નવી દિલ્હી: કોરોના સામે જંગ લડી રહેલા ઇમરજન્સી સેવાઓની મદદ માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આગળ આવી છે. આજે કંપનીએ એક પછી એક ઘણા પગલાંની જાહેરાત કરી છે. કંપનીના અનુસાર તે દર્દીઓને લાવનાર ઇમરજન્સી સેવાઓની ગાડીઓને મફતમાં ઇંધણ આપશે. તેમાં દર્દીઓને લઇ જવામાં ખૂબ મદદ મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સાથે જ મહામારીનું સ્તર જોતાં કંપની માસ્ક બનાવવાની ક્ષમતા વધારીને એક લાખ માસ્ક પ્રતિદિન કરવા જઇ રહી છે. તો બીજી તરફ કંપની દેશના ઘણા શહેરોમાં મફતમાં ખાવાની પણ વ્યવસ્થા કરશે, જેથી બંધ વચ્ચે ગરીબોને ભોજન મળી શકે. 


કંપનીએ સ્પષ્ટ કર્યું કે જો વાયરસના લીધે કામને બંધ કરવું પડે છે તો તે આ દરમિયાન અસ્થાઇ અને કોન્ટ્રાક્ટ પર કામ કરી રહેલા કર્મચરીઓને ચૂકવણી કરતી રહેશે. તો બીજી તરફ કંપની અનુસાર ફક્ત 2 અઠવાડીયામાં 100 પથારીનું એક ખાસ સેન્ટર પણ તૈયાર કરવામાં આવ્યું છે. જ્યાં કોરોના વાયરસના દર્દીઓની સારવાર કરવામાં આવશે. 
   
તો બીજી તરફ કંપનીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રાહત કોષમાં 5 કરોડ રૂપિયા પણ આપ્યા છે. આ સાથે જ રિલાયન્સે પોતાના ગ્રોસરી સ્ટોરને 7 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી ખોલવાનો નિર્ણય કર્યો છે. કંપનીના અનુસાર સ્ટોર ખોલવાનો નિર્ણય સરકારના દિશા નિર્દેશો અનુસાર રહેશે. જ્યારે કોઇ સીમા નક્કી છે તો સ્ટોર લાંબા સમય સુધી ખુલશે નહી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube