New Safety Rules: બાળકોની સુરક્ષા માટે હવે નવા નિયમો, આ ભૂલો કરી તો સસ્પેન્ડ થઈ જશે લાયસન્સ
Bike Limited Speed: સરકાર હવે આ મામલે જાગૃત થઈ છે અને આ અંગે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે ટુ-વ્હીલર ચાલકો માટે નવા ટ્રાફિક નિયમો બહાર પાડ્યા છે તો નવા નિયમો પ્રમાણે કેવી જોગવાઈ રહેશે જાણવા માટે આ આર્ટિકલ વાંચો...
Helmet Rule For Children: છેલ્લાં થોડા સમયમાં રોડ એક્સિડન્ટ ખુબજ વધી ગયા છે અને તેમાં ખાસ કરીને ટુ-વ્હીલર ચલાવતા લોકોને વધુ ઈજા પહોંચતી હોવાના કેસ વધુ સામે આવી રહ્યા છે. જો કે, સરકાર હવે આ મામલે જાગૃત થઈ છે અને આ અંગે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે ટુ-વ્હીલર ચાલકો માટે નવા ટ્રાફિક નિયમો બહાર પાડ્યા છે તો નવા નિયમો પ્રમાણે કેવી જોગવાઈ રહેશે જાણવા માટે આ આર્ટિકલ વાંચો...
નવા નિયમો અનુસાર હવે 4 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ટુ-વ્હીલર પર લઈ જવા માટે સુરક્ષાનું સંપૂર્ણ ધ્યાન રાખવું પડશે. ડ્રાઇવરોએ બાળકો માટે હેલ્મેટ અને હાર્નેસ બેલ્ટનો ઉપયોગ કરવો જરૂરી રહેશે. તેમજ, ટુ-વ્હીલરની સ્પીડ 40 કિમી પ્રતિ કલાકથી વધુ ન હોવી જોઈએ. મોટરસાયકલ ચાલકે 9 મહિનાથી 4 વર્ષની વયના બાળકને વ્હીકલમાં પાછળ બેસાડતી વખતે સેફ્ટી હાર્નેસનો ઉપયોગ કરવો પડશે.
સેફ્ટી હાર્નેસ બેલ્ટ એટલે શું?
સેફ્ટી હાર્નેસ એ અડજસ્ટેબલ બેલ્ટ છે, જે બાળક દ્વારા પહેરવામાં આવે છે. આ બેલ્ટ ભલે બાળકે પહેરેલો હોય પરંતુ તેનો એક ભાગ ટુ-વ્હીલર રાઇડર સાથે જોડાયેલો રહે છે. બાળક આ બેલ્ટને સ્કૂલ બેગની જેમ પહેરી શકે છે. પછી તેનો એક ભાગ રાઇડરની કમર અથવા પેટથી બંધ થઈ જાય છે. એટલે કે, બાઈક રાઇડર સાથે તે સંપૂર્ણ રીતે જોડાયેલું રહે છે. તેનો મોટો ફાયદો એ છે કે બાઈક કે સ્કૂટર પરથી બાળક પડી નહીં જાય. બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ, 2016 હેઠળ તૈયાર કરવામાં આવનાર હાર્નેસ સેફ્ટી બેલ્ટનાં સ્પેસિફિકેશન્સ કેવા હશે તે પણ જોઇએ...
ટુ-વ્હીલર પર મુસાફરી કરતી વખતે બાળકને સુરક્ષિત રાખવા માટે ડ્રાઇવરે ચાઇલ્ડ સેફ્ટી હાર્નેસ બેલ્ટ બાંધવો પડશે, જે 2 સ્ટ્રેપ સાથે આવે છે. નવા નિયમ હેઠળ, મુસાફરી કરતી વખતે ક્રેશ હેલ્મેટ અથવા સાયકલ હેલ્મેટ પહેરવું જરૂરી રહેશે. કેન્દ્રએ બાળકો માટે હેલ્મેટ બનાવવાનું શરૂ કરવા માટે ઉત્પાદકોને પહેલેથી જ સૂચના આપી દીધી છે.
આ પણ વાંચો: Video: બ્રાલેસ બની જીન્સનું ટોપ બનાવી પહેર્યું : બોલી મારો નગ્ન નાચ ચાલુ રહેશે
આ પણ વાંચો: જો આ 10 ભૂલો કરી તો ગમે ત્યારે બ્લાસ્ટ થઈ શકે છે તમારો ફોન, બચવા માટે કરો આ કામ
આ પણ વાંચો: 2 વર્ષ સુધી પત્ની સાથે શરીર સુખ ના માણી શક્યો, સરકાર પર માંડ્યો Rs 10,000 cr નો દાવો
નિયમ તોડ્યો તો 1000 રૂપિયાનો દંડ
નવા ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરવા પર 1,000 રૂપિયાનો દંડ અને 3 મહિના માટે ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ થઈ શકે છે. સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટમાં ટુ-વ્હીલરની પાછળ બેઠેલા બાળકો માટે વધુ સલામતી સુનિશ્ચિત કરવા માટે નવા નિયમનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નિયમ ચાર વર્ષ સુધીના બાળકોને આવરી લે છે.
સ્પીડ 40 કિમીથી વધુ ન હોવી જોઇએ
નવો નિયમ ટુ-વ્હીલર રાઇડર્સ માટે એ પણ સુનિશ્ચિત કરે છે કે બાળકો સાથે મુસાફરી કરતી વખતે વાહનની સ્પીડ કલાક દીઠ 40 કિમી કરતાં વધુ ન હોવી જોઇએ. અગાઉ ગયા વર્ષે ઓક્ટોબરમાં મંત્રાલયે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડીને નિયમમાં ફેરફારનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેમાં વાહન ચાલકો માટે સેફ્ટી હાર્નેસ અને ક્રેશ હેલ્મેટનો ઉપયોગ ફરજિયાત બનાવવાની દરખાસ્ત કરવામાં આવી હતી. આ નિયમ 15 ફેબ્રુઆરી 2023થી લાગુ થશે.
આ પણ વાંચો: જો આ 10 ભૂલો કરી તો ગમે ત્યારે બ્લાસ્ટ થઈ શકે છે તમારો ફોન, બચવા માટે કરો આ કામ
આ પણ વાંચો: લગ્ન પહેલાં પ્રેગ્નેંટ થઇ હતી આ અભિનેત્રીઓ, પોલ ખુલ્યા બાદ લેવા પડ્યા સાત ફેરા!
આ પણ વાંચો: મારૂતિ લાવી છે લૂંટ લો ઓફર, આ કારો પર 65 હજારનું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
ટુ-વ્હીલર માટે નવા નિયમો
આ નિયમો 15 ફેબ્રુઆરી 2023થી લાગુ થશે
4 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે હાર્નેસ સેફ્ટી બેલ્ટ જરૂરી
સેફ્ટી હાર્નેસ બેલ્ટ એટલે શું?
સેફ્ટી હાર્નેસ એક અડજસ્ટેબલ બેલ્ટ છે
બાળક આ બેલ્ટને સ્કૂલ બેગની જેમ પહેરી શકે છે
આ બેલ્ટથી બાળક સ્કૂટર પરથી પડી નહીં જાય
હાર્નેસ સેફ્ટી બેલ્ટ લાઇટ કેરિંગ હશે
આ બેલ્ટમાં 30 કિલો સુધીનું વજન ઉઠાવવાની કેપેસિટી હોય છે
નિયમ તોડ્યો તો 1000 રૂપિયાનો દંડ
3 મહિના માટે ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ પણ થશે
સ્પીડ પ્રતિ કલાક 40 કિમીથી વધુ ન હોવી જોઇએ
સેફ્ટી હાર્નેસ અને ક્રેશ હેલ્મેટનો ઉપયોગ ફરજિયાત હશે
આ પણ વાંચો: એક એવું ગીત જેને સાંભળીને 200 લોકોએ કરી હતી આત્મહત્યા, 63 વર્ષ માટે કર્યું બેન
આ પણ વાંચો: જાણો મહિલા નાગા સાધુઓના આ 6 રહસ્ય, જાણીને રહી જશો દંગ
આ પણ વાંચો: બજારમાં કેમ જવું જો ઘરે જ બની શકે છે પ્રોટીન પાવડર? જાણો સેવનનો Right Time
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube