નવી દિલ્હી: ગામડામાંથી શહેર આવેલા પ્રવાસી મજૂર, કારીગરોને રહેવાની વ્યવસ્થા કરવા માટે સરકારે રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્સ સ્કીમ (Rental housing complexes scheme) લઇને આવી. આ સ્કીમની જાહેરાત તો પહેલાં જ થઇ ચૂકી હતી, હવે સરકારે બુધવારે Rental housing complexes scheme માટે એક ડેડિકેટેડ પોર્ટલ http://arhc.mohua.gov.in/ પણ લોન્ચ કર્યું છે. સાથે જ દિશા-નિર્દેશો પણ જાહેર કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના સંકટકાળમાં લાખો ગરીબ અને પ્રવાસી મજૂરોને ભાડું ચૂકવી ન શકયા હોવાની બેઘર થવું પડ્યું હતું. અને તે પગપાળા જ શહેર છોડીને પોતાના ઘર તરફ પરત ફરવા લાગ્યા હતા. આ સ્કીમ દ્વારા સરકાર તરફથી પ્રયત્ન છે કે તેમને સસ્તા ભાડાવાળા સારા મકાન રહેવા માટે આપવામાં આવે, જેથી ભવિષ્યમાં તેમને સંકટના સમયે પોતાનું ઘર છોડીને જવું ન પડે. 


સસ્તા ભાડાવાળા મકાન બનાવવામાં આવશે
હવે સરકારે આ સ્કીમ હેઠળ ઘણા પ્રકારની સુવિધાઓ અને છૂટની જાહેરાત કરી છે. અફોર્ડેબલ હાઉસિંગ એન્ડ પ્રાયોરિટી સેક્ટર લેડિંગ હેઠળ ઓછા દર પર પ્રોજેક્ટ ફાઇનાન્સિંગની સુવિધા મળશે. શહેરી પ્રવાસીઓ અને ગરીબો માટે બનનાર રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્સને ઇનકમ ટેક્સ અને જીએસટીમં પણ છૂટ મળશે. સરકારના આ પગલાંથી જે શ્રમિક, ગરીબ અને પ્રવાસી મજૂરો ઝૂંપડાં, ગેરકાયદેસર કોલોનીમાં રહે છે. તેમને પોતાના કાર્યક્ષેત્રમાં રહેવા માટે સારી આવાસીય સુવિધા સસ્તા ભાડે અને સરળતાથી મળી શકશે. આ સ્કીમ પ્રધાનમંત્રી આવાસ યોજના-અર્બન (PMAY-U) હેઠળ જ આવશે. 


બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube