Reliance Jio ભારતની સૌથી લોકપ્રિય ટેલિકોમ કંપની (Telecom Company) માંથી એક છે. યુઝર્સ માટે આ ટેલિકોમ એજન્સી અલગ અલગ કેટેગરી અને અલગ અલગ કિંમતોના પ્રિપેડ અને પોસ્ટપેડ પ્લાન ઓફર કરે છે. જો તમે આખું વર્ષ ઇન્ટરનેટ અને અનલિમિટેડ કોલ (Internet And Unlimited Calls) ઉપરાંત લાંબી વેલિડિટીવાળો પ્લાન શોધી રહ્યા છો, તો Jio 2397 રૂપિયા અને 2399 રૂપિયાના પ્રીપેડ પ્લાન (Recharge Plan) રજૂ કરે છે. આ બંને પ્લાન્સમાં માત્ર 2 રૂપિયાનો ફરક છે અને તમે એક પ્લાનમાં માત્ર 2 રૂપિયા વધારે ખર્ચ કરી તમે એક્સ્ટ્રા ડેટા મેળવી શકો છો. જો કે, આ પ્લાનમાં ઘણી ઓફર્સ પણ છે. બંને પ્લાન્સની વેલિડિટી 365 દિવસની છે. આવો જાણીએ આખરે 2 રૂપિયા વધારે આપી કયા વધારે લાભ મળે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2397 રૂપિયામાં રિલાયન્સ જિયો પ્રિપેડ પ્લાન
- આ પ્રીપેડ પ્લાન 365 દિવસ એટલે કે એક વર્ષ માટે વેલિડ છે.
- આ પ્લાનમાં કુલ 365 GB ડેટા મળશે.
- આ પ્લાનમાં દરરોજ 1 GB ડેટા કરવા પર કોઈ પ્રતિબંધ નથી. યુઝર્સ તેની જરૂરીયાત મુજબ ડેટાનો ઉપયોગ કરી શકે છે.
- આ પ્લાનમાં અનલિમિટેડ ડોમેસ્ટિક કોલ્સનો પણ ફાયદો છે.
- દરરોજ 100 ફ્રી એસએમએસ મળશે. 
- જિયો ટીવી, જિયો મૂવીઝ સહિત તમામ જિયો એપ્સનું ફ્રી સબ્સ્ક્રિપ્શન પણ છે.


રિલાયન્સ જિયોનો 2399 રૂપિયાનો પ્રિપેડ પ્લાન
જો તમે 2397 રૂપિયામાં માત્ર 2 રૂપિયા વધારે ખર્ચ કરો છો તો તમને આ પ્લાનમાં ડબલ ડેટાની સુવિધા મળશે. આવો જાણીએ જિયોનો 2399 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં યુઝર્સને શું-શું ફાયદો મળશે.


- જિયોના આ પ્રીપેડ પ્લાનમાં દરરોજ 2 GB ડેટા મળે છે.
- 2399 રૂપિયાના પ્રીપેડ પ્લાન પર આખી વેલિડિટીમાં કુલ 730 GB ડેટા ઓફર કરવામાં આવે છે.
- પ્લાનની વેલિડિટી 365 દિવસ એટલે કે એક વર્ષની છે.
- આ પ્લાનમાં આખું વર્ષ કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલ્સનો ફાયદો ઉઠાવી શકો છો.
- દરરોજના 100 એસએમએસ પણ ઉપલબ્ધ છે.
- જિયો ટીવી, જિયો મૂવીઝ સહિત તમામ જિયો એપ્સનું ફ્રી સબ્સ્ક્રિપ્શન પણ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube