7th Pay Commission: 30 એપ્રિલે કેન્દ્રીય કર્મચારીઓના ખાતામાં જમા થશે 1.20 લાખ રૂપિયા , થઈ ગઈ જાહેરાત!
DA Hike Latest Update: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં DA (DA Hike News)માં વધારો કર્યો છે. હવે 30 એપ્રિલે કર્મચારીઓના ખાતામાં મોટી રકમ આવવાની છે.
Trending Photos
નવી દિલ્હીઃ 7th pay commission DA hike: કેન્દ્ર સરકારના કર્મચારીઓ (Central government employees)માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકારે (Central Government) તાજેતરમાં DA (DA Hike News)માં વધારો કર્યો છે. હવે 30 એપ્રિલે કર્મચારીઓના ખાતામાં મોટી રકમ આવવાની છે. જો તમે પણ કેન્દ્રીય કર્મચારી છો, તો એપ્રિલ મહિનામાં તમારા ખાતામાં પૂરા 1 લાખ 20 હજાર રૂપિયા આવવાના છે. સરકાર આ મહિને મોંઘવારી ભથ્થાની સાથે વધેલા પગારની ચૂકવણી કરશે. 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને તેનો સીધો લાભ મળશે. આ સાથે તમને 3 મહિનાના બાકીના પૈસા પણ મળશે.
મોંઘવારી ભથ્થું 38 થી વધીને 42 ટકા થયું
શ્રમ મંત્રાલય પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ડિસેમ્બર 2022 માં, AI CPI-IW નો આંકડો 132.3 આસપાસ પહોંચી ગયો હતો, ત્યારબાદ સરકારે મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો છે. 24 માર્ચે સરકારે મોંઘવારી ભથ્થું 38 ટકાથી વધારીને 42 ટકા કર્યું હતું.
દર મહિને 1200 રૂપિયા વધુ મળશે
તમને જણાવી દઈએ કે વધેલા પગારની સાથે આ કર્મચારીઓને 3 મહિનાના બાકીના પૈસા પણ મળશે. ઉદાહરણ તરીકે, ધારો કે જો કોઈપણ કેન્દ્રીય કર્મચારીનો મૂળ પગાર 30,000 રૂપિયા છે, તો તેના પગારમાં 1200 રૂપિયાનો વધારો થશે. આ સાથે જો વાર્ષિક ધોરણે જોવામાં આવે તો તેમના કુલ પગારમાં 14,400 રૂપિયાનો વધારો થશે.
1.20 લાખ રૂપિયા કેવી રીતે મેળવશો
આ સિવાય જો કેબિનેટ સેક્રેટરી ઓફિસર્સની વાત કરીએ તો તેમની સેલેરીમાં દર મહિને 10,000 રૂપિયાનો વધારો થશે. જણાવી દઈએ કે કેબિનેટ સેક્રેટરીનો બેઝિક પગાર 2.50 લાખ રૂપિયા પ્રતિ માસ છે. જો આ દૃષ્ટિકોણથી ગણતરી કરવામાં આવે તો વાર્ષિક ધોરણે તેમના પગારમાં લગભગ 1.20 લાખનો વધારો થશે.
મોંઘવારી ભથ્થું વર્ષમાં બે વાર વધે છે
કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં મોંઘવારી વધતા કર્મચારીઓના જીવનધોરણમાં સુધારો કરે છે. આ સાથે કર્મચારીઓના પગારમાં પણ તે મુજબ વધારો કરવામાં આવે છે. સરકાર વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે. આ નાણાં સરકારી કર્મચારીઓ, જાહેર ક્ષેત્રના કર્મચારીઓ અને પેન્શનધારકોને આપવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે