કોરોનાના લીધે Rolls Royce સહિત ત્રણ મોટી કંપનીઓએ લીધો નિર્ણય, 13400 કર્મચારીઓની કરી છટણી
કોરોના વાયરસ (Coronavirus)ના લીધે વિશ્વની ત્રણ મોટી દિગ્ગજ કંપનીઓએ પોતાના ત્યાંથી કર્મચારીઓને હાંકી કાઢવાની જાહેરાત કરી છે. તેમાં રોલ્સ રોયસ (Rolls Royce) સહિત એપ આધારિત કેબ સેવા પ્રોવાઇડર કંપની ઓલા અને ઉબર પણ સામેલ છે.
નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus)ના લીધે વિશ્વની ત્રણ મોટી દિગ્ગજ કંપનીઓએ પોતાના ત્યાંથી કર્મચારીઓને હાંકી કાઢવાની જાહેરાત કરી છે. તેમાં રોલ્સ રોયસ (Rolls Royce) સહિત એપ આધારિત કેબ સેવા પ્રોવાઇડર કંપની ઓલા અને ઉબર પણ સામેલ છે. આ ત્રણેય કંપનીઓએ પણ લગભગ 13400 કર્મચારીઓને તગેડી મુકવાનો નિર્ણય કર્યો છે.
રોલ્સ રોયસ કાઢશે 9 હજાર કર્મચારી
સૌથી પહેલાં વાત કરીએ બ્રિટનની કંપની રોલ્સ રોયસની. આ કંપની બોઇંગ 787 અને એરબસ 350 વિમાનોના એન્જીન બનાવે છે. કંપનીએ કહ્યું કે તે પોતાની કેટલીક ફેક્ટરીઓને આગામી આદેશ સુધી બંધ કરી રહી છે. આખી દુનિયામાં કંપની કુલ 52 હજાર કર્મચારી કામ કરે છે. જે નવ હજાર કર્મચારીઓને કાઢવામાં અવી રહ્યા છે તેમાંથી મોટાભાગના રોલ્સના નાગર વિમાનન કારોબારમાં કામ કરે છે. આ કારોબારથી જ કંપનીને વાર્ષિક કુલ કારોબારથી અડધી કમાણી થાય છે. પરંતુ હવે કોરોના વાયરસના લીધે વિમાન ઉડી રહ્યા નથી. એવામાં કંપનીને ખૂબ નુકસાન થઇ રહ્યું છે.
ઓલા કરશે 1400 લોકોને બહાર
બેગલુરૂ સ્થિત એપ આધારિત કેબ સેવા પ્રોવાઇડર કંપની પણ 1400 કર્મચારીને છૂટા કરશે. તેમાં કંપનીની કેબ, નાણાકીય સેવા અને ફૂડ બિઝનેસમાં સામેલ કર્મી છે. કંપનીની કમાણી ગત બે મહિનામાં 95 ટકા ઓછી થઇ ગઇ છે. આ વાતની જાણકારી આપતાં કંપનીના સીઇઓ ભાવેશ અગ્રવાલે કહ્યું કે આવા સમયમાં આગળ કંપની ચલાવવું મુશ્કેલ હોય છે. કોરોનાથી ઓલા માટે કેબ ચલાવનાર ડ્રાઇવર અને તેમના પરિવારને પણ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
ભાવીશએ કહ્યું કે એકવાર જ કરવામાં આવશે અને આ અઠવાડિયાના અંત સુધી સમગ્ર પ્રક્રિયા પુરી થઇ જશે. ફૂડ અને નાણાકીય સેવામાં આગામી અઠવાડિયા સુધી છટણી કરવાની પ્રક્રિયા પુરી થશે.
ઉબરે પણ કોરોના ઇમરજન્સીનો સામનો કરવા માટે 3000 અને કર્મચારીઓને કાઢવાનો નિર્ણય કર્યો છે. તેની જાણકારી આપતાં ઉબરના સીઇઓ દારા ખોસરોશાહીએ કહ્યું કે કર્મચારીઓને નોકરીમાંથી કાઢવાનો આ નિર્ણય ખૂબ કઠિન છે. તેમણે કહ્યું કે કંપની પોતાના કેટલાક નોન-કોર પ્રોજેક્ટમાં રોકાણ પણ ઘટાડશે.
પહેલાં જ નિકાળી ચૂકી છે કર્મચારી
મે મહિનાની શરૂઆતમાં પણ ઉબર પોતાના 3600 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી ચૂકી છે. આ સાથે જ કંપની અત્યાર સુધી 25 ટકા સ્ટાફને ઓછો કરી ચૂકી છે. આ ઉપરાંત કંપનીએ વૈશ્વિક સ્તર પર 45 કાર્યાલયોને બંધ કરી દેવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર