Bonus Stock 2024: બોનસ શેર આપનારી કંપનીઓ પર દાવ લગાવનાર ઈન્વેસ્ટરો માટે ગુડ ન્યૂઝ છે. રેમેડિયમ લાઇફકેર લિમિટેડ (Remedium Lifecare Ltd) એ બોનસ શેર આપવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ બોનસ શેર માટે રેકોર્ડ ડેટની જાહેરાત કરી છે. નોંધનીય છે કે સ્ટોકની કિંતમ 100 રૂપિયાથી ઓછી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જુલાઈમાં છે રેકોર્ડ ડેટ?
કંપનીએ શેર બજારને આપેલી જાણકારીમાં કહ્યું કે 1 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા એક શેર પર 3 શેર બોનસ તરીકે આપવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ આ બોનસ ઈશ્યૂ માટે 6 જુલાઈ, 2024 શનિવારની તારીખને રેકોર્ડ ડેટ નક્કી કરી છે. એટલે કે આ દિવસે જે ઈન્વેસ્ટરોનું નામ કંપનીની રેકોર્ડ બુકમાં રહેશે તેને બોનસ શેરનો લાભ મળશે. 


બીજીવાર બોનસ શેર આપી રહી છે કંપની
કંપનીએ પહેલીવાર 28 જુલાઈ 2023ના એક્સ-બોનસ સ્ટોક તરીકે ટ્રેડ કર્યું હતું. ત્યારે કંપનીએ 5 શેર પર 9 શેર બોનસ આપ્યા હતા. આ સ્ટોક બે વખત સ્પ્લિટ પણ થયો છે. 1 સપ્ટેમ્બર 2023ના સ્ટોક એક્સ-સ્પ્લિટ ટ્રેડ થયો હતો. ત્યારે કંપનીએ શેરને 2 ભાગમાં વિભાજીત કર્યાં હતા. ત્યારબાદ ફેસ વેલ્યૂ 10 રૂપિયાથી ઘટી 5 રૂપિયા રહી ગઈ હતી. 


આ પણ વાંચોઃ Gautam Adani ની આવકમાં 4,54,73,57,37,500 રૂપિયાનો વધારો, અંબાણીને પછાડી જીત્યો તાજ


આ વર્ષે 23 ફેબ્રુઆરીએ સ્ટોક એક્સ-સ્પ્લિટ ટ્રેડ કર્યો હતો. ત્યારે કંપનીના શેરની ફેસ વેલ્યૂ 5 રૂપિયાથી ઘટી 1 રૂપિયા પ્રતિ શેર થઈ જશે.


શેર બજારમાં કંપનીનું પ્રદર્શન કેવું છે?
શુક્રવારે કંપનીના શેરનો ભાવ 0.51 ટકાના ઘટાડા સાથે 77.30 રૂપિયાના લેવલ પર બંધ થયો હતો. છેલ્લા એક વર્ષ દરમિયાન કંપનીના શેરની કિંમતમાં 9.9 ટકાની તેજી જોવા મળી છે. પરંતુ છેલ્લા એક મહિનામાં આ સ્ટોકનો ભાવ 24 ટકા ઘટી ગયો છે. 


કંપનીનો 52 વીક હાઈ 179.66 રૂપિયા અને 52 વીકનું લો લેવલ 66.83 રૂપિયા પ્રતિ શેર છે. કંપનીનું માર્કેટ કેપ 779.18 કરોડ રૂપિયાનું છે. 


(આ રોકાણની સલાહ નથી. શેર બજાર જોખમો અધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ જરૂર લો)