Good News: ગાડી ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો જરૂર વાંચો આ સમાચાર
પ્રકાશ જાવડેકરે કહ્યું કે સરકાર તમામ વાહનો પર જીએસટી રેટમાં ઘટાડો કરીને ઓટોમોબાઇલ ઇંડસ્ટ્રીની માંગ પર વિચાર કરી રહી છે અને આ વિશે જલદી જ જાહેરાત કરવામાં આવશે.
નવી દિલ્હી: ઓટો ઇંડસ્ટ્રીને મોટી રાહત મળવાની છે. શુક્રવારે (4 સપ્ટેમ્બર)ના રોજ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર (Prakash Javadekar)એ ઓટો ઇંડસ્ટ્રી માટે સારા સંકેત આપ્યા છે. હેવી ઇંડસ્ટ્રીઝ મિનિસ્ટર (The Heavy Industries Minister) પ્રકાશ જાવડેકરે કહ્યું કે સરકાર તમામ વાહનો પર જીએસટી રેટમાં ઘટાડો કરીને ઓટોમોબાઇલ ઇંડસ્ટ્રીની માંગ પર વિચાર કરી રહી છે અને આ વિશે જલદી જ જાહેરાત કરવામાં આવશે. તેમણે જીએસટીને લઇને કહ્યું કે 'અમે જીએસટી ઘટાડવા વિશે હાલમાં સહમત ન થઇ શકીએ નહી, પરંતુ તેનો અર્થ અંતિમ પણ નથી.' પ્રકાશ જાવડેકરે આ વાત ઓટો ઇંડસ્ટ્રીના સંગઠન સિયામ (SIAM)ના એક કાર્યક્રમમાં કહી છે.
પ્રકાશ જાવડેકરે વિશ્વાસ વ્યક્ત કર્યો કે જીએસટી (Goods and Services Tax)માં અસ્થાયી કપાતની ઇંડસ્ટ્રીની માંગ વિશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથે વાત કરશે. તેમણે કહ્યું કે ''નાણા મંત્રાલય આ પ્રસ્તાવની વિસ્તૃત રૂપરેખા તૈયાર કરી રહ્યા છે. દ્વિચક્રી, ત્રિચક્રી, પબ્લિક ટ્રાંસપોર્ટ અને ફોર વ્હીલર વાહનો પર તબક્કાવાર રીતે રાહત મળવી જોઇએ. આશા છે કે તમને જલદી જ ખુશખબરી મળશે.''
સસ્તી થઇ શકે છે ગાડીઓ
કેન્દ્રીય મંત્રીએ એક કાર્યક્રમમાં કહ્યું કે નાણા મંત્રાલય આ પ્રસ્તાવની રૂપરેખા તૈયાર કરી રહ્યા છે. દ્વીચક્રી(Two-wheelers), થ્રી વ્હીલર (Three wheelers), પબ્લિક ટ્રાંસપોર્ટ અને ફોર વ્હીલર વાહનો પર ફેજ વાઇઝ રીતે રાહત મળી શકે. જાણકારી માટે તમને જણાવી દઇએ કે હાલ ગાડીઓ પર 28 ટકા જીએસટી લાગે છે. વાહન ઉદ્યોગને તેને ઘટાડીને 18 ટકા કરવાની માંગ કરી હતી. ગત મહિને નાણા મંત્રી નિર્મલા સીતારમણે ટૂ વ્હીલરસ પર જીએસટી રેટમાં કાપ કરવાના સંકેત આપ્યા હતા અને હવે જાવડેકરે પણ સંકેત આપ્યા છે અને હવે જાવડેકરે પણ સંકેત આપ્યા છે. એવામાં જો તમે મોટરસાઇકલ અથવા કોઇપણ વાહન ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છે તો તમને રાહતના સમાચાર છે. કારણ કે કેન્દ્ર તમામ પ્રકાર વ્હીકલ્સ પર જીએસટી રેટમાં 110 ટકાનો ઘટાડો કરવા પર વિચાર કરી રહી છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube