નવી દિલ્હીઃ જાપાની કંપની ટીસુઝુકી હરિયાણાના ઝઝર સ્થિત મોડલ ઇકોનોમિક ટાઉનશિપ લિમિટેડમાં 75 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. રિલાયન્સની ઇકોનોમિક ટાઉનશિપમાં જાપાની કંપનીઓનું આ ત્રીજુ મોટુ રોકાણ છે. જાપાની કંપનીઓ પેનાસોનિક અને ડેંસો પહેલા જ અહીં રોકાણ કરી ચુકી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિલાયન્સના મોડલ ઇકોનોમિક ટાઉનશિપ લિમિટેડ (MET) એટલે કે રિલાયન્સ મેટમાં ટીસુઝુકી 6 એકરમાં પોતાનો પ્લાન્ટ લગાવશે. કંપની ઓટોમોબાઇલ સેક્ટર માટે સ્ટેયરિંગ નિકલ્સ બનાવશે. હરિયાણાને દેશમાં ઓટોમોબાઇલ સેક્ટરનું ગઢ માનવામાં આવે છે, ટીસુઝુકીના રોકાણ બાદ આશા કરવામાં આવી રહી છે કે ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીઝને વધુ બળ મળશે. 


રિલાયન્સ મેટ જાપાન સરકાર દ્વારા ચિહ્નિત થયેલ તે 12 સાઇટસમાં એક છે જ્યાં જાપાન સરકાર જાપાની ઇન્ડસ્ટ્રિયલ ટાઉનશિપનો વિકાસ કરવા ઈચ્છે છે. ત્રણ જાપાની કંપનીઓના રોકાણ બાદ વધુ જાપાની કંપનીઓ આવવાની આશા બંધાયેલી છે. 


કોરોના 100 વર્ષનું સૌથી મોટુ સંકટ, અર્થતંત્ર ટ્રેક પર પાછુ ફરી રહ્યું છેઃ RBI ગવર્નર


રિલાયન્સ મોડલ ઇકોનોમિક ટાઉનશિપ લિમિટેડના મુખ્ય કાર્યકારી, શ્રીવલ્લભ ગોયલે ટીસુઝુકીના રોકાણને હરિયાણાના વિકાસ માટે વરદાન ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, આ રોકાણથી ભારત અને જાપાનના વ્યાપારિક સંબંધો વધુ મજબૂત થશે, તેનાથી ન માત્ર વિસ્તારનો આર્થિક વિકાસ થશે પરંતુ સ્થાનીક લોકોને પણ રોજગાર મળશે. 


જાપાની કંપની ટીસુઝુકીના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી ઈચી ઓયાએ જણાવ્યું કે, કંપની 2021માં આશરે 100 કર્મચારીઓની સાથે પ્રોડક્શન શરૂ કરી દેશી. અહીંથી ઘરેલૂ બજારોની સાથે નિર્યાત પણ કરવામાં આવશે. તેમણે બધા કામો સમય પર પૂરા થવા પર હરિયાણા સરકાર અને રિલાયન્સ મેટનો આભાર વ્યક્ત કર્યો હતો. 


રિલાયન્સ મેટમાં આંતરરાષ્ટ્રીય સ્તરની દસ કંપનીઓ પહેલા જ કામ કરી રહી છે. 170થી વધુ કંપનીઓની સાથે સમજુતી પત્ર પર હસ્તાક્ષર થઈ ચુક્યા છે તે જલદી અહીં પોતાનો પ્લાન્ટ લગાવશે. મોડલ ઇકોનોમિક ટાઉનશિપમાં કાર્યરત કંપનીઓ 5000થી વધુ લોકોને રોજગારી આપે છે. નવી કંપનીઓ આવવાથી અહીં પર દર વર્ષે 5000 યુવાઓ માટે રોજગારની તકો ઉભી થવાની આશા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર