આ 8 બેન્કમાં જો તમારું ખાતું હોય તો ફટાફટ બ્રાન્ચનો સંપર્ક કરો, નહીં તો વધશે તમારી મુશ્કેલી!

પહેલી એપ્રિલ 2021થી આ આઠ બેન્કોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે.

જો તમારું એકાઉન્ટ આ 8 સરકારી બેન્કોમાં હશે તો પહેલી એેપ્રિલ પહેલા તમે તમારી બેન્ક બ્રાન્ચની મુલાકાત જરૂર લઈ લેજો. કારણ કે પહેલી એપ્રિલ 2021થી આ આઠ બેન્કોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષમાં દેશની અનેક બેન્કોનું અન્ય બેન્કોમાં વિલય કરવામાં આવ્યો છે. એક એપ્રિલથી નવું નાણાકીય વર્ષ શરૂ થશે આથી ત્યારબાદ બેન્કોમાં બેન્કિંગ સિસ્ટમ પણ બદલાઈ જશે. 

શું ફેરફાર થશે

1/7
image

1 એપ્રિલથી ગ્રાહકોની જૂની ચેકબેક, પાસબુક અને ઈન્ડિયન ફાઈનાન્શિયલ સર્વિસ કોડ (IFSC) ઈનવેલિડ થઈ જશે. અત્યાર સુધી ગ્રાહકો જૂની બેન્કના આઈએફએસસી કોડનો ઉપયોગ કરતા હતા. પહેલી એપ્રિલથી આ બેન્કોના ગ્રાહકોએ નવા આઈએફએસસી કોડનો ઉપયોગ કરવાનો રહેશે. આ કોડ જે બેન્કોમાં નાની બેન્કનો વિલય થયો છે તે બેન્ક પાસેથી મળશે. જો ગ્રાહક એક એપ્રિલથી નવા આઈએફએસસી કોડ નહીં લે તો તેમને પૈસા ટ્રાન્સફર કરવામાં અને ડિપોઝિટ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. જો કે ગ્રાહકો બેન્કમાં જઈને પૈસા જમા કે ટ્રાન્સફર કરી શકે છે. 

કઈ બેન્કોમાં બદલાશે નિયમ

2/7
image

દેના બેન્ક, વિજયા બેન્ક, ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ, યુનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયા, સિન્ડિકેટ બેન્ક, આંધ્રા બેન્ક, કોર્પોરેશન  બેન્ક અને ઈલાહાબાદ બેન્કનો હાલમાં જ અન્ય બેન્કોમાં વિલય કરી દેવાયો છે. 

કેવી રીતે મેળવશો નવો IFSC કોડ

3/7
image

જે બેન્કમાં તમારી જૂની બેન્કનો વિલય થયો છે તમારે તે બેન્ક પાસેથી નવો IFSC કોડ લેવો પડશે. તમે તમારી નવી બેન્કની અધિકૃત વેબસાઈટ પર જઈને પણ તમારો નવો IFSC કોડ લઈ શકો છો. 

ચેકબુક પણ મેળવવી પડશે

4/7
image

આ આઠ બેન્કોની જૂની ચેકબુક પણ કામની રહેશે નહીં. એક એપ્રિલથી આ 8 બેન્કોના જૂના ચેકથી ચૂકવણી બંધ થઈ જશે. આથી માર્ચ મહિનામાં ચેકબુક પણ બદલાવી લેજો. આ 8 બેન્કો પોતાના ગ્રાહકોને સતત મેસેજ અને મેઈલ દ્વારા નવી ચેકબુક, પાસબુક, IFSC કોડ અને MICR કોડ માટે અપીલ કરી રહી છે.   

8 બેન્કનો થયો વિલય

5/7
image

છેલ્લા બે વર્ષમાં દેશની 8 સરકારી બેન્કોનું અસ્તિત્વ સમાપ્ત થઈ ગયું છે. આ બેન્કોનો બીજી સરકારી બેન્કોમાં વિલય કરી દેવાયો છે. દેના બેન્ક અને વિજયા બેન્કનો બેન્ક ઓફ બરોડામાં વિલય કરાયો છે. ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ અને યુનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયાનો પંજાબ નેશનલ બેન્કમાં વિલય કરાયો છે. કેનેરા  બેન્કમાં સિન્ડિકેટ બેન્કનો વિલય કરાયો છે. જ્યારે આંધ્ર બેન્ક અને કોર્પોરેશન બેન્કનો યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયામાં વિલય કરાયો છે. સરકારી બેન્ક અલાહાબાદ બેન્કનો ઈન્ડિયન બેન્કમાં વિલય થયો છે.   

સિન્ડિકેટ બેન્કના ગ્રાહકોને થોડી રાહત

6/7
image

માત્ર સિન્ડિકેટ બેન્કને બાદ કરતા તમામ બેન્કના ચેકબુક 31 માર્ચ 2021 બાદ અમાન્ય થઈ જશે. સિન્ડિકેટ બેન્કના જૂના ચેક 30 જૂન 2021 સુધી માન્ય રહેશે. મર્જ થઈ ચૂકેલી અન્ય બેન્કોના ગ્રાહકો હાલ ચેકબુક, પાસબુકથી માત્ર 31 માર્ચ સુધી જ કામ ચલાવી શકશે. આ માટે 8 બેન્કોના ગ્રાહકોને સલાહ અપાઈ છે કે તેઓ તરત શાખામાં જાય અને નવી ચેકબુક માટે અરજી કરે. બેન્કોનું કહેવું છે કે અરજી મળ્યા બાદ લગભગ અઠવાડિયામાં નવી ચેકબુક છપાઈને આવી જશે. 

આ બેન્કોની ચેકબુક 1 એપ્રિલથી ઈનવેલિડ

7/7
image

જે બેન્કોની ચેકબુક એક એપ્રિલથી ઈનવેલિડ થઈ જશે તેમાં દેના બેન્ક, વિજયા બેન્ક, ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ, યુનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયા, સિન્ડિકેટ બેન્ક, આંધ્રા બેન્ક, કોર્પોરેશન બેન્ક અને અલાહાબાદ બેન્ક સામેલ છે. આ બેન્કોના વિલય બાદ હવે 31 માર્ચ પછી તેમની જૂની ચેકબુક ચાલશે નહીં. આથી એક એપ્રિલ પહેલા નવી ચેકબુક મેળવી લેજો.