Tokenise Credit- Debit Card: 1 ઓક્ટોબરથી બેકિંગ સેક્ટર સાથે જોડાયેલા મોટા નિયમમાં ફેરફાર થવા જઇ રહ્યો છે. આરબીઆઇએ તેના માટે આદેશ પણ જાહેર કર્યો છે. જોકે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરનારાઓ માતે આરબીઆઇ 1 ઓક્ટોબરથી કાર્ડ-ઓન-ફાઇલ ટોકનાઇજેશન (CoF Card Tokenisation) નિયમ લાવી રહી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયાનું કહેવું છે કે ટોકનાજેશન સિસ્ટમમાં ફેરફાર આવ્યા બાદ કાર્ડ હોલ્ડર્સને વધુ સુવિધાઓ અને સુરક્ષા મળશે. આરબીઆઇ તેની ડેડલાઇન વધારી રહી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરબીઆઇએ આપી જાણકારી
આરબીઆઇ તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર આ નવા નિયમનો ઉદ્દેશ્ય ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ દ્વારા પેમેન્ટને પહેલાથી વધુ સુરક્ષિત બનાવવાનો છે. જોકે ગત થોડા દિવસોથી ક્રેડિટ-ડેબિટ કાર્ડ સાથે થઇ રહેલી છેતરપિંડીના સમાચારો સામે આવી રહ્યા હતા. પરંતુ નવો નિયમ લાગૂ થયા બાદ ગ્રાહક ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ વડે ઓનલાઇન, પોઇન્ટ ઓફ સેલ (POS) અથવા એપ પર ટ્રાંજેક્શન કરશે. તો તમામ ડિટેલ ઇનક્રિપ્ટેડ કોડમાં સેવ થશે. 


જાણો શું છે ટોકનાઇજેશન સિસ્ટમ?
ટોકન સિસ્ટમથી ડેબિટ અને ક્રેડિટ કાર્ડનો ડેટા 'ટોકન' માં બદલાઇ જાય છે. જેથી તમારા કાર્ડની જાણકારી ડિવાઇસમાં સંતાડીને રાખવામાં આવે છે. આરબીઆઇએ કહ્યું કે કોઇપણ વ્યક્તિ ટોકન બેંક પર રિક્વેસ્ટ કરી કાર્ડને ટોકનમાં બદલી શકે છે. કાર્ડને ટોકન કરવા માટે કાર્ડધારકને કોઇ ચાર્જ ચૂકવવો નહી પડે. જો તમે તમારા કાર્ડને ટોકનમાં બદલી દેશો તો કોઇપણ શોપિંગ વેબસાઇટ અથવા ઇમે કોમર્સ વેબસાઇટ પર તમારા કાર્ડની જાણકારીને ટોકનમાં સેવ કરવામાં આવશે. 


આરબીઆઇના આ નવા નિયમમાં ગ્રાહકની મંજૂરી લીધા વિના ક્રેડિટ લિમીટ વધારી શકાશે નહી. એટલું જ નહી , જો કોઇ પેમેન્ટ કરવામાં આવ્યું નથી તો ચાર્જ અથવા ટેક્સ વગેરેના વ્યાજને ઉમેરતી વખતે કેપિટલાઇઝ કરવામાં ન આવે. તેથી ગ્રાહકોને નુકસાન થશે નહી. ઘણીવાર એવી ઘટનાઓ સામે આવે છે જ્યારે બેંકો તરફથી અથવા ક્રેડિટ કાર્ડ જાહેર કરનારી સંસ્થા કે તરફથી ઘણા કાર્ડ વડે જોડાયેલા કોઇ નવા પગલાં ભરવામાં આવે છે. 


ફ્રોડના કેસ ઘટશે
રિઝર્વ બેંકનું કહેવું છે કે નવા નિયમને લાગૂ થવાથી પેમેન્ટની વ્યવસ્થા લાગૂ થવાથી ફ્રોડના કેસ ઓછા થશે. જોકે અત્યારે ગ્રાહકોના ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડની જાણકારીઓ લીક થતાં તેમની સાથે ફ્રોડનું રિસ્ક વધી જાય છે. રિઝર્વ બેંકે કહ્યું કે અત્યારે ઇ કોમર્સ વેબસાઇટ, મર્ચન્ટ સ્ટોર અને એપ વગેરે ગ્રાહકોને ડેબિટ કાર્ડ તથા ક્રેડિટ કાર્ડ વડે પેમેન્ટ કર્યા બાદ કાર્ડની ડિટેલ્સ સ્ટોર કરી લે છે. ઘણા મામલે મર્ચેંટ્સ ગ્રાહકોની સામે કાર્ડ ડિટેલ્સ સ્ટોર કરવા ઉપરાંત ઘણા અન્ય વિકલ્પ છોડતા નથી. આ ડિટેલ્સ લીક થતાં ગ્રાહકોને નુકસાન થવાની આશંકા રહે છે. પરંતુ જ્યારે નવા નિયમ લાગૂ થશે ત્યારે આ પ્રકારની ઘટનાઓ પર લગામ લાગી જશે. 


નવી જોગવાઇમાં ઘણું બધુ છે ખાસ
આરબીઆઇની નવી જોગવાઇમાં ખાસ વાત એ છે કે કાર્ડ દ્રારા થનાર ટ્રાંજેક્શન સાથે જોડાયેલી જાણકારીને 'કો બ્રાંડિંગ પાર્ટનર' ને આપવામાં નહી આવે. આ જોગવાઇ કો-બ્રાંડેડ કાર્ડ સેગ્મેંટમાં ઓપરેટ કરી રહેલી કંપનીઓના બિઝનેસ મોડલને પ્રભાવિત કરી શકે છે. કારણ કે આ કંપનીઓ આ ટ્રાંજેક્શનના આધારે કસ્ટમરને વિભિન્ન રીત ઓફર આપીને આકર્ષે છે. એવામાં હવે ગ્રાહકોને કોઇપણ પ્રકારના સકંજામાં આવવાનો ડર રહેશે નહી. સાથે જ કાર્ડને લઇને આર્થિક નુકસાનનો ખતરો પણ રહેશે નહી.