નવી દિલ્લી: 26મી જાન્યુઆરી 2022ના દિવસે ભારતે પોતાના 73માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી. બ્રિટિશ ગુલામીમાંથી 1947માં આઝાદી મળ્યા પછી 26મી જાન્યુઆરી 1950ના દિવસે ભારત પ્રજાસત્તાક એટલે કે ખરા અર્થમાં આઝાદ બન્યું હતું. આઝાદી મળ્યા પછી લાંબા સમય સુધી ભારતમાં બિઝનેસ પર બ્રિટિશ કંપનીઓનો દબદબો રહ્યો. તે સમયે પણ ટાટા, બિરલા, ગોદરેજ જેવા ભારતીય બિઝનેસમેન પોતાના ક્ષેત્રમાં કામ કરી રહ્યા હતા. ધીમે-ધીમે ભારતીય બિઝનેસમેન અને કંપનીઓએ પોતાના બિઝનેસનો વિસ્તાર કર્યો. આજે સ્થિતિ એ છે કે અનેક જાણીતી બ્રિટિશ બ્રાન્ડ ભારતીય કંપનીઓનો હિસ્સો બની ચૂકી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. રોયલ એન્ફિલ્ડ (Royal Enfield): રોયલ એન્ફિલ્ડ બ્રિટિશ મોટરસાઈકલિંગની આઈકોનિક બ્રાન્ડ છે. બ્રિટનના રેડડિચમાં આવેલ ધ એન્ફિલ્ડ સાઈકલ કંપની લિમિટેડ રોયલ એન્ફિલ્ડ બ્રાન્ડ નામથી 1901માં ઓપરેશન શરૂ કર્યું હતું. આઝાદીના અનેક દાયકા સુધી આ બ્રાન્ડ બ્રિટિશ બની રહી. 1994માં તેને ભારતીય કંપની આયશર મોટર્સે ખરીદી લીધી. આજે ક્લાસિક બાઈક સેગમેન્ટ રોયલ એન્ફિલ્ડનો દબદબો છે. ખાસ કરીને ભારતના ક્લાસિક બજારમાં આ બ્રાન્ડ અત્યારે રાજ કરે છે.



2. જગુઆર લેન્ડ રોવર (Jaguar Land Rover): આ લક્ઝરી કાર કંપની ક્યારેક દુનિયામાં બ્રિટિશ પ્રાઈડની પ્રતિનિધિ હતી. પછી તેને અમેરિકી કંપની ફોર્ડ મોટર્સે ખરીદી લીધી. ફોર્ડ મોટર્સના તમામ પ્રયાસ છતાં પણ જગુઆર લેન્ડ રોવરના વેચાણમાં સુધારો કરી શકી નહીં. ફોર્ડે અંતે હારીને 2008માં તેને વેચવાનો નિર્ણય કર્યો અને ઈન્ડિયન કંપની ટાટા મોટર્સ લિમિટેડની પાસે આવી ગઈ. ટાટાના હાથમાં આવતાં જ જગુઆર લેન્ડ રોવરનું નસીબ ખૂલી ગયું. ટાટાએ ડિઝાઈન અને ઈનોવેશન પર ખૂબ ઈન્વેસ્ટ કર્યું. તેનું પરિણામ એ આવ્યું કે જગુઆર લેન્ડ રોવર માત્ર બ્રિટનમાં જ નહીં પરંતુ ગ્લોબલ માર્કેટમાં પણ અવ્વલ લક્ઝરી કંપનીઓમાંથી એક બની ગઈ.



3. ટેટલી ટી (Tetley Tea): આજે ભલે ભારતમાં ચા વિના લોકોની સવાર થતી નથી. પરંતુ તેનો ઈતિહાસ બહુ જૂનો નથી. ભારતમાં ચા અંગ્રેજો લઈને આવ્યા અને તેનાથી તેમણે બહુ પૈસા બનાવ્યા. ટેટલી ટી દુનિયામાં સૌથી વધારે વેચાતી બ્રિટિશ ચાની બ્રાન્ડ છે. હવે તે ટાટા સમૂહનો હિસ્સો છે. લગભગ 200 વર્ષ જૂની આ કંપની ટાટા કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સ લિમિટેડની પાસે આવી ગઈ. ત્યારથી તે બ્રિટિશ બ્રાન્ડ ભારતીય કંપનીનો ભાગ છે. તે બ્રિટનની સાથે જ કેનેડાની ટોપ સેલિંગ ટી બ્રાન્ડ છે.



4. ધ ઈસ્ટ ઈન્ડિયા કંપની (The East India Company): આ કંપનીનું નામ કોણ નથી જાણતું. તેના ઉલ્લેખ વિના આ યાદી અધૂરી છે. 1857 સુધી ભારત પર આ કંપનીનો કબજો હતો. જેને કંપની રાજના નામથી ઈતિહાસમાં ભણાવવામાં આવે છે. એક સમયે આ કંપની એગ્રીથી લઈને માઈનિંગ અને રેલવે સુધીના બધા કામ કરતી હતી. ભારતીય મૂળના બિઝનેસમેન સંજીવ મહેતાએ તેને ખરીદ્યા પછી ઈ-કોમર્સ પ્લેટફોર્મ બનાવી દીધું. હવે આ કંપની ચા, કોફી, ચોકલેટ વગેરેનું ઓનલાઈન વેચાણ કરે છે.



5. Hamleys: આ બ્રાન્ડને આખી દુનિયામાં પ્રીમિયમ રમકડાંનું સિમ્બોલ માનવામાં આવે છે. ભારત સહિત અમેરિકા બ્રિટન, ચીન જેવાં મોટા બજારોમાં આ કંપનીનો મોટો બિઝનેસ છે. સૌથી અમીર ભારતીય મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટિડે 2019માં તેની ખરીદદારી કરી. હાલ દુનિયાભરમાં Hamleysના 200થી વધારે રિટેલ સ્ટોર છે. અનેક દેશોમાં આ સૌથી મોટી ટોય કંપની છે. રિલાયન્સ તેને ગ્લોબલી નંબર વન બનાવવાનું ટારગેટ લઈને આગળ વધી રહી છે.


6. Diligenta: ટાટા સમૂહ વિશે કહેવામાં આવે છે કે તે આઝાદ ભારતમાં રિવર્સ કોલોનીઝ્મનો સમય લાવવાનું કામ કર્યું. ટાટાએ અનેક વિદેશી કંપનીઓ ખાસ કરીને બ્રિટિશ બ્રાન્ડની ખરીદદારી કરી છે. બ્રિટિશ આઈટી કંપની Diligenta પણ આ કડીનો ભાગ છે. તેને ખરીદી છે ટાટા સમૂહની આઈટી કંપની TCSએ. ટીસીએસ ભારતની સૌથી મોટી આઈટી કંપની અને બીજી સૌથી મોટી લિસ્ટેડ કંપની છે. Diligenta ટીસીએસની સબસિડિયરી તરીકે કામ કરે છે. આ કંપની અમેરિકા અને યૂરોપીય દેશોમાં રિટેઈલ, ફાઈનાન્સ, બેકિંગ જેવા સેક્ટરોને આઈટી સર્વિસ પ્રોવાઈડ કરે છે.



7. કોરસ ગ્રૂપ (Corus Group): ટાટાની અત્યાર સુધીની શોપિંગ લિસ્ટમાં આ ત્રીજી મોટી બ્રિટિશ બ્રાન્ડ છે. કોરસ ગ્રૂપ દુનિયાભરના સ્ટીલ માર્કેટમાં બ્રિટનનો ઝંડો બુલંદ કરતી હતી. બ્રિટનની આ સૌથી મોટી સ્ટીલ કંપનીને ટાટા સમૂહની ટાટા સ્ટીલ લિમિટેડે 2007માં ખરીદી લીધી. હવે તેને ટાટા સ્ટીલ યૂરોપ નામથી ઓળખવામાં  આવે છે. તેને ખરીદવાની સાથે જ યૂરોપના સ્ટીલ માર્કેટમાં ટાટાની એન્ટ્રી થઈ ગઈ.



8. Optare: આ બ્રાન્ડ હાલ ભારતીય ઓટો કંપની અશોક લેલન્ડનો ભાગ છે. આ કંપની સિંગલ ડેકર, ડબલ ડેકર, ટૂરિસ્ટ, લક્ઝરી અને ઈલેક્ટ્રિક બસ બનાવે છે. તે યૂરોપમાં સૌથી વધારે વેચનારી બસ બ્રાન્ડમાંથી એક છે. ઈલેક્ટ્રિક બસ બનાવવામાં આ કંપની પહેલી લાઈનમાં છે.



9. BSA મોટરસાઈકલ્સ: ભારતના ક્લાસિક બાઈક બજારમાં વીતેલા દિવસોમાં અનેક મોટા ફેરફાર થયા છે. આ સેગમેન્ટની ડિમાન્ડ અને સંભાવનાઓને જોતાં ઓટો કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ઘણી તૈયારી કરી છે. મહિન્દ્રા સમૂહી ક્લાસિક લેજન્ડે તેની શરૂઆત 2016માં બીએસએ મોટરસાઈકલ્સની ખરીદદારીની સાથે કરી. આ બ્રાન્ડ એકસમયે બ્રિટનના ટોપ બિઝનેસમેન ઘરમાંથી એક બર્મિંગહામ સ્મોલ આર્મ્સ કંપનીની પાસે હતી. દેવાળિયું થયા પછી ક્લાસિક લેજન્ડે તેનું અધિગ્રહણ કરી લીધું. હાલમાં જ બીએસએ ગોલ્ડસ્ટાર 650 લોન્ચ થતાંની સાથે જ આ બ્રાન્ડની વાપસી થઈ છે.



10. ઈમ્પીરિયલ એનર્જી (Imperial Enegery): બ્રિટનની આ પેટ્રોલિયમ અને ગેસ કંપનીને ખરીદી છે સરકારી કંપની ONGCએ. આ કંપની રશિયા, બ્રિટન અને અન્ય યૂરોપીય દેશોમાં કામ કરે છે. તેને સાઈબીરિયા ક્ષેત્રમાં ક્રૂડ ઓઈલની સૌથી મોટી કંપની માનવામાં આવે છે. કંપની સાઈબીરિયાના પોતાના કૂવામાંથી અનેક દેશને તેલ અને ગેસની નિકાસ કરે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube