નવી દિલ્હીઃ Retail Inflation Data March 2023: મોંઘવારી અંગે સારા સમાચાર આવી રહ્યા છે. સતત બીજા મહિને રિટેલ મોંઘવારી દરમાં ઘટાડો નોંધાયો છે. માર્ચ 2023માં મોંઘવારી દર ઘટીને 5.66 ટકા પર આવી ગયો છે. તે જ સમયે, ફેબ્રુઆરી મહિનામાં આ આંકડો 6.44 ટકા હતો. આ સિવાય જો જાન્યુઆરી મહિનાની વાત કરીએ તો આ આંકડો 6.52 ટકા હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગત નાણાકીય વર્ષમાં સ્થિતિ કેવી હતી?
ગત નાણાકીય વર્ષની વાત કરીએ તો માર્ચ 2022માં છૂટક ફુગાવો 6.95 ટકાના સ્તરે હતો. આ દરમિયાન ખાદ્ય પદાર્થોના મોંઘવારી દરમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સમયે, ખાદ્ય મોંઘવારી દર ઘટીને 4.79 ટકા પર આવી ગયો છે, જે ફેબ્રુઆરી 2023માં 5.95 ટકા હતો.


દૂધનો મોંઘવારી દર પણ ઘટ્યો છે
માર્ચ મહિનાની વાત કરીએ તો આ મહિને અનાજ અને તેની સાથે સંબંધિત તમામ ઉત્પાદનોનો મોંઘવારી દર 15.27 ટકા હતો. આ સાથે જો આપણે દૂધ અને ડેરી સંબંધિત ઉત્પાદનોની વાત કરીએ તો ફેબ્રુઆરીની સરખામણીએ તેમનો મોંઘવારી દર ઓછો રહ્યો છે. દૂધની વાત કરીએ તો ફેબ્રુઆરી મહિનામાં તેનો મોંઘવારી દર 9.65 હતો અને માર્ચ મહિનામાં તે ઘટીને 9.31 ટકા પર આવી ગયો છે, એટલે કે તેમાં પણ ઘટાડો થયો છે.


આ પણ વાંચોઃ 30 એપ્રિલે કેન્દ્રીય કર્મચારીઓના ખાતામાં જમા થશે 1.20 લાખ રૂપિયા , થઈ ગઈ જાહેરાત!


શાકભાજી અને દાળમાં કેવી રહી સ્થિતિ?
મસાલાનો મોંઘવારી દર 18.21 ટકા, દાળનો મોંઘવારી દર 4.33 ટકા, ફળનો મોંઘવારી દર 7.55 ટકા રહ્યો છે. આંકડા પ્રમાણે શાકભાજીનો મોંઘવારી દર (-8.51) ટકા, મીટ અને માછલીનો મોંઘવારી દર (-1.42) ટકા, ઓયલ અને ફેટ્સનો મોંઘવારી દર (-7.86)  ટકા રહ્યો છે. 


15 મહિનાના નિચલા લેવલ પર પહોંચ્યો આંકડો
માર્ચમાં છૂટક ફુગાવો ઘટીને 5.66 ટકાના 15 મહિનાના નીચલા સ્તરે આવી ગયો છે. મુખ્યત્વે સસ્તી ખાદ્ય ચીજવસ્તુઓના કારણે મોંઘવારી દરમાં ઘટાડો થયો છે. માર્ચ માટે ફુગાવાનો આંકડો આરબીઆઈના 6 ટકાના સંતોષકારક સ્તરની ઉપરની મર્યાદાની અંદર છે. મોંઘવારી દરને 2 થી 6 ટકાની વચ્ચે રાખવાની જવાબદારી RBIને મળી છે.


સ્ટેટિસ્ટિક્સ મંત્રાલયે જાહેર કર્યો ડેટા
નેશનલ સ્ટેટેસ્ટિક્સ ઓફિસના જણાવ્યા અનુસાર માર્ચમાં ખાદ્ય ઉત્પાદનોનો ફુગાવો 4.79 ટકા હતો. ફેબ્રુઆરીમાં આ આંકડો 5.95 ટકા અને એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં 7.68 ટકા હતો. અનાજ, દૂધ અને ફળોના ભાવમાં વધારાને કારણે રિટેલ ફુગાવો ડિસેમ્બર 2022માં 5.7 ટકાથી વધીને ફેબ્રુઆરી 2023માં 6.4 ટકા થવાનો અંદાજ હતો.


આ પણ વાંચોઃ ગોલ્ડ જ્વેલરી ખરીદવા ઈચ્છતા લોકોને ઝટકો, સોના-ચાંદીમાં રેકોર્ડ તેજી, જાણો નવો ભાવ


RBIએ માહિતી આપી
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ નાણાકીય વર્ષ 2023-24માં કન્ઝ્યુમર પ્રાઇસ ઈન્ડેક્સ આધારિત ફુગાવો 5.2 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube