Shaktikanta Das: RBI ગવર્નરે 2000 રૂપિયાની નોટો બદલાવાના નિયમો બાબતે સ્પષ્ટતા કરી છે કે,  નોટ બદલવા માટે કોઈપણ પ્રકારના ઓળખ પત્રની જરૂર નથી. નોટ બદલાવા માટે કોઈપણ પ્રકારની ખોટી દોડધામ કરશો નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમારી પાસે પણ 2000 રૂપિયાની નોટ છે તો સોમવારે RBI ગવર્નરે તેને લગતા ઘણા સવાલોના જવાબ આપ્યા. તેમણે 2000 રૂપિયાની નોટો બદલવા સંબંધિત સ્થિતિને સ્પષ્ટ કરી. તેમણે કહ્યું કે નોટ બદલવા માટે કોઈપણ પ્રકારના ઓળખ પત્રની જરૂર નથી. આ માટે ચાર મહિના એટલે કે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે. તેણે કહ્યું કે બેંક આવવાની જરા પણ ઉતાવળ ન કરો. અમારી પાસે અન્ય નોટોનો પૂરતો જથ્થો છે.


RBI ગવર્નરે કહ્યું કે તમારે નોટ બદલવાની ચિંતા ન કરવી જોઈએ. આ માટે ચાર મહિના એટલે કે 30 સપ્ટેમ્બર 2023 સુધીનો સમય આપવામાં આવ્યો છે. તેથી જ બેંકમાં આવવાની ઉતાવળ કરશો નહીં. કેટલાક લોકોમાં એવી ચર્ચા છે કે બેંકોમાં નોટો પૂરી થઈ જશે, આવી સ્થિતિમાં ગર્વનરે ખુલાસો કર્યો છે કે શાંતિથી બદલાવો, અમારી પાસે પૂરતી માત્રામાં અન્ય નોટો છે. તમને જણાવી દઈએ કે આરબીઆઈના આદેશ અનુસાર મંગળવારથી કોઈપણ બેંક શાખામાં 2000 રૂપિયાની નોટ બદલી શકાશે.


તેમણે કહ્યું કે તમે એકવારમાં 2000 રૂપિયાની વધુમાં વધુ 10 નોટ બદલી શકો છો. એટલે કે, જો તમે 20000 રૂપિયા લાવો છો, તો તમારે તેને બદલવા માટે કોઈ ફોર્મ ભરવાની જરૂર નથી.


તમને જણાવી દઈએ કે એવું નથી કે 30 સપ્ટેમ્બર 2023 પછી આ નોટો બંધ થઈ જશે. આ પછી પણ 2000 રૂપિયાની નોટ ચલણમાં રહેશે. બેંકોની શાખાઓમાં 2000 રૂપિયાની નોટો જમા કરવામાં આવશે, તેને ABIની કરન્સી ચેસ્ટમાં મોકલવામાં આવશે. કરન્સી ચેસ્ટ સુધી પહોંચતી નોટો આરબીઆઈ દ્વારા ફરીથી જારી કરવામાં આવશે નહીં.