દેશની સૌથી વેલ્યુએબલ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL) 5 સપ્ટેમ્બરે 1:1 રેશિયોમાં બોનસ શેર આપવા પર વિચાર કરશે. બિઝનેસના વિસ્તાર અને મજબૂત ફાઈનાન્શિયલ પરફોર્મન્સ જોતા કંપનીએ આ જાહેરાત કરી છે. આ અંગે મુકેશ અંબાણીએ રિલાયન્સ એજીએમમાં જાણકારી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોનસ શેર
મુકેશ અંબાણીના નેતૃત્વવાળી દેશની સૌથી વેલ્યુએબલ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 47મી વાર્ષિક સામાન્ય બેઠક (Reliance AGM) માં મોટી જાહેરાત કરવામાં આવી છે. બપોરે 2 વાગે મુકેશ અંબાણીના સંબોધન સાથે તેની શરૂઆત થઈ. એજીએમ શરૂ  થવાની સાથે જ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર ઝડપથી ભાગવા લાગ્યા અને 2 ટકાથી વધુ ચડી ગયા હતા. મુકેશ અંબાણીએ બોનસ શેરની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે શેર હોલ્ડર્સને 1 શેરના બદલામાં એક શેર બોનસ આપવામાં આવશે. જો કે 5 સપ્ટેમ્બરે બોર્ડની બેઠક યોજાશે જેમાં બોનસ શેર ઈશ્યુ કરવા અંગે મંજૂરી લેવામાં આવશે. મુકેશ અંબાણીના બોનસ શેરની જાહેરાત બાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર લગભગ 2 ટકા ચડીને 3,050.65 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યા હતા. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરોએ એક વર્ષમાં 26 ટકા રિટર્ન આપ્યું છે. 



કંપનીએ ક્યારે ક્યારે આપ્યા બોનસ શેર
અત્રે જણાવવાનું કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 1 જાન્યુઆરી 2000થી પોતાના શેરની ફેસ વેલ્યુ સ્પ્લિટ કરી નથી. કંપની 26 નવેમ્બર 2009થી બેવાર બોનસ શેર આપી ચૂકી છે. હવે એકવાર ફરીથી બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. કંપનીએ દર વખતે 1:1 રેશ્યો સાથે બોનસ શેર આપ્યા છે. કંપનીએ છેલ્લે 7 સપ્ટેમ્બર 2017ની એક્સ ડેટ સાથે બોનસ શેર આપવાની જાહેરાત કરી હતી. 


રિલાયન્સે ક્રિએટ કરી લાખો જોબ્સ
એજીએમમાં મુકેશ અંબાણીએ કહ્યું કે રોજગારીના મોરચે રિલાયન્સ નવા ઈન્સેન્ટિવ બેસ્ડ એન્ગેજમેન્ટ મોડલ પર કામ કરી રહી છે. કંપનીએ ગત વર્ષે 1.7 લાખ નવી જોબ ક્રિએટ કરી છે. આ કડીમાં તેમની કંપનીએ નાણાકીય વર્ષ 2024માં રિસર્ચ અને ડેવલપમેન્ટ પર 437 મિલિયન ડોલર ખર્ચ કર્યા. જિયો ફાઈનાન્શિયલ સર્વિસિઝ સોસાયટી માટે ગ્રેટ વેલ્યુ ક્રિએટ કરવામાં સતત લાગી છે. 


મુકેશ અંબાણીએ રિલાયન્સ એજીએમને સંબોધિત કરતા કહ્યું કે ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે. આઈએમએફનું અનુમાન છે કે 2027માં દુનિયાની ત્રીજી સૌથી મોટી ઈકોનોમી બનશે અને જર્મની અને જાપાનને પણ પાછળ છોડશે.