કોરોનાથી ઊભું થયું દવાઓનું સંકટ, 26 દવાઓના એક્સપોર્ટ પર સરકારે લગાવ્યો પ્રતિબંધ
ICMRને આવી દવાઓનું રિવ્યૂ કરવા માટે કહેવામાં આવ્યું હતું. જેના API (એક્ટિવ ફાર્મા ઇનગ્રેડિએન્ટ) માટે ભારત સંપૂર્ણ પણે ચીન પર નિર્ભર છે. પરંતુ ચિંતાની વાત છે કે સમીક્ષામાં સામેલ કરવામાં આવેલી 32 દવાઓનો કોઈ વિકલ્પ નથી.
નવી દિલ્હીઃ કોરોના વાયરસના વધતા પ્રકોપ વચ્ચે સરકારે એક મોટું પગલું ભરતા ઘણી દવાઓના નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ઘણી જરૂરી દવાઓનો સ્ટોક પૂરો થવાનો છે અને ચીનથી દવાઓ બનવવામાં ઉપયોગ થતાં કાચા માલની સપ્લાઈમાં વિઘ્ન છે. તેને જોતા સરકારે 26 દવાઓની નિકાસ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે, જેથી દેશમાં દવાઓની હાલમાં કમી ન આવે.
દવાઓની નિકાસ પર આ પ્રતિબંધ તાત્કાલીક અસરથી લાગૂ કરી દેવામાં આવ્યો છે. ડાયરેક્ટર જનરલ ઓફ ફોર ટ્રેડ (DGFT) જારી નોટિફિકેશન પ્રમાણે, પેરાસિટામોલ, ટિનિડેજોલ, મેટ્રોનિડેક્જોલ, વિટામિન બી1, બી12, હોર્મોન પ્રોજેસ્ટેરોન, ક્રોમાફેનિકોલથી બનેલા ફોર્મુલેશન્સ વગેરેના નિકાસ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
આગરાના 13 લોકોમાં જોવા મળ્યા Coronavirusના લક્ષણ, પુણે લેબમાં મોકલ્યા સેમ્પલ, યુપીમાં એલર્ટ જાહેર
દવાઓની સપ્લાઈને લઈને ડોક્ટરોની ચિંતા પણ વધી ગઈ છે. ટીબીની સારવારમાં ઉપયોગ થનારી રિફેન્પિસિન તે જરૂરી દવાઓમાં સામેલ છે, જેના માટે મટીરિયલ્સ ચીનથી આયાત થાય છે. ડોક્ટરોનું કહેવું છે કે તેનો સ્ટોક પૂરો થવો ચિંતાની વાત છે. તેનો સ્ટોક બચાવી રાખવા માટે નિકાસ પર પ્રતિબંધ મહત્વનું પગલું છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube