નવી દિલ્હીઃ સરકારી નોકરી હોય કે ખાનગી કર્મચારીની સૌથી મોટી ચિંતા નિવૃત્તિને લઈને હોય છે. નિવૃત્તિ બાદ દર મહિને તમને એક સાથે પૈસા મળતા રહે તો તમે જિંદગી આરામથી પસાર કરી શકો છો. તેવામાં નોકરી કરવાની સાથે પેન્શનની વ્યવસ્થા કરવી જરૂરી છે. આજે અમે તમને આવી સરકારી સ્કીમ (LIC Jeevan Shanti Policy) વિશે જણાવી રહ્યાં છીએ, જેમાં તમે રોકાણ કરી દર મહિને 11 હજાર રૂપિયા સુધીનું પેન્શન મેળવી શકો છો. આ યોજના (LIC Jeevan Shanti Policy) માં રોકાણ કરવાથી ઘણા પ્રકારના લાભ મળે છે. આવો તમને આ સ્કીમ વિશે જણાવીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ યોજનાનો ઉઠાવી શકો છો લાભ
અમે જે યોજના વિશે વાત કરી રહ્યાં છીએ તે એલઆઈસીની ન્યૂ જીવન શાંતિ પોલિસી (LIC Jeevan Shanti) છે. તેમાં (LIC Jeevan Shanti)રોકાણ કરી તમે નિવૃત્તિ બાદ પેન્શનનો ફાયદો ઉઠાવી શકો છો. LIC એ પોતાની ન્યૂ જીવન શાંતિ પ્લાન માટે પાછલા દરે વ્યાજદરમાં ફેરફાર કર્યો હતો. આ યોજનામાં રોકાણ કરનાર પોલિસીધારકને હવે વધુ વ્યાજ મળશે. આ સ્કીમ હેઠળ તમને સીમિત રોકાણમાં વધુ નફો મળી શકે છે. 


આ પણ વાંચોઃ મે મહિનામાં 12 દિવસ બેન્ક રહેશે બંધ, રજાની સાથે થશે મહિનાની શરૂઆત, જુઓ લિસ્ટ


આ રીતે મળશે પેન્શન
નોંધનીય છે કે એલઆઈસીની ન્યૂ જીવન શાંતિ પોલિસી એક નો  લિંક્ડ પ્લાન છે. તેમાં તમારે વાર્ષિક પ્રીમિયમ આપવાનું હોય છે. પોલિસી હોલ્ડર પેન્શન ક્યારે લેવા ઈચ્છો છો તે માટે પણ યોજનામાં ઓપ્શન મળે છે. તમે તેનો ફાયદો 5, 10, 15 કે 20 વર્ષ બાદ લઈ શકો છો. કસ્ટમર દ્વારા પસંદ કરવામાં આવેલા સમય અનુસાર પેન્શન મળવાનું શરૂ થઈ જશે. 


આ પણ વાંચોઃ 1 May New Rules: દેશભરમાં 1 મેથી લાગૂ થશે આ નવા નિયમ, સીધી તમારા પર પડશે અસર


પ્લાન પ્રમાણે સિંગલ લાઇફ માટે ડિફર્ડ એન્યુટીની સ્થિતિમાં 10 લાખ રૂપિયાની પોલિસી ખરીદવા પર તમને 11,192 રૂપિયાનું માસિક પેન્શન મળી શકે છે. કમ્યુનિટી લાઇફ માટે ડિફર્ડ એન્યુટીના મામલામાં માસિક પેન્શન 10,576 રૂપિયા થઈ શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube