નવી દિલ્હી: કોરોના (Coronavirus)ની સૌથી અસરકાર દવાઓમાંથી એક ગણવામાં આવતી રેમડેસિવિર (Remdesivir)ને લઇને મોટા સમાચાર છે. WHOની સ્ટડીમાં ભલે રેમડેસિવિરને ખુબજ અસરકારક માનવામાં નથી આવતી, પરંતુ ડોક્ટરો તરફથી જોરદાર પ્રિસ્પ્રિક્શનના કારણે માંગ એટલી છે કે, મહારાષ્ટ્ર સરકાર (Maharashtra Govt.)ને એક્શન લેવી પડી છે. રાજ્ય સરકારના સ્વાસ્થ્ય વિભાગે ચોક્કસપણે તેની સીમા નક્કી કરી છે. એટલે કે જરૂરિયાતમંદ દર્દીને આ દવા માટે ઉંચી કિંમત આપવી પડશે નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- Audiએ ભારતમાં લોન્ચ કરી તેની સૌથી સસ્તી SUV, જાણો શું છે કિંમત


નક્કી થઇ રેમડેસિવિરની કિંમત
હોસ્પિટલોમાં હવે આ દવા 2240 રૂપિયા પ્રતિ શીશીથી ઉપરના ભાવ પર નહીં વેચાય. જ્યારે કેમિસ્ટ પાસેથી ખરીદવા માટે 2360 રૂપિયા પ્રતિ શીશીનો રેટ હશે. દવા કંપનીઓ રેમડેસિવિર દવાને સીધી હોસ્પિટલો અને રાજ્યની સિલેક્ટેડ કેમિસ્ટ્સ સુધી પહોંચાડવામાં આવશે. દવા માટે ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન સાથે કોરોના પોઝિટિવ હોવાનો ટેસ્ટ રિપોર્ટ, આધાર કાર્ડનો વિગતો પણ આપવી પડશે.


આ પણ વાંચો:- IRDAIએ 'સરળ જીવન વીમા'ની કરી જાહેરાત, હવે કોઈ પણ લઇ શકશે ટર્મ પ્લાન


ઉંચી કિંમત પર વેચાતી હતી રેમડેસિવિર
રેમડેસિવિરની સૌથી ઓછી કિંમત 2800 રૂપિયા છે. પરંતુ શરૂઆતમાં કંપનીઓએ તેના 5000 રૂપિયાથી પણ વધારાની MRP પર બહાર પાડી હતી. જો કે, હોસ્પિટલોને તેનાથી ઓછા ભાવમાં સપ્લાય થતી હતી. પરંતુ દર્દીઓ પાસેથી બિલિંગમાં સંપૂર્ણ ભાવ લેવામાં આવતો હતો. અત્યારે પણ હોસ્પિટલમાં 4500 રૂપિયાની આસપાસની રકમ લેવામાં આવે છે. બ્લેક માર્કેટમાં એક શીશીનો ભાવ 30,000 રૂપિયા સુધી હતો.


આ પણ વાંચો:- ચીનને જબરદસ્ત ફટકો, ભારતે હવે આ વસ્તુની આયાત પર મૂક્યો પ્રતિબંધ


NPPAની મંજૂરીની જરૂરિયાત નથી
રેમડેસિવિર 100 mgના 6 ડોઝ દર્દીને આપવામાં આવે છે. સામાન્ય રીતે દવાઓની કિંમત NPPA નક્કી કરે છે. પરંતુ ઇમરજન્સી ઓથરાઇઝેશનવાળી દવા હોવાથી દવાઓની કિેંમત રેગ્યુલેટ કરતી સંસ્થા NPPA (National Pharmaceutical Pricing Authority)એ તેમાં દખલ કરી નહીં. આ કારણે રાજ્ય સરકારે તેમની તરફથી દવા કંપનીઓ સાથે વાતચીક કરી કિંમત નીચે લાવવાની પહેલ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube