Top 10 Billionaires List: ગૌતમ અદાણીની આવકમાં 4,54,73,57,37,500 રૂપિયાનો વધારો, અંબાણીને પછાડી જીત્યો તાજ

Bloomberg Billionaires Index: અમીરોની રેસમાં ભારતના બે ઉદ્યોગપતિની રેસ ચાલી રહી છે. અંબાણી-અદાણીનું નામ મોટાભાગે ચર્ચામાં રહે છે. અમીરોની યાદીમાં બંનેની રેસ ચાલતી રહે છે. આ યાદીમાં ફરી એકવાર મોટો ઉલટફેર થયો છે. 

Top 10 Billionaires List: ગૌતમ અદાણીની આવકમાં 4,54,73,57,37,500 રૂપિયાનો વધારો, અંબાણીને પછાડી જીત્યો તાજ

Gautam Adani Vs Mukesh Ambani: અમીરોની રેસમાં ભારતના બે ઉદ્યોગપતિઓની રેસ ચાલતી રહે છે. અંબાણી-અદાણીનું નામ મોટાભાગે ચર્ચામાં રહે છે. અમીરોની યાદીમાં બંનેની રેસ ચાલતી રહે છે. આ યાદીમાં ફરી એકવાર મોટો ઉલટફેર થયો છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી (Gautam Adani) મોટી છલાંગ લગાવતાં એશિયાના સૌથી અમીર વ્યક્તિનો ખિતાબ જીતી લીધો છે. ગૌતમ અદાણી હવે એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે.  

અમીરોની યાદીમાં ઉલટફેર
બ્લૂમબર્ગ બિલેનિયર્સ ઇંડેક્સ (Bloomberg Billionaires Index) મોટો ફેરબદલ થઇ ગયો છે. અમીરોની યાદીમાં ગૌતમ અદાણીએ મોટી છલાંગ લગાવી લીધી છે. તેમણે રિલાયન્સ ઇંડ્સ્ટ્રીઝ (Reliance Industries) ના ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani) ને પાછળ છોડીને નંબર 1 નો ખિતાબ જીતી લીધો છે. Bloomberg Billionaires Index ના લેટેસ્ટ લિસ્ટમાં ગૌતમ અદાણી મુકેશ અંબાણીની ઉપર પહોંચી ગયા છે. ગૌતમ અદાણી 111 અરબ ડોલરની સંપત્તિ સાથે આ યાદીમાં 11મા નંબર છે. આ સાથે જ તે એશિયા અને દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ બની ગયા છે. શુક્રવારે અદાણીની નેટવર્થમાં 5.45 અરબ ડોલરની તેજી જોવા મળી, જેની સાથે જ કુલ નેટવર્થ 111 અરબ ડોલર પહોંચી ગયો. 

મુકેશ અંબાણીની સંપત્તિ
તો બીજી તરફ મુકેશ અંબાણી 109 અરબ ડોલરની સંપત્તિ સાથે આ યાદીમાં 12મા અને એશિયામાં બીજા નંબર પર છે. શુક્રવારે તેમની સાથે નેટવર્થ 26.8 અરબ ડોલરની તેજી આવી છે. હિંડનબર્ગની રિપોર્ટ બાદ આ પહેલી તક છે, જ્યારે ગૌતમ અદાણીએ આ ખિતાબ પ્રાપ્ત કર્યો છે. અમેરિકી શોર્ટ સેલર હિંડનબર્ગના રિપોર્ટના લીધે અદાણીના શેર ધડામ થઇ ગયા હતા. ગૌતમ અદાણીની કંપનીની વેલ્યૂએશન અડધાથી ઓછી થઇ ગઇ હતી. જોકે આ હુમલાથી અદાણી હવે ખૂબ જલદી ઉપર આવી ગયા છે. 

અમીરોની ટોપ 10 લિસ્ટ
fallback

બ્લૂમબર્ગ બિલેનિયર્સ ઇંડેક્સના અનુસાર લિસ્ટમાં સૌથી ઉપર
ફ્રાન્સના બર્નાર્ડ આર્નોલ્ટ છે, જેમની સંપત્તિ 207 અબજ ડોલર છે.
બીજા સ્થાને એલોન મસ્ક ($203 બિલિયન)
જેફ બેઝોસ ($199 બિલિયન) ત્રીજા સ્થાને છે.
Meta CEO માર્ક ઝકરબર્ગ ($166 બિલિયન) ચોથા સ્થાને છે
લેરી પેજ ($153 બિલિયન) પાંચમા નંબરે છે
બિલ ગેટ્સ ($152 બિલિયન) છઠ્ઠા નંબર પર છે
સર્ગેઈ બ્રિન ($145 બિલિયન) સાતમા નંબરે છે.
સ્ટીવ બાલ્મર ($144 બિલિયન) આઠમા નંબર પર છે.
વોરેન બફેટ ($137 બિલિયન) નવમા નંબરે છે.
લેરી એલિસન ($132 બિલિયન) દસમા નંબરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news