમાં રૂ. 2,078 કરોડનું વેચાણ કર્યું હતું.
યુપીમાં રૂ. 7,500 કરોડનું રોકાણ:
M3M એ તાજેતરમાં પૂર્ણ થયેલ UP ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2023માં ઉત્તર પ્રદેશમાં રૂ. 7,500 કરોડના રોકાણનું વચન આપ્યું છે. ઉત્તર પ્રદેશમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે જાહેર કરાયેલું આ સૌથી વધુ રોકાણ છે. તેની પ્રતિબદ્ધતાને જાળવી રાખતાં કંપનીએ રાજ્યમાં રૂ. 3,300 કરોડના રોકાણની જાહેરાત કરી છે. M3M પર FY22 ના અંતે રૂ. 1,873 કરોડનું દેવું હતું, જેમાંથી કંપનીએ પહેલાથી રૂ. 1,369 કરોડ રૂપિયાની ચૂકવણી કરી ચૂકી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube