નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 12 ઓક્ટોબર 2020ના રોજ એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં વિજયરાજે સિંધિયાના સન્માનમાં 100 રૂપિયાનો સ્મૃતિ સિક્કો બહાર પાડ્યો. વિજયરાજે સિંધિયા ગ્વાલિયરના રાજમાતા તરીકે ઓળખાય છે. આ સિક્કો તેમની જન્મ શતાબ્દીના અવસરે બહાર પાડવામાં આવ્યો છે. આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે વિજયારાજે સિંધિયા દેશની આઝાદી પહેલા અને ત્યારબાદ પણ ભારતીય રાજકારણનો મહત્વનો ભાગ રહ્યા. તેમના અનુભવો અંગે આજની પેઢીએ પણ ચર્ચા કરવી જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જન્મ શતાબ્દી સમારોહના ક્રમમાં આ 100 રૂપિયાનો સ્મૃતિ સિક્કો નાણા મંત્રાલયે તૈયાર કરાવ્યો છે. પ્રધાનમંત્રી તરફથી આ સિક્કાને બહાર પાડવાના અવસરે વિજયારાજે સિંધિયાના પરિવારના સભ્યો તથા દેશના અન્ય ભાગમાંથી પણ લોકોએ ભાગ લીધો. 


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર ટ્વીટ કરીને લખ્યું હતું કે "12 ઓક્ટોબરના રોજ રાજમાતા વિજયારાજે સિંધિયાની જયંતી છે. આ અવસરે 100 રૂપિયાનો સ્મારક સિક્કો બહાર પાડવામાં આવશે. આ તેમની જન્મશતાબ્દી ઉત્સવનો ભાગ છે અને તેમના મહાન વ્યક્તિત્વને શ્રદ્ધાંજલિ આપવાની એક તક."


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube