નવી દિલ્હી : ડોલરની સરખામણીમાં રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. ગુરુવારે પણ રૂપિયામાં ભારે અવમૂલ્યન જોવા મળ્યું છે. રૂ. 28 પૈસા નબળો થઈને ખુલ્યો અને આની સાથે જ રૂપિયો 69ના સ્તરની બહુ નજીક પહોંચી ગયો છે. આ ઐતિહાસિક નીચેનું સ્તર છે. જાણકારોની માનીએ તો રૂ.માં હજી પણ અવમુલ્યન જોવા મળી શકે છે. જો રૂપિયો નબળો પડે તો માત્ર દેશને જ નહીં પણ સામાન્ય માણસને પણ એની અસર થઈ શકે છે. રૂપિયાની કિંમત ઘટવાથી સામાન્ય માણસને ચાર મોટા નુકસાન થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. મોંઘવારી વધવાનો ખતરો - રૂપિયા સામે ડોલર મજબૂત થશે કે તરત કાચા તેલની કિંમતો વધી જશે. આની સીધી અસર પેટ્રોલ તેમજ ડીઝલની કિંમતો પર થશે. આ સિવાય જે દેશ કાચા તેલને ઇમ્પોર્ટ કરે છે એને વધારે પૈસા ખર્ચ કરવા પડશે. ભારતમાં જો ક્રુડ મોંઘું થશે તો સીધી મોંઘવારી વધી શકે છે. 


2. વિદેશ પ્રવાસ બનશે મોંઘો - રૂપિયો નબળો પડવાથી વિદેશ પ્રવાસ મોંઘો થશે. મોટાભાગના દેશોમાં ડોલરમાં ચૂકવણી થાય છે. આ સિવાય કરન્સી કન્વર્ટ કરાવવા માટે તમારે ડોલરની સરખામણીમાં વધારે ભારતીય રૂ. ખર્ચ કરવા પડશે. 


3. મોંઘો બનશે વિદેશ અભ્યાસ - જો તમારું બાળક વિદેશમાં અભ્યાસ કરી રહ્યું હશે તો એની ફી પણ મોંઘી થઈ જશે. હવે પહેલાં કરતા વધારે ફી અને હોસ્ટેલ બિલ ચૂકવવા પડશે. 


4. વધશે ઇમ્પોર્ટ બિલ - રૂપિયો નબળો પડવાની સ્થિતિમાં ભારત જ્યાં પણ  ડોલરમાં પેમેન્ટ કરે છે એ પેમેન્ટ મોંઘું બનશે. આની સીધી અસર ગ્રાહકો પર પડશે. 


બિઝનેસને લગતા સમાચાર જાણવા કરો ક્લિક...