નવી દિલ્હીઃ Rules change from 1 march 2023: આજથી નવો મહિનો એટલે કે માર્ચ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. નવા મહિનામાં કેટલાક ફેરફાર પણ થયા છે. માર્ચ, 2023 આ નાણાકીય વર્ષ (FY-22)નો છેલ્લો મહિનો છે. આ મહિનામાં કેટલાક ફેરફાર થયા છે જેની અસર તમારા ખિસ્સા પર પડશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમે તમને જણાવી રહ્યાં છીએ કે 1 માર્ચ (Rules Changing From 1st March 2023) એટલે કે આજથી ક્યા નિયમમાં ફેરફાર થયો છે. 


1. સોશિયલ મીડિયા પર ફરિયાદ માટે પોર્ટલ શરૂ
સરકારે મંગળવારે એક પોર્ટલ  Grievance Appellate System લોન્ચ કર્યો છે. આ પોર્ટલ દ્વારા સોશિયલ મીડિયા સાઇટ્સ પર મળેલી ફરિયાદોનું ટૂંક સમયમાં નિરાકરણ કરવામાં આવશે. જેનો અમલ આજથી કરવામાં આવી રહ્યો છે. સરકારનું કહેવું છે કે આ પોર્ટલ દ્વારા સોશિયલ મીડિયા કંપનીઓની જવાબદારી સુનિશ્ચિત કરવામાં આવશે.


આ પણ વાંચોઃ કેન્દ્રીય કર્મચારીઓનું 42% થશે DA,માર્ચના મહિનામાં મળશે ગુડ ન્યૂઝ!


2. IELTS પરીક્ષા આપનાર જાણી લે આ વાત
પાછલા વર્ષે IELTS (International English Language Testing System)એ One Skill Retake ની જાહેરાત કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે માર્ચ, 2023થી IELTS ની પરીક્ષામાં વિદ્યાર્થી અલગથી એક મોડ્યૂલની પરીક્ષા આપી શકશે. યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ જેવા દેશોમાં જ્યાં ઈંગ્લિશ નેટિવ લેંગ્વેજ છે. ત્યાં અભ્યાસ કરવા, વસવા કે નોકરી મેળવતા પહેલાં આ પરીક્ષા આપવી પડે છે. તેમાં ચાર મોડ્યૂલમાં પરીક્ષા હોય છે. જો સ્કોર સારો ન આવે તો વિદ્યાર્થીઓએ બીજીવાર પરીક્ષા આપવી પડે છે. પરંતુ હવે તે કોઈ એક મોડ્યૂલનો સ્કોર સારો કરવા ઈચ્છે છે તો તેની પરીક્ષા આપી શકશે. 


3. બેંક લોન થઈ મોંઘી (Bank Loan Interest Rate to get costlier)
ફેબ્રુઆરીમાં આરબીઆઈએ રેપો રેટમાં વધારો કર્યો હતો, ત્યારબાદ ઘણી બેન્કોએ પોતાના MCLR રેટમાં વધારો કરી દીધો છે, જેનાથી બેંક લોન મોંઘી થઈ ગઈ છે. બંધન બેન્કે 28 ફેબ્રુઆરીએ પોતાની લોન મોંઘી કરી દીધી હતી. આ સિવાય HDFC અને Punjab National Bank એ પણ લેન્ડિંગ રેટમાં વધારો કર્યો છે, ત્યારબાદ આજથી લોન મોંઘી થઈ રહી છે. 


આ પણ વાંચોઃ સોનું ઓલ ટાઈમ હાઈ રેટથી 3213 અને ચાંદી 8503 રૂપિયા થઈ ગઈ સસ્તી, જાણો લેટેસ્ટ રેટ


4. માર્ચમાં 12 દિવસ બેંક રહેશે બંધ (Bank Holidays in March, 2023)
આ વખતે માર્ચમાં હોળીનો મોટો તહેવાર આવી રહ્યો છે. નવરાત્રી પણ માર્ચમાં જ આવી રહી છે. તેથી આ વખતે રજાઓ છે. જો કે, બેંકોમાં સાપ્તાહિક અને તહેવારોની રજાઓ સહિત કુલ 12 રજાઓ છે. આરબીઆઈના કેલેન્ડર મુજબ ખાનગી અને સરકારી બેંકો 12 દિવસ સુધી બંધ રહેશે.


5. ટ્રેનના ટાઈમટેબલમાં ફેરફાર
ભારતીય રેલવેએ આ વખતે પોતાના ટાઇમટેબલમાં ફેરફાર કર્યો છે. તેનું લિસ્ટ આજે જાહેર થઈ શકે છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે માર્ચથી હજારો પેસેન્જર ટ્રેનો અને 5 હજાર માલગાડીઓના સમયપત્રકમાં આજથી ફેરફાર થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube