નવી દિલ્હી : વૈશ્વિક સ્તરે નબળા વલણ તેમજ સ્થાનીય આભુષણ નિર્માતાઓના ઠંડા પ્રતિભાવને કારણે સોનાની કિંમત 50 રૂપિયા તુટીને 30,840 રૂ. પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. જોકે, ઔદ્યોગિક એકમ તથા સિક્કા બનાવનારાઓના વલણને કારણે ચાંદીની કિંમત 5 રૂ. વધીને 39,325 રૂ. પ્રતિ કિલો થઈ ગઈ છે. બિઝનેસના એક્સપર્ટના મત પ્રમાણે ડોલર મજબૂત થવાને કારણે તથા ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વૃદ્ધિની આશામાં અમેરિકન ટ્રેઝરી રિટર્નમાં વૃદ્ધિ સાથે સોનાના મામલે વૈશ્વિક વલણ નરમ બન્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૈશ્વિક સ્તરે સિંગાપોરમાં સોનું  0.27 ટકા ઘટીને 1,220.70 ડોલર પ્રતિ ઔંસ તથા ચાંદીનો ભાવ 0.10 ટકા ઘટાડાની સાથે 15.32 ડોલર પ્રતિ ઔંસ રહી. આ સિવાય સ્થાનિક સોની તેમજ રિટેલ વેપારીઓની માગણીમાં થયેલી ઘટાડાને લીધે ઘરેલુ માર્કેટમાં સોનાની કિંમત નીચે આવી છે. રાષ્ટ્રીય રાજધાનીમાં 99.9 તેમજ 99.5 ટકા શુદ્ધતાવાળા સોનાની કિંમત 50-50 ઘટીને ક્રમશ: 30,840 રૂ. અને 30,690 રૂ. પ્રતિ 10 ગ્રામ રહી છે. સોનામાં કુલ 80 રૂ.નો ઘટાડો થયો છે. જોકે ગિનીનો ભાવ 24,700 રૂ. પ્રતિ એકમ આઠ ગ્રામ યથાવત રહ્યો છે. 


આ સિવાય ચાંદી તૈયારની કિંમત 5  રૂ. વધીને 39,325 રૂ. કિલો તથા સાપ્તાહિક આધાર પર ડિલિવરી 20 રૂ. વધીને 38,390 રૂ. કિલો રહી છે. ચાંદીના સિક્કાના ભાવ લેવાલ 74,000 રૂ. તેમજ વેચવાલી 75,000 રૂ. પ્રતિ 100 એકમ પર સ્થિર રહ્યો હતો. 


બિઝનેસના લગતા સમાચાર જાણવા કરો ક્લિક...