ઉથલપાથલ વચ્ચે આ પાવર કંપનીના શેર માટે કાલનો દિવસ ખુબ મહત્વનો
વચગાળાના બજેટ બાદ મોટાભાગના પાવર અને એનર્જી શેરો પર રોકાણકારો દાવ લગાવતા જોવા મળી રહ્યા છે. જો કે કેટલાક પાવર શેર હજુ પણ દબાણ હેઠળ છે.
વચગાળાના બજેટ બાદ મોટાભાગના પાવર અને એનર્જી શેરો પર રોકાણકારો દાવ લગાવતા જોવા મળી રહ્યા છે. જો કે કેટલાક પાવર શેર હજુ પણ દબાણ હેઠળ છે. આવો જ એક શેર છે અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરનો. અનિલ અંબાણીના રિલાયન્સ જૂથની મોટાભાગની કંપની પેની સ્ટોકની કેટેગરીમાં છે. જેમાં રિલાયન્સ પાવર પણ સામેલ છે.
શેરની કિંમત
સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે શુક્રવારે આ શેર 0.69 ટકા તૂટીને 28.80 રૂપિયા પર બંધ થયો. ટ્રેડિંગ દરમિયાન શેરનું નીચલું સ્તર 28.42 રૂપિયા હતો. જ્યારે ઉચ્ચતમ સ્તર 29.60 રૂપિયા રહ્યો. ગત 8 જાન્યુઆરીએ શેરની કિંમત 33.10 રૂપિયા સુધી પહોંચી હતી. આ શેરનો 52 અઠવાડિયાનો હાઈ પણ છે. અત્રે જણાવવાનું કે 28 માર્ટના રોજ આ શેરની કિંમત 9.05 રૂપિયા હતી. આ શેરનું 52 અઠવાડિયાનું નીચલુ સ્તર પણ છે.
3 ફેબ્રુઆરીએ બેઠક
રિલાયન્સ પાવર માટે આવતી કાલનો દિવસ મહત્વનો છે. વાત જાણે એમ છે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જને રિલાયન્સ પાવર લિમિટેડે જણાવ્યું હતું કે કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની બેઠક 3 ફેબ્રુઆરી 2024ના રોજ થવાની છે. આ બેઠકમાં ડિસેમ્બર 2023ના રોજ સમાપ્ત થતા ત્રિમાસિકના પરિણામો જાહેર થશે. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં રિલાયન્સ પાવરની ખોટ 237.76 કરોડ રૂપિયા હતી. ત્રિમાસિક દરમિાયન આવક વધીને 2130 કરોડ રૂપિયા થઈ.
શેર હોલ્ડિંગ પેટર્નની ડિટેલ
ડિસેમ્બર સુધી રિલાયન્સ પારવના શેરહોલ્ડિંગ પેટર્નની વાત કરીએ તો પ્રમોટરની ભાગીદારી 24.49 ટકા હતી. આ ઉપરાંત પબ્લિક શેરહોલ્ડિંગ 75.51 ટકાની હતી. પ્રમોટરમાં અનિલ અંબાણી પાસે કંપનીના 465792 શેર છે. ઈન્ડિવિજ્યુઅલ્સ ઉપરાંત પ્રમોટરમાં રિલાયન્સ ગ્રુપની કંપની રિલાયન્સ ઈન્ફ્રા પણ સામેલ છે. રિલાયન્સ ઈન્ફ્રા પાસે કંપનીના 93,01,04,490 શેર છે. અનિલ અંબાણીની પત્ની ટીના અંબાણી પાસે કુલ 412708 શેર છે. બંને પુત્રો પાસે 417500 જેટલા શેર છે. અત્રે જણાવવાનું કે રિલાયન્સ પાવર પોતાની સહાયક કંપનીઓ સાથે મળીને ભારતમાં વીજ ઉત્પાદનમાં લાગેલું છે. કંપનીનું પરિચાલન વીજળી ઉત્પાદન ક્ષમતા 416 ગીગાવોટ છે. કંપનીની સ્થાપના 1995માં થઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube