નવી દિલ્હી : પ્રખ્યાત અર્થશાસ્ત્રી અને રિઝર્વ બેંકના પુર્વ ગવર્નર રઘુરામ રાજને ડોલરની તુલનાએ રૂપિયાનું અવમુલ્યન થવા અંગે ટીપ્પણી કરી છે. રઘુરામ રાજને કહ્યું કે, રૂપિયો હાલ એટલો નીચે આવ્યો છે કે વધારે ચિંતાઓ કરવામાં આવે. જો કે તેમણે મોદી સરકારને સલાહ આપી છે કે તેને વધતા ચાલુ ખાતાના નુકસાનની નજર રાખવી પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, 16 ઓગષ્ટે ડોલરની તુલનાએ રૂપિયો અત્યાર સુધીના સૌથી નિચલા સ્તર (70.32) પર પહોંચી ચુક્યો છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે શુક્રવારે આ સ્થિતીમાં સુધારો આવ્યો અને રૂપિયા 20 પૈસા પર ચઢીને 69.91 પર રહ્યું. રઘુરામ રાજને કહ્યું કે, ભારતે પોતાનો આર્થીક નુકસાન ઘટાડ્યું છે. હાલ ચાલુ ખાતાનો ઘટાડો છે. રાજે તેના માટે ઉંચા ચેલની કિંમતોને જવાબદાર ઠેરવ્યા હતા. આરબીઆઇના પૂર્વ ગવર્નરે કહ્યું કે, રૂપિયાનું અવમુલ્યન હાલ ચિંતાજનક સ્તર પર પહોંચ્યું છે. રાજને કહ્યું કે, તેનાં કારણે વૈશ્વિક રીતે ડોલરની મજબુતી હોઇ શકે છે. 

સપ્ટેમ્બર 2016 સુધી આરબીઆઇના ગવર્નર રહેલા રઘુરામ રાજને આઘામી સમયમાં ચૂંટણીનો સામનો કરવા જઇ રહેલા ભારત અને બ્રાઝીલ જેવા દેશોના સંદર્ભે કહ્યું કે વ્યાપક રીતે સ્થાયિત્વ જાળવી રાખવું મોટો પડકાર છે. યુપીએના કાળમાંસારા જીડીપીનાં આંકડાના કથિત વિવાદ અંગે રાજને કહ્યું કે, હાલ આપણે આગળ જોવાની જરૂર છે. તેમણે કહ્યું કે ભારત આશરે 7.5 ટકાનાં દરથી વધી રહ્યું છે. પૂર્વ ગવર્નરે કહ્યું કે, ભારત તે સુનિશ્ચિત કરવું જોઇએ કે ચાલુ ખાતાનું નુકસાન નહી વધે અને રાજકોષીય સ્થાયીત્વ જળવાઇ રહે.

બેડલોન વધવા સાથે જોડાયેલા સવાલ અંગે રાજને કહ્યું કે, બેંકોના તંત્રમાં સુધારાની જરૂર છે. જુલાઇમાં ભારતનું વ્યાપારીક નુકસાન પાંચ વર્ષની સર્વોચ્ચ સ્તર 18 અબજ ડોલર પર પહોંચી ગયું હતું. આ કારણે ચાલુ ખાતાના ફ્રંટ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. નાણામંત્રાલયના એખ ટોપના અધિકારીએ જણાવ્યું કે, સરકાર આ આર્થિક ર્ષના રાજકોષીય લક્ષ્યાંકને પ્રાપ્ત કરશે.જો કે તેમણે તેમ પણ કહ્યું કે, મોંઘા ક્રૂડના કારણે ચાલુ ખાતાના નુકસાન મુદ્દે લક્ષ્યથી પાછળ પણ રહેવાની આશંકા છે.