નવી દિલ્હીઃ LIC Investment In Adani Stocks: અદાણી સમૂહ (Adani Groups) ના શેરમાં રોકાણની ચિંતાઓ વચ્ચે કેન્દ્ર સરકારે સંસદ ( Parliament) સફાઈ આપી છે. સરકારે સંસદને જણાવ્યું કે વીમા કંપની એલઆઈસી ( Life Insurance Corporation)એ કહ્યું કે, તે રોકાણ કરતા સમયે તમામ નિયમોનું કડક રીતે પાલન કરે છે. ભારતીય જીવન વીમા નિગમ તરફથી અદાણી સમૂહની કંપનીઓમાં રોકાણને લઈને સતત સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે અને સરકાર ઉપર રાજકીય હુમલા પણ કરવામાં આવી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યસભામાં બીજેપી સાંસદ સુશીલ કુમાર મોદી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના લેખિત જવાબમાં, નાણા રાજ્ય મંત્રી ભગવત કરાડે જણાવ્યું હતું કે એલઆઈસીએ જાણ કરી છે કે તેના તમામ રોકાણો વીમા અધિનિયમ, 1938 અને IRDAIના વૈધાનિક માળખાનું કડક પાલન કરે છે. ઇન્વેસ્ટમેન્ટ રેગ્યુલેશન્સ, 2016. હાથ ધરવામાં આવે છે અને તે કંપનીની ગવર્નન્સ સિસ્ટમ દ્વારા માર્ગદર્શન આપે છે. તેમણે કહ્યું કે LIC એ પણ સ્પષ્ટ કર્યું છે કે તેના રોકાણો સંબંધિત મોટાભાગની માહિતી પહેલાથી જ સાર્વજનિક રીતે ઉપલબ્ધ છે.


આ પણ વાંચોઃ 'વિનાશકારી ભૂકંપથી તુર્કિએ-સીરિયામાં 2.3 કરોડ લોકો પ્રભાવિત,' WHOનો મોટો દાવો


30 જાન્યુઆરી, 2023ના રોજ, LIC એ અદાણી ગ્રૂપની કંપનીઓમાં રોકાણની સ્પષ્ટતા કરતું નિવેદન બહાર પાડ્યું હતું. LIC એ જણાવ્યું છે કે છેલ્લા ઘણા વર્ષોમાં તેણે અદાણી ગ્રૂપની કંપનીમાં રૂ. 30,129 કરોડના શેર ખરીદ્યા છે, જેનું બજાર મૂલ્ય 27 જાન્યુઆરી, 2023ના બંધ ભાવના આધારે રૂ. 56,142 કરોડ છે. LIC અનુસાર, અદાણી જૂથની કંપનીઓમાં 31 ડિસેમ્બર 2022 સુધી શેર અને દેવું સહિત તેના રોકાણનું કુલ મૂલ્ય રૂ. 35917.31 કરોડ હતું. અને અત્યાર સુધીમાં અદાણી જૂથમાં LICનું કુલ રોકાણ રૂ. 36,474.78 કરોડ છે.


LICએ જણાવ્યું હતું કે અદાણી ગ્રૂપ પાસે તેની કુલ એસેટ અંડર મેનેજમેન્ટની બુક વેલ્યુના માત્ર 0.975 ટકા છે. LICની કુલ સંપત્તિ અંડર મેનેજમેન્ટ 41.66 લાખ કરોડ રૂપિયા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube