મોંઘવારીથી હાહાકાર, ડિસેમ્બરમાં રિટેલ ફુગાવાનો દર વધીને 7.35 ટકા થયો
મોંઘવારી પર સરકાર લગામ લગાવી રહી નથી. ખાવા-પીવાની વસ્તુ મોંઘી થવાથી ડિસેમ્બરમાં રિટેલ ફુગાવાના દરમાં વધારો થઈ ગયો છે. ડિસેમ્બરમાં રિટેલ ફુગાવોનો દર વધીને 7.35 ટકા થઈ ગયો છે. જ્યારે નવેમ્બરમાં રિટેલ ફુગાવાનો દર 5.54 ટકા હતો.
નવી દિલ્હીઃ મોંઘવારી પર સરકાર લગામ લગાવી રહી નથી. ખાવા-પીવાની વસ્તુ મોંઘી થવાથી ડિસેમ્બરમાં રિટેલ ફુગાવાના દરમાં વધારો થઈ ગયો છે. ડિસેમ્બરમાં રિટેલ ફુગાવોનો દર વધીને 7.35 ટકા થઈ ગયો છે. જ્યારે નવેમ્બરમાં રિટેલ ફુગાવાનો દર 5.54 ટકા હતો.
આ સિવાય ખાદ્ય ફુગાવાના દરમાં પણ આ વર્ષના અંતના મહિનામાં વધારો નોંધાયો છે. નવેમ્બરમાં ખાદ્ય ફુગાવાનો દર 10.01 ટકા હતો, જે ડિસેમ્બરમાં વધીને 14.12 ટકા થઈ ગયો છે. જુલાઈ 2016 બાદ ડિસેમ્બર 2019 પ્રથમ મહિનો છે જ્યારે મોંધવારી દર રિઝર્વ બેન્કની અપર લિમિટ (2-6 ટકા)ને પાર કરી ગયો છે.
મોંઘવારીના મોરચે સતત ઝટકા
હકીકતમાં મોંઘવારીના મોરચા પર મોદી સરકાર છેલ્લા કેટલાક મહિનાથી સતત નીચે આવી રહી છે. ઓક્ટોબરમાં રિટેલ ફુગાવાનો દર 4.62 ટકા હતો, જે નવેમ્બરમાં વધીને 5.54 ટકા થયો, જ્યારે સપ્ટેમ્બરમાં રિટેલ ફુગાવાનો દર 3.99 ટકા હતા.
પહેલા મોઢું મીઠું અને પછી નજરકેદ... કોઈ સિક્રેટ મિશનની જેમ Budget બનાવાય છે, આવી છે પ્રોસેસ
શાકભાજીના ભાવમાં વધારો
આંકડા પ્રમાણે ડુંગળી, ટમેટા અને અન્ય શાકભાજીના ભાવમાં વધારો થવાને કારણે ડિસેમ્બરમાં રિટેલ ફુગાવાના દરમાં આ ઉછાળ જોવા મળ્યો છે. આ સિવાય પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ વધારાથી રિટેલ ફુગાવો વધ્યો છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
વાંચો ભારતના અન્ય મહત્વના સમાચાર