1 ઓગસ્ટથી આ નિયમો બદલાશે, તમારા ખિસ્સા પર થશે સીધી અસર, જાણો વિગત
Rules Changing Form 1st August 2023: જુલાઈનો મહિનો પૂર્ણ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારબાદ નવો મહિનો ઓગસ્ટ શરૂ થવાનો છે. ઓગસ્ટ મહિનામાં અનેક તહેવારો પણ આવશે. પરંતુ આ સાથે ઘણા નવા નિયમો લાગૂ થશે.
નવી દિલ્હીઃ Rules Changing Form 1st August 2023: હવે જુલાઈનો મહિનો પૂર્ણ થશે અને નવા મહિના ઓગસ્ટની શરૂઆત થશે. જુલાઈનો મહિનો ખુબ મહત્વનો મામલામાં આવે છે કારણ કે આ મહિનાના અંત સુધી એટલે કે 31 જુલાઈ સુધી રિટર્ન ફાઇલ કરવાનું હોય છે. ઓગસ્ટની શરૂઆતથી ઘણા ફેરફાર થશે. તેવામાં તમારે આ બદલાતા નિયમો વિશે જાણવુ જરૂરી છે. જાલો જાણીએ 1 ઓગસ્ટથી ક્યા નિયમો બદલાશે.
ઓગસ્ટમાં 14 દિવસ બેન્ક બંધ
ઓગસ્ટ મહિનામાં તહેવારોને કારણે રજાઓની ભરમાર છે. રક્ષાબંધન, મુહર્રમ અને ઘણા અન્ય તહેવારને કારણે 14 દિવસ બેન્ક બંધ રહેશે. જેમાં શનિવાર અને રવિવારની રજાઓ પણ સામેલ છે.
આ પણ વાંચોઃ રક્ષાબંધન અને 15 ઓગસ્ટની રજા માટે થઈ જાવ તૈયાર, ઓગસ્ટમાં 14 દિવસ બેન્ક રહેશે બંધ
LPG સિલિન્ડરની કિંમત
ઓગસ્ટના મહિનામાં ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થવાનો છે. ઓયલ માર્કેટિંગ કંપનીઓ એલપીજી સિલિન્ડરની સાથે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં પણ ફેરફાર કરી શકે છે. આ કંપનીઓ દર મહિનાની 1 અને 16 તારીખે એલજીપીની કિંમતોમાં ફેરફાર કરે છે. આ સિવાય PNG અને CNGની કિંમતોમાં પણ ફેરફાર થઈ શકે છે.
ITR ફાઇનલ ન કરવા પર દંડ
ઇનકમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. આ અંતિમ તારીખ તે ટેક્સપેયર્સ માટે છે જેણે પોતાના એકાઉન્ટનું ઓડિટ કરાવ્યું નથી. જો તમે આ તારીખ સુધી આઈટીઆર ફાઈલ કરતા નથી તો દંડ ભરવો પડી શકે છે. આઈટીઆર ભરવામાં વિલંબ કરશો તો પાંચ હજાર સુધીનો દંડ ભરવો પડી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube