Vehicle Scrapping Policy: જો તમારી પાસે જૂની કાર હોય તો ખાસ તમારા માટે છે આ સમાચાર, ખિસ્સા પર વધુ બોજા માટે રહો તૈયાર
Vehicle Scrapping Policy: જો તમે દિલ્હી-NCRમાં રહેતા હોવ અને તમારી પાસે જૂની ગાડીઓ હોય તો રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC) ની એક્સપાયરી તરત ચેક કરી લો. કારણ કે 1 ઓક્ટોબરથી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ રિન્યૂઅલ મોંઘુ થઈ જશે.
નવી દિલ્હી: Vehicle Scrapping Policy: જો તમે દિલ્હી-NCRમાં રહેતા હોવ અને તમારી પાસે જૂની ગાડીઓ હોય તો રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC) ની એક્સપાયરી તરત ચેક કરી લો. કારણ કે 1 ઓક્ટોબરથી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ રિન્યૂઅલ મોંઘુ થઈ જશે. જૂની ગાડીઓને રસ્તાઓ પરથી હટાવવા માટે નાણાકીય વર્ષ 2021-22ના બજેટમાં વ્હીકલ સ્ક્રેપિંગ પોલીસી લાવવાની જાહેરાત થઈ હતી. જેમાં 20 વર્ષ જૂના ખાનગી વાહનો અને 15 વર્ષ જૂના કોમર્શિયલ વાહનોનો ફિટનેસ ટેસ્ટ જરૂરી કરવામાં આવ્યો છે. હવે રોડ પરિવહન મંત્રાલય(Road Transport Ministry) એ એક નવું નોટિફિકેશન બહાર પાડ્યું છે.
RC રિન્યૂઅલ, ફિટનેસ સર્ટિફિકેટ લેવું મોંઘુ પડશે
સરકારે સેન્ટ્રલ મોટર વ્હીકલ (સંશોધન) નિયમ, 2021 બહાર પાડ્યો છે. આ નિયમ 1 ઓક્ટોબર 2021થી લાગુ થશે. જેમાં ગાડીઓના સ્ક્રેપેજ સર્ટિફિકેટ, ફિટનેસ સર્ટિફિકેટ, અને તેના રજિસ્ટ્રેશન રિન્યૂઅલ નિયમોની સાથે સાથે ફી અંગે પણ જાણકારી આપવામાં આવી છે. તેમા જણાવવામાં આવ્યું છે કે જો વાહનનું રજિસ્ટ્રેશન સ્ક્રેપ કરવા માટે સર્ટિફિકેટ લેવાયું છે, ત્યારે એવી સ્થિતિમાં નવી ગાડી ખરીદવા માટે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ઈશ્યુ કરવા માટે ફી લેવામાં નહીં આવે.
જો તમે 1 ઓક્ટોબર અગાઉ સ્ક્રેપેજ સર્ટિફિકેટ ન લીધુ તો તમને જૂની ગાડી પર મળનારું ઈન્સેન્ટિવ પણ નહીં મળે. આ સાથે જ RC ને રિન્યૂ કરાવવું કે ફિટનેસ સર્ટિફિકેટ લેવું પણ મોંઘુ પડશે. આ તમામ પ્રકારની ખાનગી અને કોમર્શિયલ ગાડીઓ એમ બંનેને લાગુ થશે.
મોટર સાઈકલ
નવું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ લેવા માટે 300 રૂપિયા થશે. જ્યારે રિન્યૂ કરવા માટે 1000 રૂપિયા ખર્ચવા પડશે.
થ્રી વ્હીલર/Quadricycle
નવા રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ માટે 600 રૂપિયા થશે જ્યારે રિન્યૂ માટે 2500 રૂપિયા આપવા પડશે.
હળવા વાહનો (Light motor vehicle)
નવા રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ માટે 600 રૂપિયા, જ્યારે રિન્યૂ કરાવવા માટે 5000 રૂપિયા આપવા પડશે.
ઈમ્પોર્ટેડ ગાડી(Imported motor vehicle)- ચાર પૈડા કે તેથી વધુ માટે
નવા રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ માટે 2500 રૂપિયા જ્યારે રિન્યૂ કરાવવા માટે 10,000 રૂપિયા લાગશે.
ધ્યાન રાખજો કે જો રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ સ્માર્ટ કાડ ટાઈપ હશે તો તેને લેવા માટે કે રિન્યૂ કરાવવા માટે તમારે 200 રૂપિયા વધુ આપવા પડશે. આ ઉપરાંત જો રજિસ્ટ્રેશન સર્ટિફિકેટના રિન્યૂઅલમાં મોડું થયું તો મોટરસાઈકલ માટે દર મહિનાની રીતે 300 રૂપિયા વધારાના આપવા પડશે. બાકી ગાડીઓ માટે 500 રૂપિયા વધારાનો ચાર્જ લાગશે.
ફિટનેસ સર્ટિફિકેટનો ટેસ્ટિંગ પણ મોંઘો
15 વર્ષ જૂના વાહનો માટે ગ્રાન્ટ અને ફિટનેસ સર્ટિફિકેટના રિન્યૂઅલ માટે ટેસ્ટ કરાવવાના ચાર્જ પણ મોંઘા કરાયા છે.
1. મેન્યુઅલ મોટરસાઈકલ માટે 400 રૂપિયા આપવા પડશે જ્યારે ઓટોમેટેડ માટે 500 રૂપિયા ચાર્જ લાગશે.
2. મેન્યુઅલ હળવા વાહનો, થ્રી વ્હીલર્સ માટે 800 રૂપિયા ફી જ્યારે ઓટોમેટેડ માટે 1000 રૂપિયા નક્કી કરાયા છે.
3. મધ્યમ વાહન/પેસેન્જર મોટર વ્હીકલ- મેન્યુઅલ માટે 800 રૂપિયા અને ઓટોમેટેડ માટે 1300 રૂપિયા આપવા પડશે.
4. ભારે વાહન/પેસેન્જર મોટર વ્હીકલ- મેન્યુઅલ માટે 1000 રૂપિયા જ્યારે ઓટોમેટેડ માટે 1500 રૂપિયા લાગશે.
ફિટનેસ સર્ટિફિકેટ રિન્યૂઅલ મોંઘુ થશે
15 વર્ષ જૂની ગાડીઓના ફિટનેસ સર્ટિફિકટ રિન્યૂઅલ અને ગ્રાન્ટ માટે આ પ્રકારે ચાર્જ થશે
1. મોટરસાઈકલ માટે 1000 રૂપિયા
2. થ્રી વ્હીલર કે quadricycle માટે 3500 રૂપિયા
3. હળવા વાહનો માટે 7500 રૂપિયા
4. Medium goods/પેસેન્જર મોટર વ્હીકલ માટે 10,000 રૂપિયા
5. Heavy goods/ પેસેન્જર મોટર વ્હીકલ માટે 12500 રૂપિયા
જો એક્સપાયર થયા બાદ ફિટનેસ સર્ટિફિકેટ લેવામાં આવ્યું તો એક્સપાયરી બાદથી પ્રતિ દિવસ 50 રૂપિયાનો વધારાનો ચાર્જ વસૂલવામાં આવશે.
આ 8 બેન્કમાં જો તમારું ખાતું હોય તો ફટાફટ બ્રાન્ચનો સંપર્ક કરો, નહીં તો વધશે તમારી મુશ્કેલી!
Big News: 2000 રૂપિયાની નોટ પર સરકારનો મોટો ખુલાસો! જો તમારી પાસે હોય તો ખાસ વાંચો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube