નવી દિલ્હીઃ માર્ચ મહિનામાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારાની અસર છૂટક મોંઘવારીના આંકડા પર જોવા મળી છે. છૂટક ફુગાવાના દરમાં મોટો વધારો થયો છે. માર્ચ મહિનામાં છૂટક મોંઘવારી દર 6.95 ટકા રહ્યો, જ્યારે ફેબ્રુઆરી 2022માં 6.07 ટકા હતો. છૂટક મોંઘવારીના દરનો આ આંકડો 18 મહિનામાં સૌથી વધુ છે. રાષ્ટ્રીય આંકડાકિય વિભાગે મોંઘવારી દરને લઈને આંકડા જાહેર કર્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છૂટક મોંઘવારી દર 6.95 ટકા પર જઈ પહોંચ્યો છે જે આરબીઆઈના મોંઘવારી દરની નક્કી અપર લિમિટ 6 ટકાથી વધુ છે. એનએસઓના ડેટા પ્રમાણે શહેરી વિસ્તારમાં મોંઘવારીમાં જબરદસ્ત વધારો થયો છે. ફેબ્રુઆરીમાં શહેરી વિસ્તારમાં છૂટક મોંઘવારી દર 5.75 ટકા હતો. માર્ચ 2022માં શહેરી વિસ્તારમાં છૂટક મોંઘવારી દર 7.66 ટકા રહ્યો છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં છૂટક મોંઘવારી દર 6.12 ટકા રહ્યો છે. માર્ચમાં આંતરરાષ્ટ્રીય બજારમાં કારા ચેલના ભાવમાં ભારે ઉછાળાને કારણે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. માર્ચ 2022 બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાનો સિલસિલો શરૂ થયો હતો. રશિયા યુક્રેન યુદ્ધને કારણે ખાવાના તેલના ભાવમાં મોટો વધારો થયો છે. 


આ પણ વાંચોઃ LIC IPO પર સૌથી મોટા અપડેટ! 25-29 એપ્રિલ વચ્ચે ખુલી શકે છે આઇપીઓ, સેબીમાં ફાઈલ થશે UDRHP


ખાદ્ય મોંઘવારી વધી
માર્ચ મહિનામાં ખાવા-પીવાની વસ્તુના મોંઘવારી દરમાં મોટો વધારો થયો છે. માર્ચમાં ખાદ્ય મોંઘવારી દર 7.68 ટકા રહ્યો છે. જ્યારે માર્ચ મહિનામાં તે 5.85 ટકા હતો. ફૂડ બાસ્કેટમાં વધારાનું કારણ તેલના ભાવમાં વધારો છે, જે 18.79 ટકા રહ્યો છે. ફળ-શાકભાજીની કિંમતોમાં 11.64 ટકાનો વધારો થયો છે તો મીટ અને માછલીના ભાવોમાં 9.63 ટકાનો ઉછાળો આવ્યો છે. 


મોંઘી થઈ શકે છે લોન
છૂટક મોંઘવારી દર 6.95 ટકા પર પહોંચ્યો છે. જે આરબીઆઈની નક્કી મર્યાદા 6 ટકાથી વધુ છે. 8 એપ્રિલે 2022-23 ની પ્રથમ દ્વિમાસિક લોન નીતિની સમીક્ષા કરતા આરબીઆઈએ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. પરંતુ જે રીતે મોંઘવારી વધી રહી છે, તેનાથી વ્યાજદરોમાં વધારો થવાની શક્યતા વધી છે. આરબીઆઈએ પણ 2022-2023 માટે મોંઘવારી દરના અનુમાનને 5.7 ટકા કરી દીધુ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube